SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પંક્તિમાં બિરાજનારા મહાન જ્યોતિર્ધર થઈ ગયા છે. હૂદશનનું પરમ પરમાર્થરહસ્ય સંવેદનારા આ સુપ્રસિદ્ધ “ષટૂદનવેત્તા” હરિભદ્રસૂરિએ, સર્વ મત-દર્શનને આગ્રહ છેડાવનારી અને “ષડૂ દરિશન જિન અંગ ભણજે’ એવી સર્વ દર્શનને સમન્વય કરનારી ગમાર્ગની નવી દિશા અત્ર દાખવી છે. પોતાના સાગરવરગંભીર” વિશાળ પટમાં સર્વને સુગમતાથી સમાવેશ કરતી પરમ ગંભીર ઉદાર આશયવાળી “દિવ્ય દષ્ટિ” અર્પણ કરી, આ તત્વદ્રષ્ટા ગાચાર્યે સર્વમાન્ય વિશાળ ગભૂમિકા પર સર્વદર્શનવાદીઓને સપ્રેમ આમંત્રણ કરી સમાનધમીં–સાધર્મિક બંધુત્વભાવે એકત્ર કર્યા છે; અને ધર્મને નામે કદાગ્રહથી ચાલતા મિથ્યા ઝઘડાઓને આત્યંતિક નિષેધ કરી, વિશ્વબંધુત્વની અનન્ય ભાવના પ્રભાવનારા ગિધર્મને-સનાતન આત્મધર્મને સબંધ કર્યો છે. સુજ્ઞ વાંચકને એ જેઈને સાનંદાશ્ચર્ય થશે કે સર્વદર્શનસમભાવની-રાગદ્વેષ રહિત સહિષ્ણુતાની ઉદાત્ત ભાવના આજથી બાર વર્ષ પૂર્વે આ દિવ્ય દ્રષ્ટા ગીશ્વરે તાત્વિક ભૂમિકા પર કેવી વિકસિત કરી છે ! અને એ જ આ ગ્રંથરત્નની અનેકવિધ વિશિષ્ટતાઓ મધ્યેની મુખ્ય વિશિષ્ટતા છે. ઈ. સ. ૧૯૪૩ના વર્ષની કેઈ સુભગ પળે આવો આ ઉત્તમ ગ્રંથ અવગાહવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું; અને તેને સ્વાધ્યાય કરતાં, આ સતશાસ્ત્ર પર વિશદ વિવેચન કરવાની મને સ્વયંભૂ સ્કુરણ થઈ. એટલે આ સશાસ્ત્રને આશય પરિક્રુટ કરી તેનું ગુણગૌરવ-બહુમાન વધારે એવું બહત ટીકારૂપ સવિસ્તર વિવેચન કરવાની આ હારી અંતર્ પ્રેરણાને મૂર્ત આકાર આપવા આ ઉપક્રમ–જના મેં નિયત કરી : (૧) મૂળ કને કાવ્યાનુવાદ-ગૂજરાતી દેહરામાં. (૨) લોકને શબ્દશઃ અર્થ. (૩) શ્રી હરિભદ્રસૂરિજીની પઝ વૃત્તિનો અક્ષરશ: અનુવાદ ફુટનટમાં. (૪) લેક અને વૃત્તિના આશયને પરિક્રુટ અને પરિપુષ્ટ કરતું સળંગ સવિસ્તર વિવેચન (“સુમનંદની’ બહટીકા નામક). (૫) પ્રત્યેક અધિકાર પ્રાંતે તે તે અધિકારના સારસંહ અને પુષ્ટિરૂપ કલશકાની નવ રચના.-આમ પંચાંગી યોજના નિયત કરી ઉક્ત ઉપક્રમ પ્રમાણે આ સતપ્રવૃત્તિમાં હું પૂર્ણ ઉત્સાહથી પ્રવૃત્ત થયે, અને યથાવકાશ કવચિત્ તીવ્ર-કવચિત્ મંદ વેગે અખંડ પ્રયાણ કરતાં આ વિવેચનાદિ કાર્યની પૂર્ણાહુતિ મે ૧૯૪૫ ના અંતભાગમાં કરી. તેના ફલપરિપાકરૂપ આ ગ્રંથ સુજ્ઞ વિવેકી તત્ત્વરસિક વાચકવૃન્દના કરકમલમાં મૂકતાં મને આનંદ થાય છે. આત્માથે કરવામાં આવેલા આ નમ્ર પ્રયત્નમાં વિગતમત્સર ગુણદોષજ્ઞ સજજનેને જો કંઈ પણ સફળતા ભાસ્યમાન થાય, તે તે કેવળ ગુણનિધાન જ્ઞાની સત્પુરુષના કૃપાપ્રસાદને જ આભારી છે,જેના પરમ સમર્થ વચનામૃતની પ્રબળ ભિત્તિના અવલંબન વિના મ આ પ્રયત્ન “પ્રાંશુલભ્ય’ ફલ પ્રત્યે પંગુચેષ્ટા જેવું જ બન્યા હોત! આ ગ્રંથની બીજભૂત વસ્તુને કંઈક નિદેશ મેં ઉપઘાતમાં કર્યો છે. તેને વૃક્ષરૂપ વિસ્તાર તે તે દષ્ટિના અધિકારમાં ચર્ચવામાં આવેલ છે,–જેના નિર્દેશ માટે અત્ર અવકાશ * જ્ઞાતે નિર્વાગતડાનો તરવાઃ | પ્રેક્ષાગતાં તદ્દી વિવા પાવતે ,દાસ,
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy