SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન (૫૭) ઓઘદષ્ટિ' એટલે સામાન્ય દષ્ટિ, સામાન્ય દર્શન. ઓઘ એટલે પ્રવાહ, પ્રવાહપતિત દષ્ટિ તે ઓઘદષ્ટિ. આમ અનાદિ સંસારપ્રવાહમાં તણાઈ રહેલા અને તેમાં જ રાચનારા એવા ભવાભિનંદી સામાન્ય કોટિના જીવોની દષ્ટિ તે ઓઘદષ્ટિ છે. લેપ્રવાહને ઓઘદષ્ટિ અનુસરતા પ્રાકૃત જનેનું જે લૌકિક પદાર્થ સંબંધી સામાન્ય દર્શન, તે એટલે? એઘદ્રષ્ટિ છે, (Vision of a layman). અને આ એuદષ્ટિ પણ જ્ઞાના વરણીય, દર્શનાવરણીય વગેરે કર્મના ભિન્ન ભિન્ન ક્ષપશમને લીધે–ચૂનાધિકતાને લીધે) જુદા જુદા પ્રકારની, વિચિત્ર પ્રકારની હોય છે. દાખલા તરીકે કે એક દશ્ય હોય તે (૧) મેઘલી રાત્રે ઘણું ઘણું ઝાંખું કંઈક દેખાય, (૨) તેના કરતાં કંઈક વધારે મેઘ વિનાની રાત્રે દેખાય, (૩) તેના કરતાં પણ ઘણું વધારે મેઘલા દિવસે દેખાય, (૪) અને તેના કરતાં પણ ઘણું ઘણું વધારે મેઘ વગરના દિવસે દેખાય. અને તેમાં પણ, (૫) દષ્ટા–જેના જે ભૂત વગેરે ગ્રહથી અથવા ચિત્ત વિભ્રમ વગેરે ગ્રહથી ગ્રહાયેલ હોય તે તેને દેખવામાં, (૬) અને તેવા ગ્રહ રહિત જેનારના દેખવામાં પણ ચિખો ભેદ-ફેર પડે, (૭) અથવા દેખનારે બાલક હોય તે તેના દેખવામાં, (૮) અને પુખ્ત ઉંમરને હોય તે તેના દેખવામાં પણ વિવેકના ઓછાવત્તા પ્રમાણને લીધે, તફાવત હોય. અથવા (૯) કાચ (પડલ-મતીઓ) વગેરે આડો હોવાથી દેખનારની દૃષ્ટિ જે અવરાઈ-ટંકાઈ હોય તો તેના દેખવામાં, (૧૦) અને કાચ (પડલ) આડે ન હોય, તે તેના દેખવામાં પણ જરૂર ફેર પડે. આમ એક જ દશ્યમાં–જેવાની વસ્તુમાં પણ વિચિત્ર ઉપાધિભેદને લીધે જુદા જુદા દષ્ટિભેદ થાય છે. આ દૃષ્ટાંત પ્રમાણે, લૌકિક પદાર્થને, લૌકિક દષ્ટિએ દેખવાના જે જે ભેદ છે, તે તે ઓઘદષ્ટિના પ્રકાર છે. ચોગદષ્ટિ–આમ એક જ લૌકિક દશ્ય દેખવામાં પણ, જુદી જુદી જાતની બાહા ઉપાધિને લીધે, જેમ ઓઘદૃષ્ટિના ભેદ પડે છે, તેમ પરલોક સંબંધી યમાં–આત્મતત્વ આદિના જ્ઞાનવિષયમાં પણ, ક્ષયોપશમની વિચિત્રતાને કારણે જુદા જુદા પ્રકારને ગદષ્ટિ માન્યતાભેદ-દષ્ટિભેદ હોય છે. દર્શનભેદ હોય છે. જેમ કૅમેરાનો પડદો | (Diaphragm) ઓછેવત્તે ખુલ્લે, તેમ દષ્ટિમર્યાદાનું ક્ષેત્ર (Field of vision) વધઘટ થાય છે. તે જ પ્રકારે જેવી પથમની વધઘટ-તરતમતા હોય, જેટલું કર્મનું આવરણ ખસ્યું હોય-કમને પડદો ખૂલ્યો હોય, તેટલું ઓછુંવત્ત દર્શન યોગદષ્ટિવાળા સમકિતી પુરુષને થાય છે. આમ ગદષ્ટિ' એટલે કેગ સંબંધી દષ્ટિ, ગમાર્ગને અનુસરતી એવી દષ્ટા ગી-સમ્યગદષ્ટિ પુરુષની દષ્ટિ (Vision of Yogi); ઓઘદષ્ટિ ને ચગદષ્ટિને આમ પ્રગટ ભેદ છે –
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy