SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ] શ્રી આન‘ઘન-ચાવીશી ,, ( થાય ) ખેલવી કે ચાર ખેાલવી, સામાયક કરતી વખતે કરેમિ ભંતેના પાઠ એક વાર ખેલવેા કે ત્રણ વાર ખેલા, મૂર્તિપૂજા કરવી જોઇએ કે નહીં— —આવા નાના-મોટા મતભેદો પાર વગરના થયા છે. એમાંના બહુ જાણીતા ઝઘડા કે મતભેદોના ઉપરછલ્લા ઉલ્લેખ “નવયુગના જૈન નામના મારા પુસ્તકમાં થયા છે. એ ઝઘડાનાં મૂળાના આખા ઇતિહાસ જોતાં શ્રી સુયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુત સ્કંધના પ્રથમ અધ્યયનના બીજા ઉદ્દેશકની ૧૯મી ગાથા યાદ કરવાનું મન થઈ જાય છે. ત્યાં જણાવવામાં આવ્યું છે કે— अंधो अंध पहं नितो दूरमद्वाण गच्छति । आवज्जे उप्पहं जंतू अदुवा पंथाणुगामिए ॥ અધ માણસ આંધળાને દોરીને લઇ જાય તે વિવક્ષિત માથી જુદા જ માગે લઈ જાય છે અર્થાત્ અંધ જન્તુ ઉત્પથમાં જઇ પડે છે. અથવા તે અન્ય માર્ગને અનુસરે છે. દોરવણી આપનાર અને દોરવણી લેનાર બન્ને અંધ હોય ત્યાં ધારેલ સ્થાનકે પહોંચવાના સવાલ જ રહેતો નથી. એમાં તે આખું લશ્કર કૂવામાં પડી જવાના પણ ભય રહે. આવી ખાખત અનેક પ્રસંગે બની છે. સ્યાદ્વાદના પ્રરૂપ, ભાષાસમિતિને ખૂબ મહત્ત્વ આપનાર જ્યારે સંપ્રદાય કે ગચ્છના ઝઘડામાં પડી જાય છે, ત્યારે વિવેક, સભ્યતા કે અનેકાંતવાદિતા સ ભૂલી જાય છે. એને પેાતાના અભિપ્રાયના એવે આગ્રહ થઇ જાય છે કે એને પોતાની માન્યતાવાળી વાત જ સાચી લાગે છે અને તે સિવાય અન્ય કે અન્યત્ર સત્ય હોઇ શકે, એવે! ખ્યાલ પણ એસી શકતા નથી. ધમની ખાખત આવે ત્યાં અપેક્ષાવાદને સમજનાર પણ અપેક્ષાષ્ટિ ગુમાવી બેસે છે; ત્યાં મતાગ્રહ એવા ચીકટ જામી જાય છે કે એ એકાંતવાદી બની જાય છે. પુરાણા કાળના મતભેદો જુએ કે વમાન કાળના ઝઘડાઓ તપાસો, એમાં અંધપર’પરા અને એકાંત ઉપદેશ જ દેખાશે. આવા નાના-મોટા મતભેદોમાં એના આગેવાના પરપરાને જ આગળ કરે છે. એમાં વિવેક કે વિચારણા કરતાં પેાતાની વાત ખરી કરવાની વૃત્તિ જ વધારે આગળ પડતા ભાગ લે છે. ગચ્છના અને પરપરાના મતભેદોને અંગે આપણા ઇતિહાસ અત્યંત દુઃખ ઉપજાવે તેવે છે. અને એનું પૃથક્કરણ કરતાં ત્યાંથી નિર્ભેળ સત્ય કે સ્યાદ્વાદ-સત્ય મળે તેને માટે ઘણી ચિંતા થાય તેવું છે. આવી પરિસ્થિતિમાં અધપર'પરા ચાલે છે અને પરસ્પર કુટાઈને અથડાયા કરે છે. એટલે પથ નિડ્ડાળવાને અંગે પર`પરા-સંપ્રદાયના આશ્રયમાં શી પરિસ્થિતિ તેને ખ્યાલ આવશે. એટલે જેમ સ્થૂળ નજરથી પ્રભુપ'થને નિહાળવાના ઉપાય કારગત લાગ્યા નહિ, તેમ પરંપરાગત સ ́પ્રદાયમાં પણ અંધની હાર ચાલી જતી હેાય તેમ જોવામાં આવે છે. આ રીતે પથડો નિહાળવામાં આ પર'પરાગત સ`પ્રદાયના આશ્રય પણ ખેંચતાણુ અને એકાંતપ્રિયતાનું પોષણ કરનાર હાઇ પૂરતું કામ આપે તેવા જિજ્ઞાસુની દૃષ્ટિએ લાગતા નથી, એમ કહેવાના આશય જણાય છે.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy