SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. (જુઓ વિષયાનુક્રમણિકા). પ્રત્યેક અધિકારના પ્રાંતે તેને સાર આપે છે તે પરથી, તેમ જ તે તે અધિકારના સારસંહ અને પુષ્ટિરૂપ કળશની મેં કરેલી નવરચના પરથી પણ આ ગ્રંથની વસ્તુને સુજ્ઞ વાચકને વિશેષ ખ્યાલ આવી શકશે. અત્રે નિર્દિષ્ટ કરેલ પ્રત્યેક વિષયનો સવિસ્તર વિચાર મેં વિવેચનમાં-સુમનંદની બહાટીકા'માં દાખવ્યું છે. તેમાં પણ ખાસ કરીને ઈછાયેગ, શાસ્ત્રાગ, સામર્થ્યવેગ, અહિંસાદિ યમ, નિમિત્ત અને ઉપાદાન, ગબીજ, અવંચકત્રયી, સમાપત્તિ, વેદ્યસંવેદ્યપદ, અદ્યસંવેદ્યપદ, વિષમ કુતક ગ્રહ, સર્વજ્ઞ તત્વ અભેદ, આક્ષેપક જ્ઞાન, અસંગ અનુષ્ઠાન, ધ્યાતા ધ્યાન અને ધ્યેય, સમાધિ, મુક્ત તત્વ, ઈચ્છાયમાદિ, કુલગી, પ્રવૃત્તચકગી એ આદિ અત્યંત રસમય ને મૌલિક નવીન વિષયે પરત્વે તે મેં અત્ર મહારી “સુમનંદની ટીકામાં વિશિષ્ટ મીમાંસા કરી છે, જે તત્ત્વપિપાસુ “સુમને ને રસપ્રદ થઈ પડશે. તે તે વિષયે મૂળ ગ્રંથમાં પ્રાયઃ સૂવરૂપ સંક્ષેપ નિર્દેશમાત્ર હેઈ, તેને પરમ પરમાર્થગંભીર આશય'નું સૂચન માત્ર કરતાં આટલું ગ્રંથગૌરવ વધી ગયું છે ! તથાપિ આ ગ્રંથગૌરવ પણું પ્રસ્તુત ગ્રંથરત્નના ગુણગૌરવ બહુમાનરૂપ હાઈ ક્ષમ્ય છે. અત્રે સ્વાધ્યાયમય યથાશક્તિ શ્રુતભક્તિ દાખવવાને “અપૂર્વ અવસર” મને પ્રાપ્ત થયે તેથી નિજ ધન્યતા અનુભવી, આ ભક્તિરસ જાતીમાં નિમજજન કરી તત્વસુધારસપાનને રસાસ્વાદ લેવાનું પ્રત્યેક તત્ત્વરસિક સજજનને સપ્રેમ આમંત્રણ કરું છું. “ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, રસનાને ફલ લીધે રે; દેવચંદ્ર કહે મહારા મનને, સક્લ મને રથ સીધે રે.”—શ્રી દેવચંદ્રજી. ૫, પાટી રોડ, ડો. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા મુંબઈ, ૭ એમ. બી. બી. એસ.
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy