SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ ] શ્રી આન ઘન-ચાવીશી પ્રાણી સમ્યગ્ શ્રુત અનુસારે ખેલે છે, પણ હજુ તે ખરાખર સાધના કરી શકતા હોય એમ સદ્ગુરુની દોરવણી વગર ધારી શકતા નથી. (૧૦) તે માટે ઊભા કર બેડી, જિનવર આગળ કહીએ રે; સમય-ચરણુ-સેવા શુદ્ધ દે, જિમ ‘આનધન' લહીએ રે. ષ ૧૧ અ”—તેટલા માટે બે હાથ જોડી ઊભા રહી અમે-તું તીર્થંકર દેવ પાસે વિજ્ઞસિ પૂર્ણાંક કહીએ છીએ-કહું છું કે, મને શાસ્ત્રમાં કહેલી ચરણની સેવા એટલે ચારિત્રની સેવા અથવા આપના ચરણની સેવા ચાખેંચાખ્ખી આપજો, જેથી કરીને હું આનંદના સમૂહને પ્રાપ્ત કરી શકુ. આટલી મારી વિજ્ઞપ્તિ સાંભળો. (૧૧) ટા—તે કારણ માટે ઊભા રહી નિગ પણે બે હાથ જોડી શ્રી જિનેશ્વરની આગળ કહીએ છીએ. સમયચરણ તે આગમાક્ત ચરણ-ચારિત્ર શુચિ-પવિત્રપણે તેની સેવા દેજો. હું ખુશાલ થા" જેમ આનંદઘન-પરમાનંદ રવરવરૂપ પદ પામીએ. એટલે શ્રી નમિનાથના એકવીશમા તીર્થ’કરને–સ્તવન સંપૂર્ણ થયા. (૧૧) વિવેચન—આવે। વખત વતે છે, સદ્ગુરુના યાગ પણ મળતા નથી, તેવા વખતે હું તા હાથ જોડીને અતિ નમ્રતાથી આપની પાસે ઊભા રહી આપની ભક્તિ કરુ છું. અત્યારે ગુરુના અભાવે મને કોઇ દોરવણી આપતું નથી. તેથી આપની ભક્તિ-સ્તવના કરી આપશ્રીને વિજ્ઞપ્તિ કરું છું કે આપે સમય એટલે શાસ્ત્રમાં કહ્યુ છે તેવું શુદ્ધ ચારિત્ર અને તેની સેવાભક્તિ મને બરાબર આપજો, જેથી હું આનંદના ઘન (સમૂહ) હમેશને માટે પામુ. આ પદ્ધતિએ ભક્તિયોગની પ્રધાનતા જણાવી છે. જ્યાં ગુરુ તરફથી જેવી દારવણી મળવી જોઇએ તે મળી શકે તેવું નથી, તેવા સમયમાં આ પ્રાણી વતે છે, તેથી ભક્તિયેાગની મહત્તા બતાવતાં પ્રભુને આ જીવ પ્રાથના કરે છે કે મને શુદ્ધ ચરણ આપજો. આ વિજ્ઞપ્તિને પરિણામે હું 'મેશને માટે આનંદનાં રહીશ અને મારુ કામ થઇ જશે. આમ છેલ્લી પ્રાર્થના કરવામાં ગ્રંથકર્તાએ આ કાળમાં ભક્તિયોગનું માહાત્મ્ય બતાવ્યું અને જે આનદધનના તખલ્લુસથી તેઓએ અનેક સ્તવના બનાવ્યાં છે તેમ આ સ્તવન પણ તેમની કૃતિ છે એમ કર્તાશ્રીએ પોતાના નામના ઉલ્લેખ પણ કરી દીધા. ' , પાઠાંતર— માટે ’ સ્થાને પ્રતમાં · માટિ પાર્ટ છે. આગળ ' સ્થાને પ્રતવાળા આગલી' લખે છે. 4 અ ફરતા નથી. લહીએ' સ્થાને પ્રતમાં ‘લહિઈ લખે છે, : કહીએ ’ સ્થાને પ્રતમાં ‘ કહિઈ' લખે છે, અથ ફરતા નથી. (૧૧) શબ્દા—તે માટે = તેને લીધે (સદ્ગુરુ મળતા નથી તે કારણે). ઊભા = ખડો થયા, હાજર થયા. " * કર = હાથ. જોડી = એકઠા કરી, ભેગા કરી. જિનવર = તીથંકર, ભગવંત. આગળ = પાસે. કહીએ = જણાવુ = છું, કહું છું. સમય = શાસ્ત્રમાં જણાવેલ. ચરણ = ચારિત્ર. સેવા = પૂજા, આરાધના. શુદ્ધ = ખરાખર, કહી છે તેવી. દેજો = આપજો. જિમ = જેમ. આનંદધન = આનંદને સમૂહ, ખૂબ આનંદ. લહીએ = પ્રાપ્ત કરીએ, લઈ એ. (૧૧)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy