SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૦૨) ગદષ્ટિસમુચ્ચય એવા પુણ્યાનુબંધી પુણ્ય ફલના ભેગને અપવાદ સૂચવવા માટે છે, કારણ કે તેમાં પ્રમાદને અાગ હોય છે, આત્મસ્વરૂપના ભાનથી ભ્રષ્ટપણું હોતું નથી. અપવાદરૂપ તીર્થકર આદિ ઉત્તમ સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષવિશેષની વાત ન્યારી છે. સત્પુરુષો તેઓને અચિંત્ય પુણ્યસંભારથી તીર્થંકર પદવી આદિ પુણ્યફલ પ્રાપ્ત થાય છે, અને ગૃહસ્થાવાસમાં પણ તેઓ પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત થયેલ ભેગસામગ્રીને ઉપભોગ લે છે, તે પણ તેઓને તે ઉપગ અત્યંત અનાસક્ત ભાવે હોવાથી તેઓ બંધાતા નથી. જેમ સુક્કી ભીંત પર માટીને ગળો ચૅટ નથી. તેમ નિ:સ્નેહ-અનાસક્ત એવા તેઓને કર્મબંધ થતું નથી, પણ નિર્જરા જ થાય છે, ને ભોગકર્મથી તે છૂટે છે. કારણ કે ભોગ-પંકની મધ્યે રહ્યા છતાં તેઓ જલમાં કમલની જેમ સર્વથા અલિપ્ત જ રહે છે, એ એમનું આશ્ચર્યકારક ચિત્ર ચરિત્ર છે! બીજા પ્રાકૃત સામાન્ય જનોને જે ભોગ બંધનું કારણ થાય છે, તે આ અસામાન્ય-અસાધારણ અતિશયવંત તીર્થંકરાદિ સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષવિશેષને નિર્જરાનું કારણ થાય છે ! એટલે સામાન્ય પ્રાકૃત કેટિના જનોને નિયમ આવા અસામાન્ય પુરુષોત્તમોને લાગુ પડતો નથી. તેઓ તેમાં અપવાદરૂપ છે. “Exception proves the rule”—અપવાદ નિયમને સિદ્ધ કરે છે, એ અંગ્રેજી કહેવત અત્ર ઘટે છે. રાજમાર્ગો –ધોરીમાગે તે સહુ કઈ ચાલી શકે છે, પણ સાંકડી કેડી–એકપદી પર ચાલવું તે કઈ વિરલાઓનું જ કામ છે. માટે આજન્મ પરમ વૈરાગી એવા તીર્થંકરાદિ સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષો ભોગ ભોગવતાં છતાં, તેમનું ચિત્ત તે ધર્મસાર જ હોય છે—ધર્મ પ્રધાન જ હોય છે, આત્મધર્મની ભાવનાથી જ ભાવિત ને વાસિત હોય છે. ૪ (જુઓ પૃ. ૨૭૪-ર૭૫). “રાગ ભરે જન મન રહે, પણ તિહુ કાળ વૈરાગ; ચિત્ત તમારા રે સમુદ્રને કઈ ન પામે હો તાગ...શ્રી શ્રેયાંસ કૃપા કરે!” શ્રી યશોવિજયજી આ ઉપરથી એ ફલિત થાય છે કે વિષયનું સેવન–અસેવન એ વૈરાગ્યનું મુખ્ય લક્ષણ નથી, પણ અનાસક્ત ભાવ એ જ મુખ્ય લક્ષણ છે; કારણ કે વિષયનું સેવન ન કરે, પણ અનાસક્ત ભાવ ન હોય ને અંતરમાં ભોગાદિની કામનાઅજ્ઞાનીને વાસના હેય તે વૈરાગ્ય નથી; અને વિષયનું સેવન કરે, પણ અનાબંધ: જ્ઞાની સક્તભાવ હેય ને અંતરુમાં ભોગાદિની કામના-વાસના ન હોય તો અબંધ વૈરાગ્ય છે. તેમાં પણ વિષયના અસેવન સાથે અનાસક્ત ભાવ હોય તે તે સર્વોત્તમ છે, તથાપિ કેઈ અપવાદરૂપ વિશિષ્ટ સમ્યગદષ્ટિ સમર્થ જ્ઞાની પુરુષને અનાસક્તભાવ છતાં પૂર્વ પ્રારબ્ધદયથી વિષયસેવન હોય, તે પણ તેના x" अत एव महापुण्यविपाकोपहितश्रियाम् । નર્માતા વૈષં નોરતાનાં વિદુતે ” શ્રી અધ્યાત્મસાર
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy