SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ કર૦] શ્રી આનંદઘન-ચોવીશી અથ–આપે હદયમાં પશુઓ-જનાવની દયા કરી, પણ આપનામાં માણસની જરા પણ દયા નથી. આવા પ્રકારનું વર્તન એ કોના ઘરની સભ્યતા છે ? (૪) - ટબો–પશુ-પક્ષીજનની કરુણા–દયા કરી અપ્રાપ્તબોધ પશુપ્રાય જનની કરુણાને ચિત્તમાં આણો છે, કરુણા કરે છે. હૃદયમાંહી વિચાર્યું જે સર્વને સુખી કરીએ, પણ મારી સરખા માણસની કરુણા નહિ. સહાયી ઉદારિક તનુની-શરીરની કરુણા નહિ આવી. બાવીસ્ટણ વિધીસ્ટર નિધીત્રણ રૂતિ ગાવાવનાતા એ કે તમારા ઘરને આચાર-વ્યવહાર છે? (૪) વિવેચન—આટલાં બધાં જનાવરની હિંસા થશે, એમ દયાભાવ લાવે છે અને દયાને પરિણામે મારે ત્યાગ કરે છે, પણ તેનાથી વધારે અગત્યની એક વાત તમે ભૂલી ગયા છે : શાસ્ત્રમાં કહ્યું છે કે પશુ કરતાં પણ મનુષ્યની દયા વધારે અગત્યની છે; તમે તે મારી–માણસની દયા જ કરતા નથી, એ વ્યવહાર કોના ઘરને છે ? એ કઈ જાતની વાત છે? એ આપને ઘટે છે? રાજીમતીએ આ વક્રોક્તિમાં તત્ત્વજ્ઞાનનું એક મહાન સૂત્ર ખડું કરી દીધું છે. ભગવાને શીખવ્યું છે કે દ્રવ્યદયા અને ભાવદયાને અંગે ચઢ-ઉતર કમ રાખે. એકેદ્રિય કરતાં બે ઈન્દ્રિય જી એ કમમાં વધે અને બે ઇન્દ્રિય કરતાં પંચેંદ્રિય પશુઓ વધે; અને તેનાથી પણ મનુષ્ય- પદ્રિયની દયાનું મૂલ્ય વધારે થાય. આપે પશુઓને પિકાર સાંભળી તેની દયા કરી, પણ તેમ કરવા જતાં મુજ-મનુષ્યની દયા ભૂલી ગયા છો અને, કમ પ્રમાણે તે, મનુષ્યદયાને વધારે મહત્ત્વ મળવું ઘટે. આપના લગ્ન નિમિત્તે એ સર્વ પશુઓની હિંસા થશે એ વિચારતાં આપ મારી-મનુષ્યની દયા વિચારતા નથી તે તેના ઘરના શુદ્ધ વ્યવહાર? આપે પશુની દયા કરતાં મનુષ્યની દયા વધારે કરવી જોઈએ. તે આપ જવાબ આપો કે એ આપને આચાર કેવો છે? એમાં જે દેખીતે વિરોધ છે તે આપને યોગ્ય છે? એ અનેક તીર્થકરના શિક્ષણની વિરુદ્ધ છે અને આપને એ આચાર શોભતે નથી. (૪) પ્રેમ કલ્પતરુ છેદિયો રે, ધરિયા યોગ ધતુર, મન ચતુરાઈ કુણ કહા રે, ગુરુ મિલિયો જગસૂર. મન ૫ અર્થ—આપે તે પ્રેમરૂપ કલ્પવૃક્ષને કાપી નાખીને તે સ્થાને જેગરૂપ ધરે રેપી દીધે પાઠાંતર–પ્રેમ’ સ્થાને પ્રતમાં ‘પેમ” લખે છે. “કલ્પતરુ' સ્થાને પ્રતમાં “કલપતર’ શબ્દ લખેલ છે. દિયો’ સ્થાને છેદીઓ” પ્રતમાં છે. “ધરિયો” સ્થાને બંને પ્રત લખનારે ધરિઓ' લખ્યું છે. “ચતુરાઈ' પછી દાપણ કહો” એવો પાઠ એક પ્રતમાં છે. “કહે રે’ સ્થાને પ્રતમાં કહે રે લખેલ છે. મિલિયો” સ્થાને પ્રતમાં ‘મિલિઓ” લખેલ છે. (૫) શબ્દાર્થ–પ્રેમ = પ્રીતિ, સ્નેહ, લાગણી. કલ્પતરુ = કલ્પવૃક્ષ ઈચ્છા થાય તે આપનાર કલ્પવૃક્ષ. છેદિયો = કાપી નાખ્યો, નાશ કર્યો. ધરિ = ધાર્યો, લીધો, વહાર્યો, ધારણ કર્યો. ગ = જેગ, ત્યાગ, તજવું તે. ધતુ ર = ધતુરે (જાણીતું). ચતુરાઈ = ચાતુર્ય, હોશિયારી, ઠાવકાઈ. કુણુ = કેશુ. કહો = જણાવો, એલે. ગુર = માર્ગદર્શક, રસ્તો બતાવનાર. મિલિય = મળે, સાંપડો. જગસૂર = દુનિયાને કાંટો, સૂળ; અથવા હે જગતમાં સૂર્યસમાન. (૫)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy