SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ કતા દષ્ટિ : જ્ઞાનીને અનાસકતયોગ-ત્રિકાળ વૈરાગ્ય (૫૩૩) કાંઈ લેવાદેવા નથી. એટલે એવા નિઃસાર મિચ્છા વિષયભોગમાં આત્મબુદ્ધિને સમાપ કર મિથ્યા છે-ખોટે છે, તેના પ્રત્યે તેની પ્રાપ્તિની તૃષ્ણાએ-દુરાશાએ દોડવું તે પણ મિથ્યા છે, કારણ કે જે વસ્તુ પિતાની નથી તે કદી હાથમાં આવવાની નથી અને તેનાથી કઈ કાળે તૃષ્ણા છીપાવાની નથી. અને આમ તે સર્વથા નિઃસાર-મિથ્યા હોવાથી જ તેમાં આત્મબુદ્ધિ કર્યા વિના, અસંગ રહીને, તેની મધ્યેથી તેને ઉલંઘીને સેંસરા ચાલ્યા જતાં પણ ડૂબાતું નથી, એટલે વિષયેનું આવું મૃગજલ જેવું મિથ્યાભાસ સ્વરૂપ જે તત્ત્વથી જાણે છે, તે અસંગ-અનાસક્ત જ્ઞાની પુરુષ તેમાં ડૂબતે નથી પણ અવશ્ય ભોગ્ય કર્મ કવચિત આવી પડે તે પણ તેની મધ્યેથી સેંસરે બેધડકપણે અવિષમ ભાવે પસાર થઈ જાય છે. અત્રે ભોગને “મિથ્યા' કહ્યા છે, તેને અર્થ કેઈ સ્વરૂપસ્તિત્વ ન હોવું એ કરે છે તેમ નથી. પણ અત્રે “મિથ્યા' શબ્દનો અર્થ સ્વરૂપાસ્તિત્વ હોવા છતાં પર માર્થથી નિઃસાર એવો સ્પષ્ટ કર્યો છે. જેમ મૃગજલમાં કંઈ જલરૂપ જ્ઞાનીને અના- સાર નથી, અને તેની પાછળ દોડવાથી કાંઈ વળતું નથી, તેમ અનાત્મ સક્ત રોગ સ્વરૂપ ભોગેમાં કંઈ આત્મતત્વરૂપ સાર નથી, અને તે પ્રત્યે અનુ ધાવનથી-દોડવાથી આત્માનું કાંઈ વળતું નથી. અથવા “મિચ્યા” એટલે નહિં હેવાપણારૂપ અસત્પણું નહિ, પણ ખોટાપણારૂપ અસપણું. કારણ કે આત્મતત્વની અપેક્ષાએ પરવતુરૂપ ભોગ અસત્ અર્થાત્ બેટા છે, વિપર્યાસરૂપ છે. આત્મતત્વને વસ્તુતઃ તે પરવસ્તુની સાથે લેવાદેવા છે નહિં, છતાં તેની અસત્-બેટી પરવસ્તુમાં આત્મબુદ્ધિ કરીને રાગદ્વેષજન્ય ઈચ્છાનિષ્ટ ભાવથી મહમૂઢ આત્મા નિષ્કારણ મુંઝાય છે ને બંધાય છે. પણ અમેહસ્વરૂપ એવા વીતરાગ જ્ઞાની પુરુષ તે તેમાં આત્મબુદ્ધિ નહિ કરતાં, ઈષ્ટાનિષ્ટ ભાવનાને ત્યાગ કરી મુંઝાતા નથી ને બંધાતા નથી. આ ઉપરથી તાત્પર્ય એ છે કે-જે ભોગને સ્વરૂપથી માયાજલ જેવા નિસાર ને ખોટા જાણે છે, તે જ્ઞાની પુરુષ કવચિત્ પૂર્વ કર્મના-પ્રારબ્ધના મેગથી આક્ષિપ્ત–ખેંચાઈને આવી પડેલા ભોગો ભોગવતાં છતાં પણ અસંગ હોઈ, પરમપદને પામે જ છે. સાચા જ્ઞાની પુરુષ ભોગપંકની મધ્યે પણ કદી ખરડાતા નથી-લેપાતા નથી, જલમાં કમલની જેમ અલિપ્ત જ રહે છે, મોહમલથી અસ્પૃશ્ય એવા પરમ ઉદાસીન જ રહે છે. આનું નામ જ ગીતામાં કહેલે અનાસક્ત ચોગ છે. “ભોગ પંક ત્યજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિંહ પરે નિજ વિકમ શૂરા, ત્રિભુવન જન આધારા. ધન્ય તે મુનિવરા રે જે ચાલે સમભાવે.”—સા, ત્ર, ગ, સ્ત. આત્મજ્ઞાની પુરુષ આવી રીતે અનાસક્તિ-અસંગ ભાવ રાખી શકે છે, તેનું કારણ એમ છે કે-તે સાચા અંતરાત્માથી નિશ્ચય જાણે છે અને નિરંતર ભાવે છે કે-આ
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy