SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ વિધિ સાંગે પગપણે જે પ્રદશિત કરે તે યોગશાસ્ત્ર છે. અને તેમાં પણ અનેક યોગશાસ્ત્રના નવનીતરૂપ આ યોગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રનું સ્થાન અનુપમ છે; અનેક નવીન અને મૌલિક વિચારધારાઓ રજૂ કરી અપૂર્વ “ગદિષ્ટ'રૂ૫ દિવ્ય નયનના ઉન્મીલનરૂપ નિમલ બંધ પ્રકાશ રેલાવનાર આ ગ્રંથરત્નનું સ્થાન અનન્ય છે. સાગરનું મંથન કરી વિબુધેએ (દેવેએ) અમૃત વાવ્યું હતુંતેમ શાસ્ત્રસમુદ્રનું મંથન કરી મહાવિબુધ (પ્રાજ્ઞ) મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ આ ગામૃત વળ્યું છે,–જેનું યથાપાત્ર યથેચ્છ પાન કરી આત્માથી મુમુક્ષુ “જેગીજને ” અમૃતત્વને પામે છે. અને આ નિર્વાણરૂપ અમૃતત્વ પામવું અને પમાડવું એ જ આ યુગપથપ્રદર્શક ગ્રંથનું વક્તા-શ્રોતા ઉભય આશ્રયી પરંપર (Ultimate) પ્રયોજન છે, એમ આના મંગલાચરણમાં જ આ મહાન્ યુગાચાર્યોમાં સ્પષ્ટ પ્રકાર્યું છે. આ પરહિતકનિરત શાસ્ત્રકારે માન-પૂજા–કીત્તિ આદિ તુચ્છ કામનાથી રહિત એવા શુદ્ધ આશયથી કેવળ એક આત્માર્થે જ આ સત્વહિતાર્થ પરમાર્થ પ્રવૃત્તિ કરી છે,–જે પરંપરાએ નિર્વાણનું અવધ્ય બીજ છે, મેક્ષનું અમેઘ કારણ છે. અને “કામ એક આત્માર્થનું, બીજો નહિં મન રેગ—એ મહાસૂત્ર હૃદયમાં ધારણ કરી જે કઈ સાચો આત્માથી મુમુક્ષુ શ્રોતાજન આ શાસ્ત્રનું પરિશીલન કરશે, તે પણ યથોચિતપણે અત્રે યોગમાં જ પ્રવૃત્તિ કરશે,–જે તેને પણ નિર્વાણુના અવંધ્ય બીજરૂપ થઈ પડશે; કારણ કે આ ગદષ્ટિ આત્માના આધ્યાત્મિક વિકાસનું માપ છે, આત્મદશા માપક “થર્મોમીટર (Thermometer) છે. એટલે એનું સ્વરૂપ સમ્યક્ પ્રકારે જાણી વિચક્ષણ શ્રોતા તે પરથી પોતાના આત્માની આધ્યાત્મિક પ્રગતિને, આત્મદશાને, આત્માના ગુણસ્થાનને કયાસ કાઢી શકશે. હું પોતે કયી દષ્ટિમાં વત્ત” છું? મહારામાં તે તે દૃષ્ટિના કહ્યા છે તેવા ગુણ-લક્ષણ છે કે નહિં? ન હોય તો તે પ્રાપ્ત કરવા હારે કેમ પ્રવર્તાવું? ઈત્યાદિ પ્રકારે અંતમું ખનિરીક્ષણ (Introspection) કરી આત્મગુણવૃદ્ધિની પ્રેરણા પામવા માટે આ યોગદષ્ટિ આત્માથી શ્રોતાને પરમ ઉપયોગી–પરમ ઉપકારી થઈ પડશે, અને તથારૂપ યથાયોગ્ય આચરણરૂપ યુગપ્રવૃત્તિથી તેને પણ પરંપરાએ મોક્ષનું અચૂક કારણ થઈ પડશે. આમ આ સતુશાસ્ત્ર વક્તા-શ્રેતા ઉભયને આત્મકલ્યાણને અમેઘ હેતુ છે, આત્મસ્વાતંત્ર્યને અચૂક સદુપાય છે. “પક્ષપાત ન જે વીર, ૨ ઃ વિટાgિ સુવિમાનં , તા #ાર્ય પરિષદઃ ”—શ્રી હરિભદ્રસૂરિ વીર પ્રત્યે મને પક્ષપાત નથી અને કપિલ આદિ પ્રત્યે મને દ્વેષ નથી, યુક્તિવાળું જેનું વચન હોય તેનું જ ગ્રહણ કરવા યોગ્ય છે.”—એવા પ્રકારે નિષ્પક્ષ ન્યાયમૂર્તિ જેમ મધ્યસ્થ તત્ત્વપરીક્ષાની વીરગર્જના કરનારા અને મત-દશનના આગ્રહથી પર એવા આ પરમ પ્રામાણિક આચાર્ય આ પ્રાચીન ભારતવર્ષના ભૂષણરૂપ સમર્થ તત્વજ્ઞાનીઓની
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy