SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૨) ગદષ્ટિસમુચ્ચય આ દષ્ટિમાં વત્તતા મેગીને તમે ગ્રંથિને વિભેદ થયો હોય છે, એટલે તેને સમસ્ત સંસારચેષ્ટા બાલકની ધૂલિગ્રહ કીડા જેવી ભાસે છે, કારણ કે પ્રકૃતિથી અસુંદરપણાથી ને અસ્થિર પણાથી તે બન્નેનું સમાનપણું છે. બાલક ધૂળના કૂબા (ઘર) બાલધલિ ઘર બનાવવાની રમત રમે છે. તે કૂબા પ્રકૃતિથી-સ્વભાવથી અસુંદર અને કિયા સમી હાથ લગાડતાં કે ઠેસ મારતાં પડી જાય એવા અસ્થિર હોય છે. તેમ સર્વ ભવચેષ્ટા આ સર્વ સંસારચેષ્ટા પણ પ્રકૃતિથી અસુંદર-અરમણીય અને અસ્થિર છે, ક્ષણમાત્રમાં શીર્ણ વિશીર્ણ થઈ જાય એવી ક્ષણભંગુર છે. આમ એ બન્નેનું તુલ્યપણું છે. અરે ! ચક્રવર્તી આદિની ઋદ્ધિ કે જે સંસારમાં સર્વોત્કૃષ્ટ ગણાય છે, તે પણ તત્વથી જોતાં ધિષમિશ્રિત અન્ન જેવી અસુંદર અને અસ્થાયી છે. જે પ્રચંડ પ્રતાપે કરીને છ ખંડના અધિરાજ બન્યા હતા, ને બ્રહ્માંડમાં બળવાન થઈને ભારી ભૂપ” ઉપજ્યા હતા, એ ચતુર ચકી ચાલિયા હેતા ન હતા હેઇને,' હાથ ખંખેરીને આવ્યા હતા તેવા ખાલી હાથે ચાલી નીકળ્યા છે. આ જગતમાં એટલા બધા ચકવત્તીઓ થઈ ગયા છે, કે જ્યારે કેઈ ને ચક્રવત્તી થાય છે, ત્યારે કિંકિણીરત્નથી ઋષભકૂટ પર્વત પર પોતાનું નામ ઉત્કીર્ણ કરતી વેળાએ તેને એક નામ ભૂંસી નાખવું પડે છે, ત્યારે તે તેના નામ માટે જગ્યા થાય છે! આમ આ પૃથ્વીના અનંત સ્વામી થઈ ગયા છે, ને આ પૃથ્વી કેઈ સાથે ગઈ નથી કે જવાની નથી. આમ આ જગતની સર્વોચ્ચ પદવીની પણ આ દશા છે, તે પછી એનાથી ઉતરતી એવી અન્ય કક્ષાઓની શી વાત કરવી? (જુએ પૃ. ૨૪૯-૨૫૦). આમ બાલકના કૂબા જેમ સાવ તકલાદી ને ક્ષણવારમાં હતા ન હતા થઈ જાય છે, તેમ આ સર્વ સંસારને ખેલ પણ ક્ષણવારમાં ખતમ થઈ જાય છે, હસે ન હતું થઈ જાય છે. આ સંસારમાં જ્યાં જુઓ ત્યાં સર્વત્ર ક્ષણભંગુરતા ને અરમ્યતા જ ભરી છે. તે તે બાળકના કુબાની જેમ ખાલજીને જ રુચે છે,–ગમે છે, પણ તેવી બાલકની રમત રમવી જેમ મોટા માણસને ન રુચેન્ન ગમે, અથવા શરમાવા જેવી લાગે, તેમ આ ભવચેષ્ટારૂપ ધૂલિગ્રહકીડા પણ પંડિત જનને-જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષને રુચતી નથી, અને ભૂલેચૂકે તેમાં રમવું–આનંદ માને તે લજજાનું કારણ લાગે છે! શરમાવા જેવું લાગે છે. અને આ સકલ ભવચેષ્ટા તેને બાલધૂલિગ્રહક્રીડા જેવી લાગે છે, તેનું કારણ તેને તમોગ્રંથિને વિભેદ થયો છે, તે છે. આ તમોગ્રંથિના વિભેદથી તેને વેધસંવેદ્યપદરૂપ સમ્યગદર્શન પ્રગટયું છે, તેથી તેને સંસારનું યથાર્થ દુઃખદ સ્વરૂપ સંદાય છે, માટે આ ગ્રંથિભેદ તથા તેના ફલરૂપે પ્રાપ્ત થતા સમ્યગદર્શનનું સ્વરૂપ સંક્ષેપમાં જાણવું અત્ર પ્રસંગથી પ્રાપ્ત થાય છે ગ્રંથિભેદ આ પાંચમી સ્થિર દષ્ટિને પામેલા સમદષ્ટિ પુરુષને તમે ગ્રંથિને એટલે
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy