SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬] શ્રી આનંદઘન-ચોવીશી નથી. આવા આનંદઘનના અભિપ્રાયના આંબા તુલ્ય હે જિનરાજ દેવ! આ પ્રાણી આપને આનંદઘન અભિપ્રાયના આંબા તુલ્ય ગણે છે અને આપને પંથ કેઈ કાળે બરાબર નિહાળવાનું એને બની આવશે એ આશા પર જીવે છે. સંસારી જીવને ધન, સંતતિ, સુખચેન પ્રાપ્ત કરવાની આશા હોય છે, અને એવી આશાના તાંતણા પર એ ટકી રહે છે, તેવી રીતે આ ચેતન કાળની યેગ્યતા પ્રાપ્ત કરી વખત આવ્યે પથડાને જરૂર નિહાળશે, એ આશાએ એ ટકી રહેલ છે એના આત્મિક જીવનનું જીવનપણું, એનું ધ્યેયલક્ષ્મીપણું અને એની સમુચિતતા એ આશાના અવલંબન પર છે એમ, મારા દેવ! આપ બરાબર જાણશેઃ આ પ્રમાણે અર્થ કરવામાં “આનંદઘનમતઅંબ” ને એક સમાસ ગણી એક શબ્દ તરીકે એને સંબોધનમાં મૂક્યા છે, અને એનું વ્યાકરણ “જિનજી!” શબ્દની સાથે સમાનાધિકરણ– સમાન વિભક્તિમાં ગણ્યું છે. આ અર્થ પ્રથમ દષ્ટિએ બંધબેસતે લાગે છે. આનંદઘન-અભિપ્રાયના આંબા–કેરી તુલ્ય હે જિનદેવ! આપ બરાબર સ્વીકારજે કે આગળ ઉપર કાળલબ્ધિ પ્રાપ્ત થતાં આપના પંથને નિહાળવાની મને પૂરેપૂરી આશા છે અને એ આશાના ટેકા પર જ આ પ્રાણી અત્યારે તે ટકી રહેલ છે. ઉન્નત ભાવનાશાળી, પ્રગતિગામી, આત્મલક્ષ્મી જીવને પિતાના જીવનની વાસ્તવિકતા કાં તે પ્રાપ્તિમાં લાગે, કાં તે પ્રાપ્તિના પ્રયત્નમાં લાગે અથવા છેવટે પોતે પ્રાપ્તિની આશાને માગે છે તે પર લાગે. આ રીતે પિતાના જીવનની વાસ્તવતા બતાવવા સાથે પંથે નિહાળી શક્યો નથી એ વાતને સ્વીકાર પણ કરી દે છે. આનંદઘનમતને બ” શા માટે કહ્યો, એ વાત તે ઉઘાડી છે. એ જુદે મત નથી, એ સંપ્રદાય નથી, એ તે આત્મદર્શનને માર્ગ છે, અનેકાંતમતનું જીવન છે, આત્માને સક્ષાત્કાર કરવાને રસ્તે છે. એટલે આંબે જેમ ગરમીથી ત્રાસ પામેલાને આશ્રય આપે અને ફળરૂપે મધર કેરીઓ આપે, તેમ સંસારના પારાવાર તાપથી ગરમ બની ગયેલ પ્રાણીઓને આ આનંદ ઘનમત શાંતિ અને આશ્રય આપે અને યોગ્ય કાળે મધુર ફળ આપે. આવા આનંદઘનમતના આંબા તુલ્ય તે જિનવરદેવ છે અને તેના સંબોધનમાં આ “આનંદઘનમત અંબ” શબ્દ વપરાય છે, એ ભાવ મુખ્યત્વે આ ગાથામાંથી ફલિત થાય છે. આનંદઘનમતને આ કારણે આંબાનું રૂપ યોગ્ય રીતે અપાયું હોય એમ લાગે છે. સંસારી જીવની અપેક્ષાએ જોઈએ તે, પ્રાણી અમુક શેઠ કે અધિકારી, રાજા મહારાજા કે દીવાન કઈ દિવસ ફળશે એવી આશામાં વર્ષો ગાળે છે, તેમ આ સાધ્યસન્મુખ થયેલે ચેતન ભગવાનને કહે છે કે કાળલબ્ધિ લેશું ત્યારે પંથને જરૂર નિહાળશુંઆવી આશાના અવલંબને આ પ્રાણી પિતાનું આત્મિક જીવન ટકાવી રહેલ છે. એટલે પ્રથમ સ્તવનમાં પ્રભુને પ્રીતમભાવ સ્વીકાર્યો અને બીજા સ્તવનમાં એને પ્રભુને માર્ગ નિહાળવાની સાચી આશા બંધાણી એટલે સુધી વાત આવી. ધ્યાનમાં રહે કે હજુ સુધી એના વિશિષ્ટ અર્થમાં પ્રાણીને માર્ગ પ્રાપ્તિ થઈ નથી, માર્ગ દર્શન થયું નથી, ગાવંચકપણું પ્રાપ્ત થયું નથી, પણ સાચી દિશા સાંપડી છે અને એ માગે અંતે પિતાને ઉદ્ધાર થશે એવી ખાતરી થતાં એ માર્ગે આગળ વધવા એ આશાના
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy