SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪] શ્રી આનંદઘન-ચોવીશી આધારે એણે માર્ગદર્શન કરવાનું હાથ ધર્યું છે, પણ એને પૂરેપૂરી આશા છે કે વખત જતાં, યોગ્ય અવસર આવશે ત્યારે, વીતરાગમાર્ગને બરાબર નિહાળશું. અહીં, આગળ જણાવ્યું છે તેમ, નિડાળવાને અર્થ અવેલેકવાને કે ઉપરઉપરથી જેઈ જવાને નથી, પણ સ્પષ્ટતાથી તેને અનુસરવાને છે. તતમ બેધને પરિણામે આ વીતરાગમાર્ગ અનુસરવા ગ્ય છે એમ તે એને બરાબર જણાયું છે, પણ શારીરિક-માનસિક નિર્બળતાને કારણે અને તદ્યોગ્ય નિર્ણયશક્તિને અભાવે એ પંથને નિહાળવાનું કામ હાલમાં પૂરેપૂરું કરી શકે તેમ નથી. પણ એથી એ નાસીપાસ થતું નથી. એને મનમાં પૂરેપૂરી આશા છે કે વખત થશે, સ્થિતિ પાકશે, ત્યારે એનું માર્ગ નિહાલનનું કામ બરાબર થઈ જશે. કાળલબ્ધિને બરાબર ઓળખવાને પ્રયત્ન કરીએ. પાંચ સમવાયી કારણમાં કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને ઉદ્યોગ–એમ પાંચને જૈન વિકાસમાર્ગમાં ઉપયુક્ત સ્થાન છે. પાંચે કારણને વેગ મળે ત્યારે એક કાર્ય થાય છે. કઈ પણ વસ્તુ થવામાં એ થવાનો સમય પાક જોઈએ. આ અમુક સમયે જ પાકે, ગર્ભ નવ માસે જ પાકે, ઉનાળામાં ગરમી પડે, શિયાળામાં ઠંડી પડે, દૂધનું દહીં ત્રણ પોર પછી જ થાય વગેરેમાં કાળને સમવાયી કારમાં સ્થાન આપવામાં આવ્યું છે. એટલે જ્યારે કાળને લાભ (લબ્ધિ) પાકશે ત્યારે પંથનું નિહાલન મારાથી બની આવશે એ આશાના ટેકાએ હાલ તે હું જીવું છું. આ આશા કાંઈ જેવી તેવી ચીજ નથી અને એ નિરાશાવાદીનું વચન નથી. તરતમ બોધથી એ સમજી ગયા છે કે માર્ગદર્શનની મુશ્કેલી છે, છતાં જ્યારે એને સ્થિતિકાળ પાકશે ત્યારે એનું પંથ નિહાલનનું કામ જરૂર પૂરું થશે, આખરે આનંદઘનના મત રૂપ અંબે જરૂર ફળવંતે થશે, અને ગ્ય સમયે આપે જે ગુણો પર વિજય મેળવી આપ તેના ધામ બન્યા છો, અને જેનાથી હું જિતાઈ ગયે છું, તેના ઉપર વિજય મેળવીને હું પણ માગે ચઢી જઈશ. પ્રથમ “કાળલબ્ધિ” શબ્દને સમજીએ. પાઈયસમહષ્ણુમાં લબ્ધિ (લદ્ધિ) શબ્દના અનેક અર્થ આપ્યા છે.૧ કાળલબ્ધિ એટલે સમયને પરિપાક. તદ્યોગ્ય કાળને વિપાક. આ “કાળલબ્ધિ” શબ્દ પર ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજીએ શ્રીસંભવનાથના સ્તવનમાં ભારે મજા કરી છે. તેઓ કહે છે : કાળલબ્ધિ નહિ મતિ ગણો, ભાવલબ્ધિ તુમ હાથે રે; લથડતું પણ ગજ બચ્ચું, ગાજે ગજવર સાથે રે. સંભવ જિનવર વિનતિ. પ્રભુને કહે છે કે, અત્યારે કાળલબ્ધિ નથી એમ આપ ન ગણી લે; એ ગણતરી કરો તે મારે રખડવું પડે. એટલે અત્યારે મક્ષ જવા યોગ્ય કાળ નથી એમ આપ ન ગણે આપ એમ ગણો તે માટે આપને જણાવવું પડશે કે આપની પાસે ભાવલબ્ધિ છે, મોક્ષગમન મેગ્ય ૧. લબ્ધિ ને અર્થ પક્ષમ, સામર્થવિશેષ, અહિંસા, પ્રાપ્તિ, લાભ, યોગ્યતા–આટલા અર્થ પ્રાકૃત શબ્દકોશમાં આપ્યા છે. ૨. “મતિ” એટલે મત નહિ ( dont ); મતિનો અર્થ અહીં બુદ્ધિ નથી.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy