SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧: શ્રી ઋષભદેવ સ્તવન [૨૭ (૨) નિર્વિઘ્નતા એ શુદ્ધ કિયાનું છેલ્લું લિંગ છે. બીજા વ્યાવહારિક ગમે તેટલાં વિદને આવે તેની તે દરકાર ન કરે. આજે લૌકિકે જવું છે અને કાલે નાતના મેળાવડામાં જવું છે, બપોરે જમણમાં જવું છે અને રાત્રે ઊંઘ આવે છે–આવાં બડાનાં કે પ્રસંગે એ એઠાં તરીકે સેવે નહિ (નિર્વિઘ્નતા લિંગ). એને મન કિયા એ સર્વસ્વ હોય, એ કિયા કરે ત્યારે જ એના મનમાં મજા આવે અને એ કિયાના પ્રસંગો અને એની તક શોધતો ફરે. એને ગોટા વાળવાનું હોય નહિ, એને બહાનાં શોધવાનું ગમે નહિ અને એ તે કિયા કરે ત્યારે જાણે પિતાને ઘેબર-ઘારીનું કે દૂધપાક-પૂરીનું ભેજન મળે છે એવી એને તૃપ્તિ થાય. - અમૃતક્રિયાનું લક્ષણ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે શ્રીપાળના રાસમાં (ખંડ છે, ઢાળ પહેલી) બહુ સ્પષ્ટ રીતે આપ્યું છે. તેઓ સાતમી ગાથામાં કહે છે : તદ્ગત ચિત્ત સમ્ય વિધાન, ભાવની વૃદ્ધિ ભવભય અતિઘણે છે; વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન, લક્ષણ એ છે અમૃતક્રિયા તણે છે. જે કિયા કરતું હોય તે જ કિયાને તેને ઉપયોગ થતો હોય (૧); સમયવિધાન એટલે પૂર્વ-પુરૂએ જે સમયે જે ક્રિયા કરવાની કહી હોય તે સમય સાધવો(૨); સમયોચિત કિયા કરતું હોય તેમાં અંદર ચિત્તને ઉલાસ હોય અને કિયા કરનારની પરિણામધારા વૃદ્ધિ પામતી ચાલે (૩); કિયા કરતી વખતે એને સંસારને સાચે ભય લાગે, એને જન્મ-જરા-મરણના ફેરા આકરા લાગે, એને ખાડામાં પડવા-આખડવાને કંટાળે આવે (ક); કિયાથી પિતાને ખૂબ લાભ થનાર છે, કિયામાં પુછતર સાધ્યની કારણતા છે, એ વિચારથી એના મનમાં અસાધારણ ચમત્કાર લાગે, એને વિશિષ્ટ આશ્ચર્ય લાગે (૫); એને કિયા કરતી વખતે રેગમ થાય, આખા શરીરની રેમરાજ હર્ષથી પુલકિત થાય; જાણે કાંઈ નૂતન વસ્તુ મેળવું છું એ વિચારે એ ખુશખુશ થઈ જાય (૬); અને એને અંદરથી ખૂબ હરખ થઈ જાય, રોમરાજી ઊભી થવા ઉપરાંત એને આત્મિક સુખાનુભવ થાય (૭). આંધળાને ચીરતી આંખ મળી જાય લડાઈમાં મોટી જીત થાય, તે વખતે જે આનંદકલેલ અંદર જામે છે, તેને હરખ-હર્ષ કહેવામાં આવે છે. આવું અમૃતકિયાનું વર્ણન શ્રી મયણાસુંદરી પિતાની સાસુ કમળપ્રભા પાસ કરી રહી હતી. એ કહેતી હતી કે આજે સાયં પૂજામાં મને એટલે આનંદ થયે, મને ભય કે હર્ષનું કેઈ બીજું કારણ ન હોવા છતાં મારા આખા શરીરમાં એને રે ગમ થયો અને હજુ પણ મારા દિલમાં એ હર્ષ ઊભરાઈ રહ્યો છે કે હજુ પણ મારા મનમાં આનંદ સમાતે નથી. આવા પ્રકારની અંદરથી જાગતી અને જામતી પુલકેગમની રેખાને અમૃતકિયા કહેવામાં આવે છે. એવા પ્રકારની પૂજા જીવનમાં એકાદ વખત થઈ જાય તો પણ પૂજા કરવાના અનેક
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy