SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૧ ૨: શ્રી અજિતનાથ સ્તવન અર્થ–સંપ્રદાયથી ચાલ્યું આવતું અનુભવજ્ઞાન અથવા પરંપરાની નજરે દેખતાં તે આંધળાની હારની હાર એકની પાછળ એક ચાલી જતી હોય એમ લાગે છે. અને મૂળ સિદ્ધાન્તની નજરે વસ્તુતત્વને વિચાર કરવામાં આવે છે, ત્યાં તે જાણે પગ મૂકવાનું ઠામ-ઠેકાણું ન હોય એમ લાગે છે. (૩) - ટબે—એવા બીજા પુરુષપરંપરાએ જે અનુભવ જોઈએ તે ગાડરિયે પ્રવાહ થાય તે વારે તે “અધોધ પીલાય” એ ન્યાય થાય છે, તે મારે તે પ્રમાણે થાય. અને જે વસ્તુગત વિચાર જોતાં આગમસિદ્ધાંત કરી ચારિત્રમર્યાદા દુર્લભ લાગે, તે ચરણના ધરણહાર ચારિત્રમર્યાદાએ ધરતી પર પ્રગટતા નથી અથવા ચરણસ્થાનક તે સંયમસ્થાનક આગમે કરી દુર્લભતા લાગે છે. બીજા અજિતજિન. (૩) વિવેચન-આપને નિહાળવાને, આપને પંથ બરાબર જોવાને માટે સ્થળ ચક્ષુ પૂરતાં નથી, એમ જણાતાં માર્ગદર્શનના બીજા ઉપાય તરફ નજર કરવી રહી. એટલે તેને માટે ચાલી આવતી પરંપરા તરફ જોવાની સહજ વૃત્તિ થાય. જ્યાં આપણું નજર ન પહોંચે, ત્યાં બીજા અનુભવીઓ તેને અંગે શું કહે છે, તે જેવા–તપાસવાનું કે પૂછવાનું જરૂર મન થાય. માર્ગ દર્શન માટે તેટલા સારુ પુરુષપરંપરાને અનુભવ જે-તપાસી જવાની ઈચ્છા થાય તે માર્ગ પ્રાપ્તિ અંગે સ્વાભાવિક વલણ રહે છે. શાસ્ત્ર-સંપ્રદાયમાં કેટલીયે વાત લખાયેલી હતી નથી. તે પરંપરાથી ચાલી આવતી હોય છે. અનેક વાતે ગુરુ પોતાના જિજ્ઞાસુ શિષ્યને ભણાવતી વખતે કહી આપે અને શિષ્ય પોતાના શિષ્યને સમજાવી દે. આવું સંપ્રદાય-જ્ઞાન ઘણું મહત્ત્વનું ગણાય છે, કારણ કે જ્યાં શાસ્ત્રમાં વાત રસીધી લખેલી ન હોય, ત્યાં સાંપ્રદાયિક જ્ઞાન ઉપર જ આધાર રાખવાને રહે છે અને ઘણું પ્રેરક અને ખુલાસો આપનારી બાબતે ત્યાંથી મળતી રહે છે. એક-બે દાખલા આપવાથી આ વાત વધારે સ્પષ્ટ થશે. દા. ત. પ્રતિક્રમણ કરવા બેસતી વખતે નવકાર-પંચિંદિયસંવરણોથી સ્થાપના કરવી તેમાં જમણા હાથને લાંબે કરી સ્થાપના સન્મુખ અવળે રાખો અને પારતી વખતે સવળે રાખવો. આટલે વિધિ બતાવવામાં આવ્યો હોય, પણ અવળા-સવળાનું કારણ શાસ્ત્રમાં ન જણાવ્યું હોય, પણ ગુરુપરંપરાએ તે ઊતરી આવેલ હોય. ગર સમજાવે, શિષ્ય ધારી લે, એવી જ રીતે અનેક પ્રકારની મુદ્રાઓ, અનેક આસનેનાં કારણે તે સંપ્રદાયાંતર્ગત પરંપરા દ્વારા જ જણાય. વિધિવાદને અંગે અનેક બાબતે પરંપરાથી જણાય. આવા પરંપરા-જ્ઞાનને અંગે અનુભવને માર્ગ નિહાળતાં એમાં મતાગ્રડ અને અંધ. પરંપરા ખૂબ ચાલી દેખાય છે. આપણે આજ સુધીને જૈન ઇતિહાસ તપાસીએ છીએ ત્યારે એમાં ગચ્છના ભેદો અને પેટભેદ અને એને અંગેના હઠાગ્રહ અને પક્ષના ભેદો અને કોઈ કઈ સંગેમાં અંદરઅંદરનાં વૈમનસ્ય જોતાં એ રસ્તે પરિપૂર્ણ માર્ગદર્શન થાય કે કેમ તેને આ જિજ્ઞાસુને પ્રશ્ન થાય છે. સાંવત્સરિક પ્રતિક્રમણ એથે કરવું કે પાંચમે કરવું, પ્રતિક્રમણ કે દેવવંદનમાં ત્રણ સ્તુતિ
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy