SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ દીમારિ ગુરુદેવ-દ્વિજયતિનું યથાયોગ્ય પૂજન (૪૩૯) અને બીજા ના ઉપકારમાં પણ મુમુક્ષુ જીવ સદૈવ યત્ન કરે. અન્ય જીવનું આ લેકમાં ને પરલોકમાં જે રીતે હિત થાય એવા પ્રકારે તન-મન ધનથી પિતાથી બનતું બધુંય મુમુક્ષુ જીવ સદાય સક્રિય આચરણ દ્વારા કરી ચૂકે. આમ મુમુક્ષુ જોગીજન પરમદયાળુ ને પરોપકારને વ્યસની–બંધાણી હેય. તથા गुरवो देवता विप्रा यतयश्च तपोधनाः । पूजनीया महात्मानः सुप्रयत्नेन चेतसा ॥ १५१ ॥ ગુરુ દેવતા વિને, તપાધન યતિરાજ; પૂજય સુપ્રયત્ન ચિત્તથી, મહાત્માઓ સહુ આ જ, ૧૫૧ અર્થ– ગુરુઓ, દેવતાઓ, વિપ્રો અને તપોધન યતિઓ–એ સર્વ મહાત્માઓ સુપ્રયત્નવાળા ચિત્તથી પૂજનીય છે–પૂજવા યોગ્ય છે. વિવેચન તેમજ-ગુરુઓ, દેવતા, કિજે અને તપોધન યતિઓ,-એ સર્વ મહાત્માઓ સુપ્રયત્નત ચિત્તે યથાયોગ્યપણે પૂજનીય છે, પૂજવા યોગ્ય છેઃ- ગુરુઓ એટલે માતા, પિતા, કલાચાર્ય, એએના જ્ઞાતિઓ-ભાઈ બહેન વગેરે, તથા ધર્મને ગુરુ-દેવાદિ ઉપદેશ કરનારા વૃદ્ધો-જ્ઞાનવૃદ્ધ અને વૃદ્ધ જને. આ શિષ્ટ જનેને પૂજન ઇષ્ટ એવો ગુરુવર્ગ છે. તેનું પૂજન આ આ પ્રકારે થાય :-(૧) ત્રણ સંધ્યા સમયે તેને નમનક્રિયા કરવી, અને તે અવસરગ ન હોય તે ચિત્તમાં તેને અત્યંતપણે આપીને નમનક્રિયા કરવી. (૨) તે આવે ત્યારે અભ્યત્થાનાદિ કરવું, અર્થાત્ ઊઠીને સામા જવું, આસન દેવું, તે બેસે એટલે પર્ય પાસના કરવી, ઈત્યાદિ વિનય આચરણ કરવું તેની સમીપમાં અપ્રગલ્ટપણે–અનુદ્ધતપણે બેસવું; અસ્થાને તેનું નામ ન લેવું; કવચિત્ પણ તેને અવર્ણવાદ ન સાંભળ. (૩) સારામાં સારા વસ્ત્રાદિનું તેને યથાશક્તિ નિવેદન–સમર્પણ કરવું, અને તેના હાથે સદા પરક ક્રિયાઓનું કરાવવું. (૪) તેને અનિષ્ટ એવા વ્યવહારને ત્યાગ કરે, અને ઈષ્ટ એવા વ્યવહારમાં પ્રવર્તન કરવું, અને આ ધમદિને પીડાઝ ન ઉપજે એમ ઔચિત્યથી–ઉચિતપણે કરવું, અર્થાત્ - કૃત્તિ-ગુણો-એ, માતા-પિતા પ્રમુખ, વૈતા-દેવતા, સામાન્યથી જ વિ-વિ, તિજે, ચતા-અને યતિઓ, પ્રવતિ, તપોવની તપાધન, ત૫રૂપ ધનવાળા, વરીયા-પૂજનીય છે, પૂજવા યોગ છે, મારમાર-મહાત્માઓ, એ સવેપ, યથાહપણે થાયેગ્યપણે કેવી રીતે તે કે-યુઇન નેતનાસુપ્રયત્નવંત ચિતથી, આજ્ઞાપ્રધાન ચિત્તથી, એમ અર્થ છે. __x" त्यागश्च तदनिष्टानां तदिष्टेषु पवर्तनम् । औचित्येन विद क्षेयं प्राहुर्धर्माद्यपीडया" (આધાર માટે જુઓ) શ્રી યોગબિંદુ, શ્વે ૧૧૦-૧૧૫.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy