SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૧૧ ૨૧ : શ્રી નમિનાથ જિન સ્તવન વાત કરે છે. બીજાને ઉપદેશ આપવામાં તે ખૂબ ડહાપણ બતાવે છે અને એમ માને છે કે દુનિયામાં વહેંચાયેલી અરધી અક્કલ અને તેથી કંઈક વધારે અકકલ પિતે જ ઉપાડી લાવ્યા છે અને અડધાથી ઓછી અક્કલ આખી દુનિયામાં વહેંચાયેલી છે, એટલે મારી અકકલ જેટલી ચાલે તેટલી તે દુનિયામાં કોઈની ચાલે જ નહિ ! વાત એવી છે કે સદ્ગુરુ તરફથી જેવી દોરવણી મળવી જોઈએ તેવી મળતી નથી, પરંપરા-અનુભવ-જ્ઞાન, જેને સૂત્ર-સિદ્ધાંત જેટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે તેવા પ્રકારની દોરવણી ગુરુ તરફથી પણ આ કાળમાં મળતી નથી. જે યુગમાં એકલા તપગચ્છમાં જ બાવન વિદ્વાન પુરુષ થઈ ગયા અને જે યુગમાં યશોવિજય ઉપાધ્યાય જેવા બે હજાર વર્ષમાં પડેલા સંશય કાઢનાર જીવી ગયા, તેવા યુગમાં પણ આનંદઘનને કહેવું પડ્યું કે સદ્ગુરુ જેવા જોઈએ તેવા અને દોરવણી આપે તેવા અત્યારે મળતા નથી, તે પછી ત્યાર પછી તે બસો વર્ષો તદ્દન ઠંડાં ગયાં અને અત્યારના નવયુગમાં તે માણસેને ધર્મના નામને પણ તિરસ્કાર છે, તેવા યુગની વાત શી કરવી? ગુરુ તે સર્વને મળે છે, પણ શાસ્ત્રમાં બતાવેલા છે તેવા સદ્ગુરુને વેગ આ કાળમાં પણ થતું નથી. તેઓ ભગવંત પાસે જણાવે છે કે સાધુઓના કે આચાર્યના ગુણથી સંપન્ન ગુરુને આ કાળમાં પણ જોગ થતું નથી. ગુરૂ બતાવે તે અને તેમ કિયા થાય તે બરાબર ફળવતી હોય છે. આ તે ગતાનગતિક કેટલીક કિયા થાય છે, પણ જેવા કહ્યા છે તેવા ગુરુ અત્યારે મળતા નથી, તેઓ કોઈ પ્રકારની દોરવણી આપતા નથી. ગુરુ તરફની દોરવણી બંધ થતાં અથવા અધૂરી થતાં પરિણામ એ થયું છે કે અનેક પ્રકારની ક્રિયા કરીએ છીએ, દ્રવ્યક્રિયા કરીએ છીએ, પણ ભાવસાધુનાં જે લક્ષણ શાસ્ત્રમાં કહ્યાં છે તેને અમે કઈ રીતે પહોંચી શકતાં નથી. તેથી અમારું જે સાધ્ય છે તેને જમાવી– મેળવી શકતા નથી અને બાહ્ય ક્રિયા કરી ખાલી પુણ્યબંધ કરી સંસારમાં રખડીએ છીએ અને ખરેખરી નજરે અમારું એમાં કાંઈ વળતું નથી, અને એ વાતનો ખટકે અમારા દિલમાં નિરંતર રહ્યા જ કરે છે. અમને એમ લાગે છે કે આટલી બધી બાહ્ય ક્રિયા કરીએ અને જે મોક્ષપ્રાપ્તિ માટે એ સર્વ કરીએ છીએ તે ફળ તે સિદ્ધ થતું નથી, અને સંસારમાં ડાંક સુખ મળે તે પિગલિક હોઈ થોડા વખત માટેનો છે. આ વાતની અમારા મનમાં દિલ ગીરી રહ્યા કરે છે; અમને એમ થાય છે કે આ તે ઘણી મહેનતને પરિણામે ડું સંસારફળ જ મળે છે. આનું કારણ ગુરુમહારાજની દોરવણીની ગેરહાજરી છે. ભગવાનની પાસે આવી કબૂલાત કરતાં આ પ્રાણીને જરા પણ વસવસે થતું નથી, કારણ કે તે પિતે કોણ છે, શું કરી રહ્યો છે, કેવું થાય છે તે સર્વ જાણે છે. પિતાને હજ વિસ્તાર થવાને માર્ગ મળ્યું નથી એ પણ તે જાણે છે અને પ્રભુની પાસે મુક્ત કંઠે સ્વીકાર કરે છે કે જેવા ભગવાને કહ્યા છે તેવા સદ્ગુરુ તરફથી થવી જોઈતી દોરવણી આ કાળમાં થતી નથી. જૈનદર્શનના ઇતિહાસમાં સત્તરમી સદીને અંત એક સારે ઉદયકાળ હતું. તે વખતે પણ આવી ફરિયાદ અથવા કબૂલાત કરવી પડે, તે પછી વર્તમાન યુગ માટે તે કહેવું જ શું ?
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy