SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ : શ્રી અજિતનાથ સ્તવન [ ૪૭ કરનાર ઇચ્છિત વસ્તુને, એના લાભકારક અને પરિપૂર્ણ અંશે ખરાખર કહે તેવા માણસો તે આ દુનિયામાં ભાગ્યે જ સાંપડે છે, કવચિત જ મળી આવે છે. ટમે—અને તક વિચાર કરતા વાદપરપરાવચન વિતંડા થાય છે, કુયુક્તિના પાર કોઈ પામતા નથી. અભિમત જે આગમષ્ટિ વસ્તુગત મધ્યસ્થભાવે હઠ વિના જે કહે તેવા પુરુષ સ'સારમાં ઘેાડા દીસે છે. ખીજા શ્રી અજિતનાથ. (૪) 6 વિવેચન—ત-ન્યાયને માગે પથ નિહાળવાના ઉપાય વિચારતાં આખું જૈન તત્ત્વજ્ઞાન તને અનુકુળ, એના આખા નયવિભાગ, સમભ’ગી, મેાક્ષમાર્ગનું વાહીપણું વગેરે અનેક ખાખ તની સાથે, તની કસોટીમાં ખરાખર મેળ ખાય તેવી છે. અને ‘સ્યાદ્વાદરત્નાકર ’‘ અનેકાંતજયપતાકા ’ અને સન્મતિતક આદિ ગ્રંથે। અને તત્ત્વાથ પરની મહાન ટીકાએ તથા ' ખ’ડનખાદ્ય' જેવા તર્કના આકર ગ્રંથાના વિચાર કરતાં અથવા ‘ સ્યાદ્વાદમંજરી ’ આદિ અનેક ગ્રંથવૈભવના ખ્યાલ કરતાં ન્યાય કે તના એ જબરજસ્ત કિલ્લા છક કરી નાખે તેવા છે. પણ ન્યાય અને તર્કના તિ શ્વેત્...TM ( એમ ધારતા હો તો.......નહિ.) એ રીતે શંકા–જિજ્ઞાસા અને ચર્ચાને એમાં એટલું બધું સ્થાન છે કે એને પાર જ આવે નહિ. એક આત્માની સિદ્ધિમાં આયુષ્ય પૂરું થઈ જાય એટલા ગ્રંથા હોય કે એક પરભવ હેાય કે નહિ એની વિચારણા અને ચર્ચામાં અરધા ભવ પૂરો થઈ જાય તેટલી રાત-દિવસ ચર્ચા ચાલે ત્યાં પારકાં પમાય ? અને ચર્ચા કે પ્રશ્નપર’પરા, શંકાસમાધાન કે વાવવાદનું તા એવું છે કે એની ઝપટમાં પ્રાણી આવે તે પછી એક વાતમાંથી બીજી અને ખીજીમાંથી ત્રીજી—એમ ચાલ્યા જ કરે છે. ઘણીવાર તર્ક પર પરાની રમઝટમાં કયાંથી વાત શરૂ કરી હતી અને કઈ વસ્તુથી સિદ્ધિ માટે દલીલબાજી આદરી હતી, તેનું પણ ધ્યાન રહેતું નથી અને વાદવિવાદનું રૂપ લઇ અનેકવાર અંગત આકાર પકડી લે છે. અને કેટલીક વાર ચર્ચા શરૂ કર્યા પછી કઈ બાબતની ચર્ચા ચાલી હતી તે વીસરાઈ જતા આડે રસ્તે ઊતરી જવાય છે. અને કેટલીક વખત કયા ગ્રંથાને કે કયાં વચનાને આધારભૂત-પ્રમાણભૂત ગણવાં તેની આડચર્ચામાં મૂળ વાત વીસરાઈ જાય છે. તની વાત જેટલી તત્ત્વને લાગે છે, તેટલી જ ક્રિયામાને પણ લાગુ પડે છે. આત્મા છે કે નહિ વગેરે તત્ત્વની બાબતમા તક મેટાં રણાંગણા રચે છે તેટલી જ ગંભીરતાથી ક્રિયામા ના અઘડામા તર્કના ભારે દુરુપયોગ થાય છે અને સામસામા આક્ષેપના મારચા મ`ડાય છે. અને કેટલીક વાર તા છાવણીએ બધાઇ જાય છે. તેા ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી કહે છે તેમ— वादांच प्रतिवादांश्च वदन्तो निश्चितान् तथा । तत्त्वान्त नैव गच्छन्ति तीवपीलकवद् गतौ ॥ (વાદવિવાદ અને પ્રતિવાદ કરતાં ઘાંચીની ઘાણીની ગતિ થાય છે, તેમાં તત્ત્વના પાર પમાતા નથી.) અને ઘાણીની માફક ગાળ ગતિ (arguments in a circle ) બહુ ભયંકર ચીજ છે; પણ વાવિવાદ કરનારને ખૂબ સુલભ છે. તેઓની પેાતાની વાત સાચી કરવાની પદ્ધતિ જરા ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરી હોય તે એમાં તેા કઢી છેડો આવે કે કોઈ ચર્ચા "
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy