SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૩૨) યોગદષ્ટિસમુચ્ચય બૂડી જઈશ એમ ડરતે નથી. એટલે તે તે તે માયાજલ મધ્યેથી સસરો ઝપાટાબંધ બેધડકપણે ચાલ્યો જતાં આંચકે ખાતે નથી, નિર્ભીકપણે તેને ઉલ્લંઘીને ચાલ્યા જ જાય છે. અને તેમ કરતાં તેને કેઈ પણ વ્યાઘાત-બાધારૂપ અંતરાય ઉપજતો નથી, કંઈ પણ આલઅવલ આવતી નથી. માયા પાણી રે જાણી તેહને, લંઘી જાય અડોલ; સાચું જાણું રે તે બીતે રહે, ન ચલે ડામાડોલ ધન ધન.” શ્રી જે. ૬. સઝાય -૮ भोगान् स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुजानोऽपि ह्यसङ्गः सन् प्रयात्येव परं पदम् ॥१६६।। ત્યમ ભેગો મૃગજલ સમા, તત્વથી જે દેખે જ; ભોગવતાંય અસંગ તે, પર પદને પામે જ. ૧૬૬ અર્થ –તેમ ભેગને સ્વરૂપથી માયાજલ સરખા દેખતે પુરુષ, ભોગવતાં છતાં, અસંગ હેઈ, પરમ પદ પ્રત્યે જાય જ છે. વિવેચન તે જ પ્રકારે ભેગેને સમારેપ સિવાય તેના સ્વરૂપે કરીને જે મૃગજલ જેવા અસાર દેખે છે, તે કર્મથી આકર્ષાઈને પરાણે આવી પડેલા ભોગોને ભેગવતાં પણ અસંગ હેઈ, પરમપદ પ્રત્યે જાય જ છે-કારણ કે અનભિગ્વગંથી-અનાસક્તિથી પરવશ ભાવ છે માટે. ભોગ અર્થાત્ ઇઢિયાર્થ સંબંધોને કોઈ પણ પ્રકારના સમાપ શિવાય તેના વસ્તુસ્વરૂપે જોઈએ તે માયાજલ સરખા-મૃગજલ જેવા મિથ્યા છે. મૃગજલ માત્ર મિથ્યાભાસરૂપ છે, વસ્તુતઃ સ્વરૂપથી તેનું કંઈ અસ્તિત્વ નથી, એટલે વિષય મૃગજલ તેમાં જલબુદ્ધિને સમારોપ કરે મિથ્યા છે, ખૂટે છે, તેના પ્રત્યે પ્રાપ્તિની આશાએ દોડવું તે પણ મિથ્યા છે, તેનાથી કંઇકાળે તૃષા છીપવાની નથી, અને તે મિથ્યા હોવાથી જ તેને ઉલ્લંઘીને ચાલ્યા જતાં–તેની મધ્યેથી સેંસરા પસાર થતાં ડૂબાતું પણ નથી. તેમ વિષયભેગ મૃગજલ જેવા છે, નિઃસાર છે. આત્મસ્વરૂપની અપેક્ષાએ તે કઈ ચીજ છે નહિં,–પરમાર્થથી આત્મસ્વરૂપને તેની સાથે વૃત્તિ –મોબાન–ભોગેન, ક્રિયાથે સંબંધને, સ્વાત. પરન-સમારોપ શિવાય સ્વરૂપથી જોતે, તવા-તેમ, માયોપમાન-માયાજલ જેવા અસાર, મુન્નાનોડજિ-કમક્ષિપ્ત -કર્મથી આકર્ષાઈને આવી પડેલા ભોગે ભેગવતાં પણ વાસ: સજ-અસંગ હઈ, વાઘેર પર પમ્ પરમ પદ પ્રત્યે જાય જ છે-અનભિળંગતાથી (અનાસક્તિથી) પરવશ ભાવને લીધે.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy