SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૬) મેઘસહિત મેધે રહિત, રાત્રિ દિવસમાં તેમ; ગ્રહ સહિત ગ્રહ રહિત ને, માલ આદિની જેમ; અહીં' જાણવા યોગ્ય છે, એઘદૃષ્ટિ તે તેમ; મિથ્યાદષ્ટિ આશ્રચી, ઇતર્ આશ્રચી એમ. ૧૪. યોગદૃષ્ટિસમુચ્ચય અ:—મેઘવાળા કે મેઘ વિનાના રાત કે દિવસમાં, ગ્રહસહિત કે ગ્રહરહિત, એવા ખાલક કે અબાલકના જેવી અહીં એઘષ્ટિ જાણવી; અને તે વળી મિથ્યાષ્ટિ આશ્રયી કે અમિથ્યાદૃષ્ટિ આશ્રયી પણ હાય. વિવેચન “ સઘન અઘન દિન રયણીમાં, ખાલ વિકલ ને અનેરા રે; અરથ જુએ જેમ જૂજૂઆ, તિમ એઘ નજરના ફેરા રે....વીર. ’ શ્રી યશોવિજયકૃત શ્રી ચા. ૬. સજ્ઝાય ૧–૨ એક તા સમેશ્વ-મેધવાળી મેઘલી રાત્રીમાં દૃષ્ટિ, તે કંઈક માત્ર ગ્રહણ કરનારી હાય છે; ખીજી તા અમેધ–મેધ વિનાની રાત્રિમાં જરા વધારે અધિક ગ્રહણ કરનારી હોય છે; આદિ શબ્દથી દિવસનું ગ્રહણ છે. એટલે એક સમેધ-મેધલા દિવસમાં, તથા ખીજી અમેધ-મેધ વગરના દિવસમાં. અને આ મેમાં વિશેષ છે-તફાવત છે. આ દૃષ્ટિ વળી સંગ્રહ-ગ્રહગ્રસ્ત (ભૂત વગેરે ભરાયેલા) દૃષ્ટાની હોય, અને આદિ શબ્દથી અગ્રહની એટલે ગ્રહગ્રસ્ત નથી એવા દૃષ્ટાની હોય. આ ખેતા પશુ તફાવત હેાય છે,-ચિત્ર વિભ્રમ આદિના ભેદને લીધે. આ વળી ખાલક દૃષ્ટાની હોય, અને આદિ શબ્દથી અખાલકની પશુ હોય. આ બન્નેના પણ વિવેકવિકલતા આદિ ભેદને લીધે ભેદ હાય છે. આ વળી મિથ્યાદૃષ્ટિની એટલે કાચ (પાલ-મેાતીઓ-નેત્રરાગ ) વગેરેથી જેની દૃષ્ટિ ઉપહત– અવરાયેલી–ઢંકાયેલી છે એવાની હાય; અને તેનાથી-કાચ વગેરેથી જેની દૃષ્ટિ ઉપહત–અવરાયેલી નથી એવા અમિથ્યાદષ્ટિની હાય. જેમ આ દૃષ્ટિભે-એક જ દૃશ્યમાં પણુ,-ચિત્ર (જુદા જુદા પ્રકારના) ઉપાધિભેદને લીધે હેમ છે, તેમ પારલૌકિક પ્રમેયમાં–પરલેાક સંબંધી જ્ઞાનવિષયમાં પણુ ક્ષયપશમની વિત્રિતાને લીધે, ચિત્ર એટલે જૂદા જુદા પ્રકારના પ્રતિપત્તિભેદ હોય છે. (માન્યતાભેદ-ગ્રહણભેદુ હોય છે.) આ કારણે આ દ્દશનભેદ એટલે જૂદા જુદા દનાના ભેદ છે, એમ યાગાચાર્યો કહે છે. ખરેખર! આ દ"નભેદતા સ્થિરા આદિ દૃષ્ટિવાળા ભિન્નધિ યોગીઓને હોતા જ નથી, કારણ કે તેઓને યથાવિષય-પોતપોતાના વિષય પ્રમાણે નયના ભેદોને અવમેધ–સાચી સમજણ હાય છે. એએની પ્રવૃત્તિ પણ પરાર્થે હાય છે,-તેમને શુદ્ધ ધનુ' હોવાપણુ' છે તેથી કરીને, તેઓના આગ્રહ વિનિવૃત્ત-અત્યંત દૂર થઇ ગયા હોય છે તેથી કરીને, તેઓનુ' મૈત્રી દિને પરતંત્રપણુ હોય છે તેથી કરીને, અને ચારિચરિક સંજીવની ચરચારણુ નીતિથી (ચારિ સજીવનીચાર ન્યાય પ્રમાણે) તેમના આશયનુ ગ'ભીર ઉદારપણુ' હાય છે તેથી કરીને. હું સોન
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy