SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૨: શ્રી અજિતનાથ સ્તવન [પ૭ અવલંબને ખેંચાય છે. વિકાસમાર્ગમાં એનું હુજુ કર્યું સ્થાન છે એ લક્ષ્યમાં રાખવું. સૂચિત અર્થ_આનંદઘન મત અંબ” આ પદને મને એક નવીન અર્થ સૂચિત થાય છે. હે આનંદઘન! તું ખાટો થઈ જા મા, તું નારાજ ન થા. “અંબ” શબ્દનો અર્થ પ્રાકૃત કેશ પ્રમાણે ખાટ, અસ્ત થાય છે. અંબ શબ્દ નામ હોય ત્યારે તેને અર્થ આંબો થાય છે; “છાશ, મો, નિષ્ફર વચન વગેરે અર્થો પણ થાય છે. અને એ શબ્દ વિશેષણ હોય ત્યારે એને અર્થ તામ્ર કે લાલવર્ણવાળે” થાય છે. એ કિયાપદ હેય તે “અંબ” ધાતુને અર્થ “જવું” થાય છે. હકીકત એમ છે કે પ્રભુની સ્તુતિ કરતાં અને પંથનું અવલેકન કરતાં આ પ્રાણી જરા મૂંઝવણમાં પડી ગયે, એને અવલોકન કરતાં જણાવ્યું કે રાગ-દ્વેષાદિ મહામલેને ભગવાને જીત્યા છે, તેનાથી તે પિતે જિતાઈ ગયું છે. એને શંકા પડી કે પિતે એવા સંગમાં પુરુષનું–નરનું -બહાદરનું નામ ધારણ કરી શકે ખરો ? અને પછી એણે માર્ગ નિહાળવાને એકથી વધારે ઉપાયે વિચાર્યા, એમાં પણ એને બરાબર ઘાટ ન બેઠો, એને માર્ગદર્શનના ચાર માર્ગોમાં વિરલતા લાગી. અંતે એને દિવ્ય નયન (વિશિષ્ટ જ્ઞાન)ને વિરહ સાલે અને છેવટે વત્તા-ઓછા યેગને અનુસરે વત્તા-ઓછો બેધ માત્ર આધાર છે એમ લાગ્યું. પણ એને ખાતરી થઈ ગઈ કે કાળલબ્ધિની નજરે યોગ્ય કાળે આવશે ત્યારે પિતે માર્ગને બરાબર નિહાળશે. આ આશાના ટેકાએ આ પ્રાણી જીવે છે, એમ હે પ્રભુ! તમે જાણજે. અહીં ચેતનની સ્તવના કે ચિંતવના પૂરી થાય છે. - પછી એ પિતાની જાતને કહે છે કે હે આનંદઘન! હે ચેતન ! તું ખાટો થઈ જઈશ મા, નિરાશા ધારણ કરીશ નહિ. તને એમ લાગ્યું કે તારું નામ પુરુષ કેમ હોઈ શકે?—એવી ચિંતા કરવાની જરૂર નથી. કાળલબ્ધિને લઈને તારાથી પણ પંથને નિહાળવાનું કામ બની શકશે અને એ સફળ આશાના ટેકા ઉપર જ જીવવાનું બને છે, એમ એ પિતે ભગવાનને ચેખા શબ્દમાં કહી દે છે અને છેવટે પિતાની જાતને કહે છે કે હે આનંદમય ચેતન! તું અંબ (ખા) મત ( મા નહિ) થઈ જા ! તારે માટે સારું ભવિષ્ય છે, સ્થિતિ પરિપકવ થવાની તારે આશા છે અને એ આશા એ મેટ ટેકે છે. આ પ્રમાણે સૂચિત અર્થ કરતાં ચેતનરાજે પથડે નિહાળવાનું જે કામ સ્તવનની શરૂઆતમાં આદર્યું અને માર્ગદર્શનમાં જે મુશ્કેલીઓ જણાય તેને અંગે ભવિષ્યમાં સર્વ ઠીક થઈ જશે એ આશા પર વાત મૂકી, ત્યાં એનું કથન પૂરું થાય છે અને પછી તે પોતાની જાતને ૧. આ પ્રમાણે સૂચિત અર્થ કરવામાં “અંબ” શબ્દને આજ્ઞાથે બીજા પુરુષનું એક વચન ગયું અને મતને અર્થ “મા” “નહિ” એમ ગણ્યો. આ સુચિત અર્થે વિચારવા યોગ્ય છે. સંસ્કૃત કેશ પ્રમાણે 1' ધાતુ આત્મને પદ, પ્રથમ ગણને છે, તેનો અર્થ “જવું' એવો થાય છે. તે. આ ભાવ લેવામાં આવે તો હે આનંદઘન, તું જા મા’-નિરાશ ન થઈ જા, તારે માટે હજુ ભવિષ્ય છે–આ પ્રમાણે ભાવાર્થ થાય છે.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy