SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ : શ્રી અજિતનાથ સ્તવન [ ૫૫ આત્મશક્તિ આપનામાં વ્યક્ત થયેલી છે. તેમાંથી જરૂર જેટલી શક્તિ મને આપે. એકલી ભાવલબ્ધિથી મારું કામ થઇ જશે. એકાદ દાખલા આપું : હાથીના બચ્ચામાં ચાલવા જેટલી શક્તિ હોતી નથી, એનું શરીર ડગમગતું હાય છે, એના પગ જમીન પર ટકતા નથી; આવું બચ્ચું પણ જ્યારે ગજવરની પાસે હોય ત્યારે એના અંગમાં જોર આવી જાય છે અને એ ગાજવા મ`ડી જાય છે. તેમ આપ મારામાં શક્તિ પ્રેરા, તા મારું કામ થઈ જાય. મારે તે આપના (ગજવરના) ટેકાની જરૂર છે; માટે કાળલબ્ધિની વાત જવા દો અને આપની પાસે ભાવલબ્ધિ છે તેમાંથી જરા મને આપે. આ ટાંચણમાં · કાળલબ્ધિ ’શબ્દ સમયની યેાગ્યતાના અર્થમાં વપરાયા છે. તે અર્થાંમાં ચાલુ છઠ્ઠી ગાથામાં આનંદઘનજીએ એ શબ્દ વાપર્યો હોય, એમ છે. આ ચેતનરાજને ખાતરી છે કે પાંચ સમવાયી કારણેા પૈકી કાળ–સમયની યાગ્યતા પ્રાપ્ત થશે, તદ્યોગ્ય સમય આવશે, ત્યારે પથને નિહાળવાનું કામ ખરાબર થઇ આવશે. ત્યાં સુધી તે તરતમ યેાગે એછી-વત્તી વાસના થાય તેની છાંટવાળા બેોધ જ આધારભૂત છે. 6 આશા આશા 'ના સબંધમાં આનંદઘનજી પોતે અઠ્ઠાવીશમા પટ્ટમાં ગાઈ ગયા છે કે આરનકી કયા કીજે ?' અને છતાં અહીં આશા ઉપર માટે ટેકો ગણ્યા છે. અન્ને વાતમાં જરા પણ વિશેષ નથી. ત્યાં પારકી આશા એટલે તેમાં સ્થૂળ અથવા પૌદ્ગલિક વસ્તુની પ્રાપ્તિને અંગેની હકીકત છે અને એવી આશા કરનારને પૂંછડી હલાવનાર કૂતરાની સાથે સરખાવેલ છે; પણ કાળલબ્ધિ મળે ત્યારે પથ નિહાળવાના પરિણામની આશા રાખી તેનું અવલ’બન કરવું તેના વાંધા નથી, કારણ કે કાળલબ્ધિ પ્રાપ્તિ થયે જે અનુભવ થવાના છે, તેમાં તે આશા દાસી પર વિજય મેળવવાના છે. એટલે એવી આશા રાખીને બેસી રહેવું અથવા તઘોગ્ય પ્રયાસ કરવેા, એમાં જરા પણ વિરોધ નથી. આ ચેતનરાજ (પ્રાણી )–પોતે આવા પ્રકારની આશાના અવલબને ( જ ટકી રહ્યો છે. · આનંદઘનમત ’—શુદ્ધ આત્મદશાના મત. આનંદઘન મહુારાજનું આખું જીવન આત્મશેાધન, આત્મચિંતવન અને આત્મમાના વિલેાકનમાં ગયું છે. એને એક રીતે આનંદઘન મત કહી શકાય. ખાકી ગચ્છના અને વાડાના ભેદો તરફ અણગમો તેમણે દાખવ્યા છે; તે જોતાં આનંદધન પેાતાના કોઈ જાતના મત ચલાવવા ઇચ્છતા હાય કે તેવા કોઈ મત તે કાળે ચાલતા હોય, તે વાત તે વ્યવહારથી, ઇતિહાસથી કે ધાર્મિક દૃષ્ટિથી અકલ્પ્ય છે. ‘આનંદઘનમત 'ના બીજો અર્થ · સ્યાદ્વાદમત ’એમ પણ થઈ શકે. આનંદઘન મહારાજના કોઈ પણ અલગ મત, સંપ્રદાય કે ગચ્છ નહાતા, તે તે તે કાળના ઇતિહાસ સાક્ષી પૂરે છે. શ્રીમાન યશેાવિજયજી ઉપાધ્યાય મહારાજ જેવા એમને અષ્ટપદી લખીને માટું માન આપે એ વાત મતના ઉપરના અર્થની સાથે મેળ ખવરાવે તેવી પણ નથી. એ જિનજી કેવા છે? એ આનદધનના મત એટલે અભિપ્રાયના આંબા જેવા છે. આમા દર વર્ષે ફળે છે, એની મીઠાશ સદૈવ વધતી અને એમાં કડવાશ, તુરાશ કે ખારાશને સ્થાન
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy