SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૨: શ્રી અજિતનાથ સ્તવન [૪૩ અહીં જણાવવાની જરૂર છે કે ખુદ આનંદઘન મહારાજને પરંપરા અનુભવને માટે ખૂબ માન છે. એ સમયપુરુષનાં છ અંગ બરાબર સ્વીકારે છે. એકવીશમા (નમિનાથના) સ્તવનની આઠમી ગાથામાં એ સમયપુરુષનાં અંગ બતાવતાં નીચેની છયે બાબતેને પૂરતું સ્થાન આપે છે : મૂળસૂત્રના અર્થ કરવામાં-(૧) ચૂણિ એટલે તષ્યિદકૃત છૂટક પદની વ્યાખ્યા, (૨) ભાષ્ય એટલે સૂત્રમાં કહેલે અર્થ, (૩) સૂત્ર એટલે ગણધરરચિત મૂળસૂત્ર, (૪) નિર્યુક્તિ એટલે નિષ્ણાત કરેલ પ્રાકૃત ટીકા અને (૫) વૃત્તિ એટલે પૂર્વાચાર્ય કૃત સંસ્કૃત ટીકા. સમયપુરુષનાં આ પાંચ અંગે ઉપરાંત એની સાથે જ છઠ્ઠા અંગ તરીકે પરંપરા અનુભવને એટલું જ મહત્ત્વનું સ્થાન તેઓશ્રી આપે છે. એટલે એ પરંપરાગત સંપ્રદાયજ્ઞાનને ફેકી દેતા નથી, એટલું જ નહિ, પણ એવા અંગને જે છેદે–કાપી નાખે તેને દુર્ભવી કહે છે, સંસારમાં ખૂબ રખડનાર ગણે છે અને ચૌદમાં (અનંતનાથના) સ્તવનમાં નિરપેક્ષ અને સાપેક્ષ વચનને અગત્ય કેટલી આપવી તેની તલના કરે છે (જુઓ સદર સ્તવનની ગાથા ૪ થી). છતાં ભગવાનને પંથડે નિડાળવાની બાબત આવે છે ત્યારે આ અંધપરંપરાને શું સ્થાન આપવા ગ્ય તેમને લાગ્યું છે, તે ખાસ વિચારવા ગ્ય છે. અને “અંધ અંધ પિલાય” એને સ્પષ્ટ અર્થ સમજવા માટે આંધળાની હાર ચાલી જતી કલ્પવી. તેઓને અંદરઅંદર આલાપ સાંભળો. તેઓ પિતાના વગર દીઠેલ હકીકતના નિર્ણયને વળગી રહેવાની બાબતમાં કેવા ચીકણા હોય છે તે જોવું, એટલે “અંધે અંધ પિલાય” એ વાતની કલ્પના બરાબર બેસી જશે. એટલે પંથ નિહાળવાની જિજ્ઞાસાવૃત્તિ થાય ત્યારે શાંત ચિંતવન, નિર્ભેળ સત્ય શોધવાની વૃત્તિ, અમુક ક્રિયાને અંગે દેશ-કાળ-ભાવને મળેલું સ્થાન વગેરે મહત્વની બાબતે વિચારવાને બદલે પરંપરાને વળગી રહેવાની જ બાબતને આગળ કરવામાં આવે તે અંધપરંપરાની સ્થિતિ નીપજે છે એ વાત અત્ર બતાવી. કોઈ સ્થાને પલાય” એવો પાઠ જોવામાં આવે છે, તેનો અર્થ “ડયો જાય” એવો થાય છે. એટલે અંધની પાછળ અંધ દોડે એ ભાવ પ્રાપ્ત થાય છે. તે પાઠને અને “પીલાય” પાઠને કાંઈ વાંધો આવતો નથી. જિજ્ઞાસુ જ્યારે વીતરાગમાર્ગને નિહાળે છે, ત્યારે એને માત્ર પરંપરાને અનુસરવામાં રહેલા જોખમને ખ્યાલ નજર સન્મુખ થાય છે. એ પરંપરાના અનુભવને માનની અને સ્વીકારની નજરે જુએ છે, છતાં પંથડાની અવેલેકનામાં વર્તમાન અને ભૂતકાળના સમાજની કેવી સ્થિતિ થઈ ગઈ છે, માત્ર પરંપરાને આધાર રાખી પંથને નિહાળવામાં કઈ જગ્યાએ ભયસ્થાન છે, તેની તાત્વિક નજરે મીમાંસા કરે છે અને સમય પુરુષના અંગ તરીકે પરંપરાના અને સંપ્રદાયના જ્ઞાનની અગત્ય સ્વીકારવા છતાં માર્ગદર્શનના ઉપાય તરીકે તેનું કારગતપણું કઈ કક્ષામાં આવે છે તેને અત્ર નિર્દેશ કર્યો છે. એક વાત ખ્યાલમાં રાખવા જેવી છે : આનંદઘનજી પરંપરાને બરાબર સ્વીકાર કરે છે,
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy