SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮] શ્રી આનંદઘન-વીશી તે મનના મનોરથના સાથી તરીકે પણ તેમનાથને જ ગણે છે, આશા એ જ મનોરથ; પણ અહીં એક જ વાત બે રૂપે રાજેતી કરે છે. એ જોઈ રહી છે કે તેમનાથે રથને પાછો ફેરવવાને હુકમ કરી વાળે છે. એણે અનેક સ્વપ્ન સેવ્યાં હતાં તે બધાંના સારથિ નેમનાથ હતા. આ ગાથામાં “ઘરે આવો” અને “રથ ફેરવો’ એ વાત બે વખત કહી છે તે પુનરુક્તિ દોષ નથી પણ, પ્રશમરતિમાં ઉમાસ્વાતિ મહારાજે કહ્યું છે તેમ, પ્રેમ અને વ્યાધિમાં પુનરુક્તિ દેષ લાગતું જ નથી (જુઓ પ્રશમરતિ કલેક ૧૫). ફરી વાર એ જ વાતની માગણી કરવાથી વાત ઉપર ખાસ ભાર આવે છે. રાજેમતીએ પોતાના પિયરને, દુનિયાની રીત પ્રમાણે, પિતાનું ઘર માન્યું હતું ત્યાં પધારવાનું અને તે માટે રથ પાછો ફેરવવાનું નેમનાથને વીનવવામાં કવિતાની દષ્ટિએ પણ પુનરુક્તિ દોષ થતું નથી. આ રીતે રાજીમતીએ ૧. નેમનાથને પિતાને ઘેર આવવા અને તે માટે રથને પાછો ફેરવવા વીનવ્યા; ૨. નેમનાથને મને રથના કેન્દ્ર-આરામસ્થાને વર્ણવ્યા; ૩. તેમને આશા–મને રથના સારથિ તરીકે જણાવ્યા. તેમાં કાવ્ય નજરે કાંઈ પણ વાંધો નથી. તેણે તેમ કરવામાં અને સાદી વિનવણી કરવામાં યેગ્ય વિજ્ઞપ્તિ જ કરી છે. રાજેમતી શુદ્ધ ચેતના છે, એ ભાવ લાવવા કઈ અર્થ કરનારે પ્રયાસ કર્યો છે, તેના કરતાં સાદો અર્થ કરે તે મને ઠીક લાગ્યું છે. એક તે તે અર્થ દુન્યવી છે અને બીજું, રાજેમતીને આ અવસરે શુદ્ધ ચેતના ગણવી તે મને ગ્ય લાગ્યું નથી. (૨) નારી પખે નેહલે રે, સચ્ચ કહે જગનાથ; મન, ઈશ્વર અને ધરી રે, તું મુજ ઝાલે ને હાથ. મન૦ ૩ અર્થ_એકલો સ્ત્રી પક્ષને પ્રેમ-સ્નેહ, તેને હેત કેમ કહી શકાય ? અને હે જગતના નાથ ! સાચેસાચું કહેવાઈ જાય છે. જુઓ ! મહાદેવ જેવા મોટા ભગવાને પાર્વતીને પોતાના અર્ધા અંગે ધારણ કરી, પણ તમે તે મારા એક હાથ જેવા નાનકડા અંગને પણ પકડતા નથી. આ વાત યોગ્ય છે? (૩) પાઠાંતર–મુજને સ્થાને ભીમશી માણેક “મુઝ” પાઠ છાપે છે. “પ” સ્થાને એક પ્રતમાં “ખ” પાઠ છે; બીજી પ્રતમાં ‘પષઈ” પાઠ છે. “ નેહલે 'ને સ્થાને બને પ્રતમાં ‘નાહલે લખેલ છે. “સ” સ્થાને ભીમશી માણેકમાં અને પ્રતમાં “સાચ” પાઠ છે; બીજી પ્રતમાં આણી ” પાઠ છે. “અર્ધાગે'ને બદલે બને પ્રતમાં અધ અંગે” પાઠ છે; ભીમશી માણેક “અરધંગે ” છાપે છે. “તું 'ને બદલે પ્રતમાં “તૂ ” લખેલ છે. કાલે ન હાથીને સ્થાને પ્રતમાં ઘર આધાર ” પાઠ છે. ‘ઝાલે” સ્થાને પ્રતમાં “ઝાલી ” પાઠ લખેલ છે. (૩) શબ્દાર્થ –નારી = સ્ત્રી, પખો = પક્ષને, એક સ્ત્રીને પ્રેમ હોય તે નારી પખો પ્રેમ કહેવાય. શ = કેવો. નેહલ = સ્નેહ, પ્રેમ, હેત. સચ્ચ = સાચું, સત્ય, ખરેખરું, કહે લેકે કહે છે, જગતના નાથ કહે છે. જગનાથ = ત્રણ જગતના નાથ, પૃથ્વી, સ્વર્ગ અને પાતળના ધણી. ઈશ્વર = શિવ, મોટા દેવ, જાણીતા દેવ, ઈશ્વરે. અર્ધાગે = અર્ધ શરીરે, પોતાનું ડાબું અંગ ખાલી કરીને, કાપીને. ધરી = ધારણ કરી લીધી, પિતામાં સમાવી. તું = તું મારો પતિ, ધણી. મુજ = મારે. ઝાલે = પકડે, ગ્રહે, લે. હાથ = હસ્તને પણ અડતો નથી, મારું અંગ પણ ઝાલતો નથી. (૩).
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy