SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ પર દષ્ટિ : શિક્ષા દષ્ટિથી નિજન દષ્ટિ ભિન, નિષ્કષાય 'સાધુ' (૬૧) દષ્ટિમાં અને જીવન-વ્યવહાર શાળાની શિક્ષિત અનુભવસિદ્ધ દષ્ટિમાં ઘણો જ ફરક હોય છે. તેમ અત્રે પણ આચારની બાબતમાં પ્રારંભિક સાધક યેગીની દૃષ્ટિ કરતાં, યેગારૂઢ સિદ્ધ યેગીની દષ્ટિ ભિન્ન-જુદા પ્રકારની હોય છે. અથવા તે સંગીત શાસ્ત્રથી અનભિજ્ઞ–અજાણ જેમ પહેલાં તે આલાપ લેતાં શીખે છે, સ્વરના પ્રકાર વગેરે સંબંધી જ્ઞાન મેળવે છે. આમ શીખતાં શીખતાં અનુક્રમે તે સંગીત કલામાં પ્રવીણ બને છે, અને તેમાં એને હાથ એવો બેસી દષ્ટિ ભિન્ન જાય છે કે ગ્રામ-મૂછનાદિ પ્રકાર તેને સહજ સિદ્ધ થાય છે, ગમે ત્યમ એજી” ત્યારે ગમે તે રાગ છેડી તન્મયતા સાધી તે ઉસ્તાદ જન-મનરંજન ન કરી શકે છે. આમ પ્રથમની અશિક્ષિત આલાપલા કરતાં તેની હવેની સુશિક્ષિત આલાપકલા સાવ જૂદી જ તરી આવે છે. તેમ અત્રે પણ આચાર પર પ્રથમની અભ્યાસદશામાં સાધક યોગીની જે દૃષ્ટિ હોય છે, તેના કરતાં ગીતાર્થ નિષ્પન્ન જ્ઞાનદશામાં દષ્ટિ ભિન્ન હોય છે. આમ રત્ન, કે માતૃકાક્ષર, કે સંગીત આદિ છે તે તેને તે, પણ તેના પ્રત્યેની શિખાઉની દ્રષ્ટિમાં ને શિક્ષિતની દષ્ટિમાં પ્રગટ ભેદ હોય છે, તેમ ભિક્ષાટનાદિ આચારક્રિયા છે તે તેની તે, પણ તેના પ્રત્યેની સાધક યોગીની દૃષ્ટિ કરતાં અત્રે સિદ્ધ નિષ્પન્ન ગીની દષ્ટિ ભિન્ન જ-જૂદા જ પ્રકારની ઓર જ હોય છે. કારણ કે પૂર્વ સાંપરાયિક-કષાય સંબંધી કર્મક્ષય એ આચાર ક્રિયાનું ફલ હતું, હવે ભવેપગ્રાહી કર્મક્ષય એ ફલ છે. પૂર્વે નિગ્રંથ મુનિની સમસ્ત પ્રવૃત્તિ કષાય - સંબંધી કર્મક્ષય કરવા માટે હતી, જેમ બને તેમ સૂફમમાં સૂક્ષમ લભેદ કષાયને પણ ક્ષય કરવા અર્થે હતી, તે સંયમીને દેહ પણ માત્ર સંયમને માટે હતું, અને તે દેહ દ્વારા સંયમયાત્રાના નિર્વાહ અથે જ ભિક્ષાટનાદિ કિયા આવશ્યક હતી, તથા એ બધુંય કષાય–ભાવ દૂર કરવા માટે જ-પૂર્ણ વિતરાગતા આણવા માટે જ હતું. કારણ કે સાચા “સાધુ ”ને કવચિત્ હોય તે અતિ અતિ સૂક્ષ્મ એ સંજવલન કષાય જ હોય, એથી અધિક કષાય* હોય જ નહિ, છતાં ૪ શ્રીમાન હરિભદ્રસૂરિજી શ્રી પંચાશક સ@ાસમાં સ્પષ્ટપણે કહે છે કે- સાધુ ” ને કાલદોષથી હોય તે કવચિત સંજવલન કષાયને ઉદય હાય, બાકી તો કષાય હોય જ નહિં, અને જે હોય તો તે સાધુ જ નથી. કારણ કે સર્વે ય અતિચારો સંજવલનના ઉદયથી હોય છે, પણ અનંતાનુબંધી આદિ બાર કષયના ઉદયથી તે સડે વ્રતભંગ થતો હોવાથી મૂલછઘ પ્રાયશ્ચિત્ત લાગે છે " चरिमाण वि तह णेयं संजलणकसायसंगम चेव । माईठाणं पायं असई पि हु कालदोसेण ॥ सव्वेविय अइयारा संजलणाणं तु उदयओ होति । મૂછે = પુખ દો વારસણું સાથાળ | ”—શ્રી પંચાશક,
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy