SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ કતા દષ્ટિ : જ્ઞાનીનું ભેગ-મૃગજલ સેંસરૂ પરમપદ ગમને ( ૩૧) તે સમર્થ યેગી પુરુષે જ કરી શકે. બાહ્ય ઉપાધિ મધ્યે રહ્યા છતાં ધાર તરવારની' અખંડ આત્મસમાધિ જાળવવી એ કાંઈ જેવું તેવું વિકટ કાર્ય નથી, પણ “આંખ પાસે રેતી ઉપડાવવા જેવું મહાવિકટ છે'—એમ પરમ અધ્યાત્મરસનિમગ્ન સમર્થ મહાયોગી શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્માનુભવથી યથાર્થ જ કહ્યું છે,–જેમના વચનામૃતમાં આ આક્ષેપક જ્ઞાનના ચમત્કાર પદે પદે દગોચર થાય છે. બાહ્ય ઉપાધિ મળે પણ એ મહાત્મા પરમ જ્ઞાની પુરુષની આત્મસમાધિ કેવી અખંડ હતી, શુદ્ધોપાગમય આત્મજાગૃતિ કેવી અપૂર્વ હતી, સંસારસંગમાં પણ અસંગતા કેવી અદ્ભુત હતી તે તેમના આત્માનુભવમય વચનામૃતમાં સ્થળે સ્થળે નિષ્પક્ષપાતી વિચક્ષણ વિવેકી જનને સ્વયં પ્રત્યક્ષ થાય છે. “પાત્રો દિ વિજ્ઞાન એ પાતંજલ યોગભાગનું વચન પણ આવી જ્ઞાનાક્ષેપકવંત જ્ઞાનદશાની સાક્ષી પૂરે છે. આ જ અર્થ દષ્ટાંતને આશ્રીને કહે છે– मायाम्भस्तत्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् । तन्मध्येन प्रयात्येव यथा व्याघातवर्जितः ॥१६५॥ મૃગજલ તાવથી દેખતે, તે તે વિણ ઉદ્વેગ; તે મદરે વ્યાઘાત વિણ, જાય જ જેમ સવેગ, ૧૬૫ અર્થ -માયાજલને તરવથી દેખતે પુરુષ તેનાથી અનુદ્ધિપણે તેની મધ્યેથી જેમ વ્યાઘાત પામ્યા વિના શીઘ ચાલ્યો જ જાય છે – વિવેચન માયાજલને-મૃગજલને જે તત્વથી–માયાજલપણે દેખે છે, તે તેનાથી ઉદ્વેગ પામતે નથી–ગભરાતું નથી. એટલે તે તે તેની મધ્યેથી ઝપાટાબંધ ચાલ્યો જ જાય છે; અને તેમ કરતાં તેને વ્યાઘાત-બાધ ઉપજતો નથી, કારણ કે માયામાયા પાણી રે જલ તત્વથી વ્યાઘાત-બાધ ઉપજાવવાને અસમર્થ છે. મૃગજલ-ઝાંઝવાનું જાણી તેહને પાણી એ વાસ્તવિક રીતે મિથ્યા છે-બેટું છે. એવા માયાજલનું તત્ત્વથી કઈ સ્વરૂપઅસ્તિત્વ છે જ નહિ, તે મિથ્યાભાસરૂપ હોઈ છેટું જ છે, એમ જે જાણે છે, તે તેથી ઉદ્વેગ-ક્ષોભ પામતો નથી, રખેને હું આમાં - વૃત્તિ –નયામ -માયાજલને તરવર: રિયન તત્વથી માયાજથપણે દેખતે, અનુહૂિનત્તરો-તે માયાજલથી નદિન હેઈ, તમ–શ ધ્ર, તન્મથે-તે ભાયાજલ મધ્યેથી, પ્રત્યેવ-ચાલ્યા જ જાય છે. યથા–જેમ, એ ઉદાહરણના ઉપન્યાસ અથે છે, થાકાતવર્ષિત-ભાધાત પામ્યા વિના, -માયાજલના તત્વથી વ્યાધાતના અસમર્થપણુને લીધે.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy