SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૨૦) યોગદદિસમુરચય રત્નાદિશિક્ષા દષ્ટિથી, નિજન દષ્ટિ ભિન્ન; ત્યમ આચાર ક્રિયા ય તસ, તે કુલ બે ભિન્ન, ૧૮૦ અર્થ:–રત્નાદિની શિક્ષાદષ્ટિ કરતાં જેમ તેના નિજન સંબંધી દષ્ટિ ભિન્ન હોય છે, તેમ આની તે જ આચારક્રિયા પણ ફલશેદને લીધે ભિન્ન હોય છે. વિવેચન “શિક્ષાથી જ્યમ રતન નિયોજન, દષ્ટિ ભિન્ન ત્યમ એહે.—શ્રી , સઝા, ૯-૨ રત્નાદિકની શિક્ષાદષ્ટિઓ કરતાં, જેમ શિક્ષિત થતાં તેના નિયોજન વિષયમાં દૃષ્ટિ અન્ય જ હોય છે, ભિન્ન જ હોય છે, તેમ આ યોગીની તે જ ભિક્ષાટનાદિ આચારક્રિયા પણ અન્ય જ-ભિન્ન જ હોય છે. શા કારણથી? તો કે ફતભેદથી, પૂર્વે સાંપરાયિક કર્મક્ષય ફળ હતું, હવે ભપગ્રાહી કર્મક્ષય ફળ છે. પ્રથમ શિક્ષા લેતી વેળાએ રત્નપરીક્ષા વિષયે શિખાઉની જે દષ્ટિ હોય છે, તે કરતાં શીખીને પાર ઉતરી ગયા પછી તે રત્નનું નિયોજન કરે છે એવા તે શિક્ષિતની દષ્ટિ જૂદી જ હોય છે, કારણ કે પ્રથમ તે શિખાઉને તે વિષય સંબંધી શિક્ષાથી જ્યમ કંઈ જ્ઞાન હોતું નથી. રત્ન કેવું છે? તેનું સ્વરૂપ શું? તેના પ્રકાર શું ? રતન નિયોજન' તેના ગુણ-દોષ શું? તેનું મૂલ્ય શું? ઈત્યાદિ બાબત તેને સાવ અજ્ઞાત હોય છે. એટલે તેને તે સંબંધી કુતૂહલ બુદ્ધિ હોય છે. એથી તે જિજ્ઞાસાપૂર્વક તે તે રત્નની પરીક્ષા સંબંધી જ્ઞાન મેળવવા પ્રવર્તે છે. આમ અભ્યાસ કરતાં કરતાં તે તદ્દવિષયક જ્ઞાનમાં નિષ્ણાત થાય છે. અને પછી રત્નપરીક્ષામાં સુશિક્ષિત એ તે ઉપલબ્ધ જ્ઞાનને વ્યવહારમાં વિનિયોગ કરે છે, જ્ય-વિક્રયાદિ પ્રયોગ કરે છે. પ્રથમ અવસ્થામાં માત્ર શિખાઉ જ્ઞાન (Theoretical knowledge) હતું, ત્યારે હવે તે તેને અનુભવસિદ્ધ પ્રયોગ (Practical application) હોય છે. એટલે પહેલાંની શિખાઉ દષ્ટિ કરતાં આ વિનિયોગ દશાની દષ્ટિ ભિન્ન જ-જૂદા જ પ્રકારની હોય છે. તેમ અત્રે પણ ગીની તે જ ભિક્ષાટન આદિ આચારકિયા પણ ભિન્ન જ-એર પ્રકારની જ હોય છે. પહેલાં પણ એ જ ભિક્ષાટનાદિ ક્રિયા હતી, અને હમણાં પણ એ જ ભિક્ષાટનાદિ ક્રિયા છે, છતાં અને દષ્ટિમાં મહદ્ અંતર છે. અથવા તે એકડીઆને પ્રથમ તે માતૃકાક્ષરનું–બારાખડીનું જ્ઞાન પણ નથી હોતું, એકડો પણ નથી આવડતું. પણ તે ખંતીલે વિદ્યાર્થી બનીને એકડો ઘુંટતાં ઘુટતાં, ક્રમે કરીને શિખાઉ જ્ઞાન પ્રાપ્ત કરતો કરતે, વિદ્યાપારંગત સ્નાતક થાય છે, જ્ઞાન-ગંગામાં નાહીને બહાર પડે છે! અને પછી જીવનવ્યવહારમાં શિખેલા જ્ઞાનને વ્યવહાર ઉપગ કરે છે–ચથાયોગ્ય વિનિયોગ કરે છે. તેની નિશાળીઆ તરીકેની શિખાઉ અવસ્થાની
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy