SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૬૪) ગદષ્ટિસમુચ્ચય વિશિષ્ટ જ્ઞાની જ જાણે છે. આ ગુણ અનાદિથી દર્શનમોહના ઉદયથી મિથ્યા સ્વાદરૂપ થઈ પડ્યો છે –કડવી તુંબડીમાં નાંખેલા દૂધની જેમ દૈવયોગે કાલાદિ લબ્ધિ સંપ્રાપ્ત થયે ભવસમુદ્રને છેડે નજીકમાં હોય ત્યારે ભવ્યભાવના વિપાકથી-જીવની યથાયોગ્યતાથી જીવ સમ્યકત્વ પામે છે. આ સમ્યક્ત્વની પ્રાપ્તિમાં આ પાંચ લબ્ધિ કારણભૂત છેઃ (૧) ક્ષાપશમિક લબ્ધિ-કના ક્ષપશમની પ્રાપ્તિ. (૨) વિશુદ્ધિ લબ્ધિકર્મોના ક્ષપશમથી આત્માની જે વિશુદ્ધતા ઉપજે તે. (૩) દેશના લબ્ધિ-સદ્દગુરુ આદિના ઉપદેશને ગ. (૪) પ્રાયોગિકી લબ્ધિ-કે જેથી કરીને પાંચ લબ્ધિઃ કમેની સ્થિતિ ઘટીને અંતરકટાકોટિમાત્ર રહી જાય. (૫) કરણ દર્શનમોહ લબ્ધિ-આત્મસામર્થ્યવિશેષ કે જેથી કરીને કર્મોની સ્થિતિનું ને રસનું ઉપશમ ખંડન કરવાની શક્તિ ઉપજે છે. કરણ લબ્ધિ ત્રણ પ્રકારની છે–અધ: કરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. આ કરણનું સ્વરૂપ પૂર્વે કહેવાઈ ચૂક્યું છે. આ કરણલબ્ધિ પછી અંતમુહૂર્તમાં દર્શન મેહના ઉપશમથી અવશ્ય સમ્યગદર્શન ઉપજે છે, અર્થાત્ દર્શનની મિથ્યા અવસ્થા સમ્યક્ અવસ્થારૂપ થાય છે. પણ જ્યાં સુધી અનંતાનુબંધી કષાયનો ઉદય હોય ત્યાં સુધી આ સમ્યગદર્શનને લાભ થતું નથી. કારણ કે તીવ્ર ક્રોધ-માન-માયા-લોભરૂપ આ દુષ્ટ અનંતાનુબંધી કષાયચેકડી જ સમ્યકૃત્વને ઘાત કરનાર છે, અવરોધનાર છે તે અનંત સંસારના મૂળ કારણરૂપ મિથ્યાત્વને-દર્શનમોહને ઉદયમાં આણે છે, એટલા માટે એને “ અનંતાનુબંધી” એવી યથાર્થ સંજ્ઞા આપવામાં આવી છે. આમ અનંત સંસારનો અનુબંધ કરનાર આ મહા રૌદ્ર ને દારુણ પરિણામી અનંતાનુબંધી કષાય ટળે જ દર્શનમોહ ટળે છે, એટલા માટે અનંતાનુબંધીનું આ વ્યવહારૂ સ્વરૂપ સમજી આત્માથીએ તેને ટાળવાને પ્રત્યેક પ્રયત્ન કરે જોઈએ જે સંસાર અર્થે અનુબંધ કરે છે, તે કરતાં પરમાર્થને નામે, ભ્રાંતિગત પરિણામે અસદ્દગુરુ, દેવ, ધમને ભજે છે તે જીવને ઘણું કરી અનંતાનુબંધી કોધ, માન, માયા, લાભ થાય છે, કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી. માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે, તે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. તે સદગર, દેવ, ધર્મ પ્રત્યે અસતગુરુવાદિકના આગ્રહથી, માઠા બેધથી, આસાતનાએ. ઉપેક્ષાએ પ્રવતે એવો સંભવ છે. તેમજ તે માઠા સંગથી તેની સંસારવાસના પરિરછેદ નહી થતી * “खयुवसम विसोही देसणा पाउग्ग करणलद्धिए । चत्तारिवि सामण्णा करणं पुण होदि सम्मत्ते॥" શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવત્તકૃત શ્રી ગમ્મસાર,
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy