SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરાતિ : થિભેદ દશ નમેહઉપશમ-સમ્યગ્દર્શન (૪૬૩) અજ્ઞાન અંધકારરૂપ ગ્રંથિના વિભેદ થયા હાય છે, અજ્ઞાનમય મેાહાંધકારના પડદે ચીરાઈ ગયા છે. આ અજ્ઞાન ખરેખર ! તમસૂરૂપ-અધકારરૂપ જ હાય છે, કારણ કે અંધકારમાં જેમ પદાર્થનું દર્શન થઈ શકતું નથી, તેમ અજ્ઞાન અંધકારમાં પદાર્થનું દર્શન થઈ શકતુ નથી. આ અંધકાર સમુ અજ્ઞાન જ્ઞાનરૂપ પ્રકાશ થતાં શીઘ્ર નાશી જાય છે-એકદમ પલાયન કરી જાય છે. લાંખા વખતનું અંધારૂ પણ દીવા પેટાવતાં તરત જ દૂર થાય છે, તેમ અનાદિના મેહાંધકાર પણ જ્ઞાન-પ્રદીપ પ્રગટતાં તત્ક્ષણ જ નાશ પામે છે. એટલે સમસ્ત વસ્તુસ્વરૂપ જેમ છે તેમ યથાસ્થિત સ્વરૂપે આ યાગીને દેખાય છે. આમ આ યેાગી સમ્યગ્દર્શની, સમ્યગ્દષ્ટિ જ્ઞાની હાય છે. “ કમ ભાવ અજ્ઞાન છે, મેાક્ષભાવ નિજ વાસ; અધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ. રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કમની ગ્રંથ, થાય નિવૃત્તિ જેહથી, તે જ મેાક્ષના પથ. ”—શ્રી આત્મસિદ્િ આ તમાગ્રંથિ જીવના કર્માંજનિત ધન–ગાઢ રાગદ્વેષ પરિણામ છે; અને તે વાંસની કર્માંશ, ઘન, રૂઢ ને ગૂઢ ગાંઠ જેવા અત્યંત દુર્ભેદ્ય છે. એટલા માટે જ એને ‘ ગ્રંથિ’–ગાંઠ કહેલ છે. તે કઠણ અટપટી ( Complex ) પર્યંત જેવી મહાબલવાન તમાગ્રંથિ અત્રે અપૂર્વ આત્મપુરુષાર્થની સ્ફુરણાથી અપૂરણુરૂપ તીક્ષ્ણ ભાવવાવડે ભેદાઇ જાય છે. એટલે પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવ્યા વિના રહે નહિ-નિવત્તું નહિ એવા અનિવૃત્તિકરણવડે કરીને સમ્યગદનની પ્રાપ્તિ થાય છે, જેથી વસ્તુનું યથાર્થ – સમ્યક્ સ્વરૂપ દેખાય છે. (વિશેષ માટે જુઓ-પૃ. ૩ અને ૪૬-૪૭). સમ્યગદર્શન “ છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયેગી સત્તા અવિનાશ;.... મૂળ મારગ સાંભળેા જિનના ૨! એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી ?, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ ...મૂળ॰ જે જ્ઞાને કરીને જાણિયું રે, તેની વત્ત છે શુદ્ધ પ્રતીત....મૂળ કહ્યું ભગવંતે દ†ન તેને રે, જેનું બીજું નામ સમકિત....મૂળ૰” —શ્રીમદ્ રાજચંદ્રજી આમ ઉક્ત ગ્રંથિભેદના ફૂલ-પરિણામરૂપે સમ્યગદર્શન ઉપજે છે. આ સમ્યક્ત અથવા સમ્યગ્દર્શન આત્માના ગુણુ છે, અને તે નિર્વિકલ્પ છે. કેવલજ્ઞાનગેાચર છે. તથા પરમાવિષે અને મનઃ ય જ્ઞાનને વિષય છે, શ્રુતજ્ઞાનના કે દેશાધિના વિષય નથી. એટલે આ આ સૂક્ષ્મ ગુણ મતિજ્ઞાનના કે હું તે તેવા ગુણુ પ્રગટ્યો છે કે
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy