SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦] શ્રી આનંદઘન-ચોવીશી આ રીતે ગદષ્ટિએ આરાધના કરવાને અંગે આ ગાથામાં ચાર અથવા છ માર્ગો બતાવ્યાઃ ગમુદ્રા, બીજધારણા, અક્ષરની સ્થાપના અને અર્થવિનિયોગ, આ ચાર વાત કરી; અથવા મુદ્રા, બીજ, ધારણા, અક્ષર, ન્યાસ અને અર્થવિનિયોગ એમ છ વાત કરી. આ ધ્યાન કરવાના સર્વ માર્ગો ખૂબ વિચારીને સમજવા યોગ્ય અને સમાજને એ સર્વ અમલમાં મૂકવા યોગ્ય છે. એ કિયાઓ કરવી એટલે ક્રિયાઅવંચકપણું પ્રાપ્ત થાય છે. જૈન દર્શનની આ રીતે અનેક પ્રકારે આરાધના કરવી; કારણ કે એ સર્વદેશીય દર્શન છે અને સમગ્ર દષ્ટિબિંદુઓ ધ્યાનમાં રાખનાર હોઈ ગીરાજ એને અનુસરવા માટે ભલામણ કરે છે. આ ગાથાને અર્થ લખવામાં જ્ઞાનસારજીને લાગેલી મુશ્કેલી કાંઈ જણાતી નથી. પછવાડેના બીજા ટીકાકાર પ્રમાણે અર્થ ગનજરે સરળ લાગે છે. (૯) શ્રત અનુસાર વિચારી બેલું, સુગુરુ તથાવિધ ન મિળે રે, કિરિયા કરી નવિ સાધી શકીએ, એ વિષવાદ ચિત્ત સઘળે રે. ષડૂ૦ ૧૦ અથ–શાસ્ત્રમાં જે રીતે કહેલ છે તે રીતે વિચાર કરીને હું બોલું છું-વચનવ્યાપાર કરું છું. પણ સારા ગુરુને મને જેવો જોઈએ તેવો વેગ મળતું નથી, તેવા ગુરુ ધ્યા મળતા નથી. ક્રિયા કરવામાં આવે અને સાધના ન થાય, એવી કચવાટ-કંકાસવાળી સ્થિતિ મનમાં થયા કરે છે, એ વાતની મને પીડા છે. (૧૦) ટબે–તે માટે શ્રત-આગમને અનુસરીને-વિચારીને કહું છું. તથાવિધ શ્રદ્ધા ૧, જ્ઞાન ૨, કથક ૩, કરણી ૪. શુદ્ધ ગુરુને યોગસંબંધ ન મળે અને સૂત્રોક્તાનુસારિણી કિયાએ કરી ચરણધર્મ સાધી ન શકીએ, અને મોક્ષ તે જ્ઞાન સમ્યગદર્શન યુક્ત, અને ચરણકિયા તેણે કરીને સાધીએ એ જ ચિત્તમાં સબલ સઘળે ઠામે વિષવાદ વતે છે. (૧૦) વિવેચન-સમ્યગ શ્રુતજ્ઞાનને અનુસરીને હું બધી વાત કરું છું, ઉપર જણાવેલ સર્વ વાત શાસ્ત્રમાં કહેલ છે. પ્રાણી બીજા સાથે વાત કરે કે બીજા સંબંધી વાત કરે ત્યારે પહોળે પહોળા થઈ જાય છે, તે વખતે જાણે દુનિયાનું બધું ડહાપણ તેનામાં સમાઈ ગયું છે તેમ તે ડાહી ડાહી પાઠાંતર–અનુસાર” સ્થાને પ્રતમાં “અનુસારિ” પાઠ લખેલ છે. “વિચારી' સ્થાને પ્રતમાં “વિચારીને પાઠ છે. “તથાવિધ” સ્થાને ભીમશી માણેક ‘તથાવિધી” છાપે છે; પ્રતમાં પણ તથાવિધી” પાઠ છે. કિરિયા સ્થાને પ્રતમાં “ કિરીયા” પાઠ છે; અર્થ ફરતો નથી. “વિવાદ ” સ્થાને “વિષાદ” પાઠ પ્રતમાં છે. સઘલે” સ્થાને પ્રતમાં “સઘલૈ” પાઠ છે. (૧૦) શબ્દાર્થ-બૃત = સાંભળેલ જ્ઞાન, બીજા પ્રકારનું જ્ઞાન. અનુસાર = પ્રમાણે, શ્રુતજ્ઞાન જેમ જણાવે તે પ્રમાણે બોલું, વિચારી = સમજી, બોલવા યોગ્ય હોય તેટલું જ બોલું = જણાવું, શબ્દોચ્ચાર કરું. સુગુરુ = સદગાર. શિક્ષણ આપનાર-માગદશન કરાવનાર, દોરવણી આપનાર. તથાવિધ = તેવા પ્રકારના, તદિધ, મિલે = પ્રાપ્ત થાય, મળે. કિરિયા = ક્રિયા, અનુષ્ઠાન કરી = અમલમાં મૂકી. નવી = નહિ (નકારાત્મક) સાધી = પ્રાપ્ત કરી, મેળવી. શકીએ = શક્તિમાન થઈએ. વિષવાદ = દિલગીરી, ઝેર પેદા થાય તેવી તકરાર, કજીઓ, ચિત્ત = મન, સર્વના મનમાં. સધળે = બધે, સર્વમાં (૧૦)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy