SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮] શ્રી આનંદઘન-ચાવેશી વખત કરેલા પ્રયાસને માથે ફળ બેસે છે. એને માટે આનંદઘનજી કહે છે કે ચિત્તની પ્રસન્નતા થાય ત્યારે પૂજનનું ફળ બેસે છે. મયણાને સાંસારિક ફળ લેવું નહોતું, પણ એવા પ્રકારના પૂજનનું વર્ણન કરી એ પિતાની સાસુ કમળપ્રભાને કહે છે કે અમૃતકિયા હમેશાં તાત્કાલિક ફળ આપે છે, એટલે નિમિત્તશાસ્ત્ર પ્રમાણે તમારા પુત્રની સાથે આજે મેળાપ થ જ જોઈએ. ધ્યાનમાં રહે કે મયણા સુંદરી અમૃતકિયાનું ફળ માગતી નથી, ઈચ્છતી નથી, પણ એ જ્ઞાનવાન છે, લક્ષણવંતી છે, અને પુત્રપ્રેમી વાત્સલ્યભરપૂર માતાની શાંતિ માટે કહે છે કે, “માજી! આજે તમારા પુત્ર અને મારા વાલમને મેળાપ જરૂર થી જોઈએ.” આમાં ધ્યાન, તગત ચિત્તવિધાન, ધર્મ રૂચિ, બનાવ ઉપરથી બનવાના બનાવની આગાહી કરવાની આવડત અને અમૃતકિયાને પારખવાની શક્તિ, એ સર્વ ધ્યાન ખેંચે તેવી બાબત છે. અમૃતકિયા તો મોક્ષ આપનાર છે, પણ આડકતરી રીતે એ વ્યાવહારિક લાભ પણ જરૂર આપે છે અને તત્કાળ આપે છે એ વાત પણ ખૂબ આકર્ષક બને છે. અને તે જ વખતે પોતાની પ્રિયાનું વચન સાચું કરવા “માજી ! બારણું ઉઘાડે” એમ શ્રીપાળ કહે છે ત્યારે શ્રોતાને મેગમ થાય છે. આનું નામ અમૃતકિયા ! આનું નામ ચિત્તપ્રસન્નતા ! આનું નામ પૂજન ! આનું નામ અસંગ-અનુષ્ઠાન ! ઘરનાં બારણું ખૂલે છે, શ્રીપાળ મહારાજ ઘરમાં પેસે છે, પિતે માતાજીને પગે લાગે છે, મયણે શ્રીપાળને પગે લાગે છે, ન ધારેલું બને છે ! આખા નગરની ચારે બાજુ લશ્કર છે, નગરના સર્વ દરવાજા બંધ છે, આખું નગર પરચકના ભયથી સમસમી રહ્યું છે, ત્યારે શ્રીપાળના ઘરમાં ભવ્ય નાટક જામી ગયું છે, ન કલ્પી શકાય તેવા અણધાર્યો મેળાપ થયે છે અને અમૃતકિયાની તાત્કાલિક ફલવત્તાનાં પરિણામને અનુભવ થાય છે. પછી માતાને ખભા ઉપર, મયણાને જમણે હાથ પર બેસાડી શ્રીપાળ નગરની બહાર નાખેલી પોતાની લશ્કરી છાવણીમાં જાય છે. ત્યાં ભદ્રાસને બેસાડેલા માતાજીને આઠ સ્ત્રીઓ એક પછી એક નમે છે, અને મોટી બહેન મયણાસુંદરીને પણ નમે છે. આ સર્વ વિશિષ્ટ પૂજનનો પ્રતાપ છે. અમૃતકિયા કરનાર કદાપિ સાંસારિક ફળ માગે નહિ, પણ એને લાભ જરૂર થઈ આવે અને આવું અસંગ અનુષ્ઠાન ચિત્તના આહ્વાદ સાથે જિંદગીમાં કઈ કઈ વખત થઈ જાય તો પણ સર્વ તકલીફ અને તૈયારી પર વિશિષ્ટ ફળ બેસે છે. આવી પૂજા તે અખંડિત પૂજા કહેવાય. આવી પૂજા કરે ત્યારે આપણે આત્મા આનંદઘનની રેખાને અનુભવે છે, અને સંસારમાં રહ્યા રહ્યા પણ મુક્તિના સુખની વાનગી ચાખે છે. સામાન્ય ચાલુ પૂજાને જરા પણ હીણી પાડ્યા વગર આ વિશિષ્ટ પ્રકારની પૂજાની મહત્તા આનંદઘને ગાઈ છે, આ અમૃતકિયા કરતાં ચેતનને અંદરથી પ્રીતિ જામે, એને પાછી એવી ક્રિયા કરવાની તાલાવેલી લાગે, પાછો બીજે દિવસે એ વખત ક્યારે આવે કે જયારે પિતે ક્રિયા કરે_એવી એને અંતરની ઊર્મિ જામે. ક્રિયા કર્યા પછી “ચાલે, હવે ટટ્યા ! નિરાંત થઈ એવી વૃત્તિ
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy