SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ રર : શ્રી નેમિનાથ જિન સ્તવન [૪૧૦ ટો–શુદ્ધ ચેતના વિના કંત–આત્મા તે કિસ્યો? અશુદ્ધોપગી કામ આવે નહિ. જગનાથ-ભગવાન પણ એમ જ સાચું કહે છે. જેમ ઈશ્વર-મહાદેવે અર્ધાગે ગૌરી-પાર્વતીને રાખી. અને, જે શુદ્ધ ચેતના પક્ષે ભાવીએ તે, ઈકવર–પરમેશ્વર સરીખા પણ અવગાહના રૂપે અર્ધાગે રાખે છે. અને તે તે કર માત્રે પણ મુજને મમત્વ બુદ્ધિએ ફસંતે નથી. મમત્વ બુદ્ધ અને તું તે મને ઈ હાથી પણ ઝાલતેફરસ નથી એવું રાજેમતી કહે છે. વિવેચન–અને મારા પક્ષને–એક પક્ષનો-નારી પક્ષને એકલે પ્રેમ હોય તે, સાચું કહું તે, ટકે નહિ; જેમ જગતના નાથ મહાદેવે ઉમાને પોતાનું અરધું શરીર આપી પોતામય બનાવી દીધી, પણ તું તે મારે હાથે પણ ઝાલતે નથી, મને અડતે પણ નથી. આ આખું વ્યવહારનું વચન છે, અને વ્યવહારદષ્ટિએ સમજતાં આનંદ આપે તેમ છે. આમાં બે વાત કરી છે. મારે તે તમારા ઉપર આટલે બધો સ્નેહ છે, પણ તે નેહ એકપક્ષી છે; બરીને સ્નેહ હોય અને સામાને મનમાં જરા પણ સ્નેહ હોય જ નહિ, એ સ્નેહ કેમ નભે? રાજેમતી કહે છે કે મારા સ્નેહના બદલામાં તમારે પણ સ્નેહ કરવો જોઈએ, મારા નેહને જવાબ તમારે પણ નેહથી આપ જ જોઈએ. એક પક્ષી-નારીપક્ષી સ્નેહ કેમ નભે? તેને એક દાખલે જાણીતો છે. જગતના નાથ મહાદેવ-શંકર દેવી પાર્વતી વગર એક ક્ષણ વાર પણ રહેતા નથી અને સ્નેહને કારણે એને પોતાના ડાબા પડખા સાથે જોડી દીધી–સ્નેહ તે એ હોય. એક સ્નેહ જામે જ નહિ. અને એવા એક પક્ષીય નેહને નેહ કહે તે એગ્ય જ નથી. અને તમે તે મારે હાથ પણ ઝાલતા નથી. તે એને સ્નેહ કેમ કહેવાય? સાધુપુરુષ સ્ત્રીને અડતા પણ નથી. અને નેમનાથે રથ ફેરવ્યું એટલે એ જરૂર સાધુ થઈ જશે એ ગણતરીએ રાજીમતી કહે છે કે તમે તમારા હાથને અડવા પણ દેતા નથી. રાજીમતી તે પોતાના સ્વાર્થને અંગે ઠપકો આપે છે. પણ એ ઠપકો આપણે માટે તે સરસ ઉપદેશને સ્થાને છે. અખંડ બાળબ્રહ્મચારી નેમનાથ તે ખરેખર, આદર્શ સ્થાને છે, અને જેને આદર્શ જીવન જીવવું હોય તેને સમજવા લાયક છે. હવે આપણે ગ્રંથકર્તા સાથે આગળ વધીએ. (૩) પશુજનની કરુણા કરી રે, આણી રૂદય વિચાર; મન, માણસની કરુણા નહિ રે, એ કુણ ઘર આચાર, મન૪ પાઠાંતર– કરી રે” સ્થાને ભીમશી માણેક “ કરીને ' છાપે છે. “ રૂદય” સ્થાને એ “ હદય' છાપે છે. * માણસની ” સ્થાને એક પ્રતમાં ‘માણસરી’ પાઠ છે. ‘આચાર’ને બદલે બને પ્રતમાં “ધર આધાર’ને સુધારી. આચાર ” લખ્યું છે. “કુણને કૂણ” તરીકે પ્રતમાં લખેલ છે. (૪). શબ્દાર્થ–પશુ = જનાવર, એકઠાં થયેલાં, એકત્ર કરેલાં. પશુજન = પશુ જાતની, જનાવરની. કરણા = યા, લાગણી. કરી = બતાવી, દાખવી. આણી = લાવી. રૂદય = અંતઃકરણમાં. વિચાર = ધારણા. માણસની = મનુષ્યની, મારી, હું માણસ છું તેની. કરુણ = નેહ, દયા, લાગણી. કુણુ = ક્યા, કેના. ઘર = પોતીકે, ઘરઘરાઉ. આચાર = સભ્યતા. (૪)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy