SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ : શ્રી નેમિનાથ જિન સ્તવન [૪૨૧ છે. આવી ચતુરાઈને પાઠ ભણાવનાર, જગતના સૂળ જેવા પાઠ પઢાવનાર આપને કણ મળી ગયે છે? (૫) - ટબો-પ્રેમરૂપ કલ્પવૃક્ષ ઉપાડીને, શુદ્ધ ચેતના પક્ષે અનાદિ પ્રેમ શબ્દાદિક ઉછેરીને, ગધતૂર સુવર્ણ દેખાડવા માટે ગક્રિયારૂપ ધતૂર વૃક્ષ ધર્યો એ ચતુરાઈને દેખાડનાર કેણ ગુરુ મળે જગમાં ? અથવા હે જગને વિષે સૂર્યસમાન ! (૫) વિવેચન–રાજીમતી એક વહેવારુ સ્ત્રી તરીકે જ હજુ સુધી વાત કરે છે. અનેક અર્થ કરનારે એને શુદ્ધ ચેતનાનું રૂપક બનાવવા પ્રયત્ન કર્યો છે, પણ તે અર્થ બરાબર ઘટિત લાગે નથી. આ ગાથા પણ રાજીમતીના મુખમાં જ મૂકી છે. તેને ભાવ નીચે પ્રમાણે મને બેઠો છે ? તમે તેમનાથ) પ્રેમ-કલ્પવૃક્ષને છેદી નાખે છે, અને તેના સ્થાન પર ગોગરૂપ ધતૂરે વાવ્યું છે. આવી હોંશિયારી શીખવનાર આપને કેણ ગુરુ મળે? એ તે મારા માનવા પ્રમાણે જે હોય તે, આ દુનિયામાં કાંટા જે છે! - કલ્પવૃક્ષનું વર્ણન આદીશ્વરચરિત્રમાં હેમચંદ્રાચાર્ય વિસ્તારથી આપ્યું છે. તેની નીચે જઈ માણસ જે માગે, જે ઈચછે તે સર્વ ઈચ્છાઓને કલ્પવૃક્ષ પૂરી પાડે છે, તે કથન પ્રમાણે તે ચિંતામણિરત્ન જેવું દેવઅધિષ્ઠિત ઝાડ હોય છે. અને એ અપેક્ષાએ કલ્પવૃક્ષ તરફ લેકે અત્યંત માનની નજરે જુએ છે, એમ તે વર્ણનમાં આપેલ છે. તેની સરખામણી કામદુહા ગાય (કામધેનું) સાથે કરેલ છે. આપે આવા સરસ અને સફળ કલ્પવૃક્ષ-ઝાડને, પ્રેમરૂપ કલ્પતરુને મૂળમાંથી ઉખેડીને કાપી નાખ્યું છે, અને એ પ્રેમકહપતરુની ખાલી પડેલી જગ્યાએ ધતૂરાનું ઝાડ અથવા રે વાવેલ છે. કાઠિયાવાડમાં ધતૂરે ઘણે થાય છે અને માણસને તે ન ચઢાવે છે. ધતૂરામાંથી દૂધ પણ જરા જરા નીકળે છે. એ ગાંડપણમાં વ્યાધિના ઉપચાર તરીકે વપરાય છે. આપે પ્રેમકલ્પતરુને કાપીને તે જ જગાએ સ્થાન ખાલી પડવાથી ધતૂરે વાવ્યું છે. કલ્પવૃક્ષને મૂળમાંથી ઉખેડવું અને તેને સ્થાને ધતૂરો વાવો તેવી પામર અક્કલ કોણે-ક્યા ગુરુએ શીખવી–આપી ? ગુરુ વગર કઈ જ્ઞાન થતું નથી, તે ખરેખર તે ગુરુ જગતના શૂળ એટલે કાંટા સરખા હોવા જોઈએ. આવી જાતની ચતુરાઈ તમને બતાવનાર જગતને ક કાંટો નીકળે ? આ આખું ગર્ભિત વચન છે, કટાક્ષવાણી છે, આડી વાચા છે. આપી આપીને એ ગુરુએ આવી અકલ-સમજણ આપી, જેને પરિણામે આપે ઈચ્છાપૂરક કલ્પવૃક્ષને મૂળમાંથી ઉખેડી તેને બદલે ધતૂર વાવ્યા! આ કેવી જાતની સમજણની વાત ! “જગસૂર’ને બીજો અર્થ જગતમાં બહાદૂર–શૂરવીર પણ થઈ શકે. એ જગતમાં કોણ બહાદૂર નીકળ્યો, જેણે આપને આવી સમજણ શીખવી ? એ તે ભારે ચતુરાઈનું કામ કર્યું છે! આ ગાથામાં ચતુરાઈ શબ્દ માર્મિક રીતે વપરાયેલ છે. આવી અક્કલ આપનારને પણ ધન્યવાદ ઘટે છે !
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy