SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૨: શ્રી અજિતનાથ સ્તવન [પ ખ્યાલ કરતાં કે એના પરિષહ અને ઉપસર્ગોને બરાબર લક્ષ્યમાં લેતાં, એનાં તપ, ત્યાગ અને મહાવ્રતની ભાવનાએ વિચારતાં કે એના ત્યાગ વખતે થતી વિચારણાને લક્ષ્યમાં લેતાં એ માર્ગ ઘણે આકરે લાગે છે. જે માગે પ્રભુ ગયા, જે મહાન ત્યાગ પ્રભુએ કર્યો, જે ભેગો વીતરાગ દેવે આપ્યા, જે સ્વપરનું વિવેચન જિનદેવે કર્યું, જે સંસારને ભગવાને તિલાંજલિ આપી, જે ખાવાપીવાની કે ભેગવવાની વસ્તુ પર કાબૂ મેળવ્યું, ત્યાં તે આપણને પગ મૂકવાનું પણ સ્થાન રહેતું નથી, ત્યાં નિહાળવાની વાત તે બાજુ પર રહી, પણ અંદર પગ ટકાવવાનું કે મૂકવાનું ઠેકાણું પણ મળતું નથી. ચરણધરણના બે અર્થ સૂઝે છે : ચરણ એટલે પગ અથવા ચરણ એટલે ચારિત્રમાં ચર્યા. માત્ર આગમદષ્ટિએ વસ્તુને વિચાર કરવામાં આવે તે ચરણસિત્તરી-કરણસિત્તરી ધારણ કરવાનું મહાઆકરું લાગે છે, એને માટે કામ મળતું નથી અથવા આગમદષ્ટિએ વસ્તુ વિચારણા કરવામાં આવે તે પગ મૂકવાનું કામ પણ મળતું નથી. વીતરાગદેવે વસ્તુના વસ્તુગત ભાવે બતાવ્યા છે, એમાં ઇન્દ્રિય પર અને કષાય-વિકાર પર સંયમ રાખવાની જે વિગતે બતાવી છે, એમણે જે પરિષહ-ઉપસર્ગો સહન કર્યા છે, એમણે જે કર દેષ રહિત આહાર લેવાનો પિંડવ્યવહાર બતાવ્યું છે અને એમણે જે શરીર પર મહમમતાને ત્યાગ બતાવી મન પર સંયમ રાખવાની અનેક બાબતે ભારે ઝીણવટથી પણ ચેખવટ પૂર્વક બતાવી છે, ત્યાં તે માર્ગ નિહાળવાનું એટલે એને સમજીને અનુસરવા કે તેમણે બતાવેલ માગે વર્તવાની વાત તે શી કરવી, પણ ત્યાં તે પગ મૂકવાની વાતનાં પણ ઠેકાણું પડે તેવું નથી. અહીં માગે નિહાળવામાં અને અવેલેકન કરવાની બાબતને તફાવત બરાબર ધ્યાન પર આવે છે. માર્ગનું અવલોકન કરી જવું હોય તે તે આગમના ગ્રંથની અવલોકન થાય એટલે વાત પતી જાય, એના અભ્યાસથી માર્ગ કે છે તે સમજાય અને વસ્તુવિચારણા થઈ જાય, પણ એ વંધ્ય અવકનાને “પંથડના નિહાળવામાં સ્થાન નથી. ફળ વગરની અવેલેકના નિરર્થક છે, ત્યાગભાવ વગરનું જ્ઞાન નિષ્ફળ છે, અમલ વગરની કથા-વાર્તા કે ચર્ચા નકામી છે. “પથડાને નિષ્ફળ એટલે માર્ગને જોઈ-જાણી-વિચારી તેને અનુસરો. અને એ રીતે જોતાં પ્રભુ વીતરાગદેવે જેને જીત્યા તેનાથી પિતે જિવાઈ ગયે એ વાતની અને પ્રતીતિ થાય છે. એટલા માટે જ્ઞાનવિમળસૂરિ ચરણને અર્થ ચર્યા બતાવી ચારિત્રની દુર્લભતા લાગે એટલે ચરણના ધરણહાર ધરતી પર પ્રગટતા નથી અથવા ચરણસ્થાનક એટલે સંયમસ્થાનકની આગમદષ્ટિએ દુર્લભતા લાગે છે એ અર્થ સૂચવે છે, તે પણ ખાસ વિચારવાયેગ્ય છે. ત્યાં “ધરણ” એટલે ધરણી–પૃથ્વી એ અર્થ કર્યો છે એટલે ચરણ-ચારિત્ર-સંયમને ધરણી પર નથી એ ભાવ બતાવ્યા છે તે વીતરા ગમાર્ગની દુર્લભતા સૂચવે છે. આ સૂચિત અર્થે વિચારતાં ચારિત્રની મુશ્કેલી સૂચવાય છે. પણ અશક્યતા બતાવાતી નથી, એ ધ્યાન પર રાખવા ગ્ય છે. બાકી માર્ગ નિહાળવાની બાબત,
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy