SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિષ્ટિઃ અજ્ઞાનીને બધ, જ્ઞાની અબજ (૫૦૩) વૈરાગ્યને બાધ આવતો નથી. એટલે “વિષયના બંધ ઉત્પાદનમાં નિયમ છે નહિ. અજ્ઞાનીઓને તેનાથી બંધ છે, જ્ઞાનીઓને કદી બંધ નથી-નિર્જરા જ છે; કારણ કે જ્ઞાની સેવતાં છતાં સેવતા નથી –ભેગવતાં છતાં ભેગવતા નથી ! અને “અજ્ઞાની નહિં સેવતાં છતાં સેવે છે”—નહિં ભોગવતાં છતાં ભોગવે છે! આ આશ્ચર્યકારક પણ સત્ય ઘટના છે. * કારણ કે જેમ કોઈ વાણેતર શેઠની વતી વ્યાપાર કરે–લેવડદેવડ કરે, પણ તે કાંઈ લાભહાનિને સ્વામી થતું નથી, તેના નફા-ટોટામાં તેને કાંઈ લેવાદેવા નથી, તે તે માત્ર ચીઠ્ઠીને ચાકર છે; અને શેઠ પોતે બેસી રહે છે, ને કાંઈ કરતો નથી, છતાં તે નફા-ટોટાને માલીક છે, લાભ-હાનિનો સ્વામી છે; તેમ સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષ પૂર્વ કર્મોદયથી સાંપડેલા વિષયે સેવતાં છતાં, રાગાદિ ભાવોના અભાવે વિષયસેવનફલના સ્વામિત્વના અભાવથી અસેવક જ-નહિં સેવનારો છે; અને મિથ્યાદષ્ટિ તે વિષય નહિં સેવતાં છતાં રાગાદિ ભાવના સભાવે વિષયસેવનફલના સ્વામિત્વને લીધે સેવક–સેવનાર છે. આમ સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષ ભેગ ભગવે છે છતાં બંધાતા નથી ને કર્મ નિજરે જ છે! ને અજ્ઞાની ભોગવતાં બંધાય છે! કારણ કે “પદ્રવ્ય ઉપભોગવતાં સતાં તેના નિમિત્તે સાત-અસાત વેદનાના ઉદયથી જીવને સુખરૂપ વા દુ:ખરૂપ જ્ઞાન-વૈરાગ્યનું ભાવ નિયમથી ઉદયમાં આવે છે. પણ તે જ્યારે વેદાય છે ત્યારે સામર્થ્ય મિથ્યાદષ્ટિને રાગાદિ ભાવના સદૂભાવથી બંધનિમિત્ત થઈને નિર્જ રાતો છતાં અજીર્ણ હોઈ બંધ જ થાય છે; પણ સમ્યગદષ્ટિને રાગાદિ ભાવના અભાવથી બંધનિમિત્ત થયા વિના કેવળ નિર્જરાતે સતે જીર્ણ થઈને નિર્જરા જ થાય છે.* આમ કઈ કમ ભેગવતાં છતાં કર્મોથી બંધાતું નથી ! તે જ્ઞાનનું જ સામર્થ્ય છે કે વિરાગનું જ સામર્થ્ય છે: (૧) જેમ વિષ ખાતાં વૈદ્ય પુરુષ મરણ નથી પામતે, તેમ પુદ્ગલ કમને ઉદય જ્ઞાની ભગવે છે પણ બંધાતું નથી. કોઈ વિષવૈદ્ય, બીજાઓને મરણનું કારણ એવું વિષ ખાતાં છતાં, અમેઘ વિદ્યાના સામર્થ્ય વડે તેની * “विषयाणां ततो बंधजनने नियमोऽस्ति न । अज्ञानिनां ततो बंधो ज्ञानिनां तु न कर्हि चित् ॥ सेवतेऽसेवमानोऽपि सेवमानो न सेवते । कोऽपि पारजनो न स्याच्छ्रयन् परजनानपि ॥" –શ્રી યશોવિજયજી કૃત શ્રી અધ્યાત્મસાર, "सेवंतोवि ण सेवइ असेवमाणोवि सेवगो कोई। વાળા #વિ જ ય પાચળોત્તિ દો.”–શ્રી કુંદકુંદચાર્યજી કૃત શ્રી સમયસાર. * આ વિષય વિસ્તારથી સમજવા માટે અત્રે આધારરૂપ લીધેલ, શ્રી સમયસારની ગા. ૧૯૪-૧૯૮ તથ તે પરની શ્રી અમૃતચંદ્રાચાર્યજીની પરમસુંદર આત્મખ્યાતિ ટીકા અવગાહી,-તેમજ શ્રી અધ્યામસારનો વિરામ અધિકાર અવલોક. + “તત્ જ્ઞાનવ સામર્થ્ય વિરાળથ જ વા વાજી यत्कोऽपि कर्मभिः कर्म भुञ्जानोऽपि न बध्यते ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત શ્રી સમયસાર કલશ.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy