SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૬ શ્રી આનંદઘન-ચાવીશી એ બચ્ચાના ખેલ નથી એ વાત પર ધ્યાન ખેંચવા સાથે એની અશક્યતા ખૂંચે તે બારીક અવકન થાય, એ વાત પણ ધ્યાનમાં રાખવા લાયક છે. આ રીતે આ ત્રીજી ગાથામાં માર્ગદર્શનના બે અગત્યના ઉપા–પુરુષપરંપરાના અનુભવનું દર્શન અને આગમશાસ્ત્રોમાં બતાવેલ વસ્તુ વિચારણ—એની મુશ્કેલી કે વિરલતા બતાવી અને એ રીતે વીતરાગદેવના પંથને ઊંડા ઊતરી વ્યવહારુ આકારે નિહાળવામાં કેવી કેવી અડચણે નડે છે તેને બહાર આણી. પણ હજુ પણ આ પ્રાણી અવલોકનને છોડી દેતું નથી. એને ચીવટ ઘણું છે, એને અંદરથી તમન્ના લાગી ગઈ છે અને એ અવલોકના દ્વારા નિહાળવાની વાતની પાછળ પડ્યો છે. હજુ પણ તે નિહાળવાના કામમાં આગળ વધે છે. આમાં અમુક રીતે ક્રિયા થાય તે જ ભગવાનને પંથ સાંપડે, એથી ઊલટી રીતે કે ફેરફાર કરનાર ધર્મવિધી કહેવાય અને ક્રિયામાગમાં એકાંત આગ્રહીને ધર્મ વિકાસમાં કયું સ્થાન આપે તે સ્વતઃ વિચારી લેવું. કિયાની સમાનતા ઉપયોગી છે, પણ અપેક્ષાદૃષ્ટિએ સમજણપૂર્વક ફેરફાર કરવામાં આવે તે, ધર્મબુદ્ધિ નાશ ન થતી હોવાને કારણે, આરાધક ભાવ રહે છે એ વાત સમજી જવાય તે ગચ્છ કે મતના જે ઝઘડા ઠામઠામ દેખાય છે, તે અર્થ વગરના થઈ જાય છે અથવા એની અંદરનું અણુઈચ્છવા ગ્ય ઝેરી તત્વ ખલાસ થઈ જાય, એ વાત ખૂબ ધ્યાનમાં રાખવા જેવી છે. ચરણસ્થાનકને જરા પણ ઢીલું પાડ્યા વગર ગચ્છના ભેદોની અપેક્ષા સમજવામાં આવે તે ઇરિહાવહિયા બે વાર બોલનાર અને એક વાર બેલનાર અપેક્ષાએ આરાધક હોઈ શકે, પાંચમ કે એથને દિવસે સાંવત્સરિક પ્રતિકમણ કરનાર અતિહાસિક દષ્ટિએ સાચા હોઈ શકે. આવી અપેક્ષા સમજવામાં આવે તે વસ્તુવિચારણને અંગે અને સાપેક્ષ નજરે બને સાચા હોઈ શકે અને છતાં જૈન સંયમ-થાન કે ચારિત્રવહુનને વાંધો ન આવે, એટલું સમજાય તે પિતપોતાની સમજણ પ્રમાણે કિયા કરવા છતાં ધર્માનુસારીપણું ચાલુ રહી શકે છે, એ વાત ગળે ઊતરી જાય. આ દૃષ્ટિએ આખી વીતરાગમાર્ગની વાટડીને અવલોકવાની ખાસ જરૂર છે. એ માર્ગને નિહાળવાના બીજા એક વધારે ઉપાયની વિચારણા કરીએ. (૩) તર્કવિચારે ૨ વાદ પરંપરા રે, પાર ન પહુંચે કેય; અભિમત વસ્તુ રે વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જેય. પંથડો૪ અથ–તર્કની રીતે-ન્યાયની ઝડીમાં ઊતરીએ છીએ તે તેમાં તે વાદવિવાદની ચર્ચામાં તણાઈ જવાય છે અને તે રીતે તે કઈ છેડ–કાંઠો મેળવી શકતું નથી. અને આપણને લાભ પાઠાંતર–પહુંચે--પહોંચે, પિકચે. અભિમત - અભિમતે. વસ્તુગતે – વસ્તુગતિ. જગ – જગિ (૪). શબ્દાર્થ –તકે વિચારે = ન્યાયમાગે, વાદવિવાદ–ચર્ચાની નજરે, અથવા તક એટલે કલ્પના, મનઘડંત વિચારણ વાદ = ભાંજગડ, શાસ્ત્રાર્થ, થીયરી Theory. પરંપરા = શ્રેણી, હાર. પાર = છેડો, કાંઠે. ન પહોંચે ન જઈ શકે. કેય = કોઈ પણ અભિમત = ઈચ્છિત, ઈન્ટ, મેળવવા યોગ્ય, પરિણામે લાભકારક. વસ્તુ = ચીજ, સાર, તત્ત્વ. વસ્તુગતે = જેવી હોય તેવી, બરાબર, યુક્ત. કહે = જણાવે, બતાવે, સમજાવે. વિરલા = ભાગ્યે જ મળી આવતા, થોડા. જગ = જગતમાં, દુનિયામાં. જોય = જોવામાં આવે છે, જોઈએ છીએ.(૪).
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy