SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨] શ્રી આનંદ્યન-ચાવીશી લગભગ જૈન કવિએ પ્રભુપ્રેમને પ્રાથમિક દશામાં કતવ્યરૂપે વર્ણવેલ છે. લટકાળા મેહુનવિજયે ‘ પ્રીતલડી બંધાણી રે અજીત જિષ્ણુ દશું ' એવું કવન કરી પ્રેમનું ગાંડપણ પણ કર્તવ્યરૂપે ગાયું છે અને પ્રેમ દ્વારા ભવભયભાવઠ ભાંગવાની કક્ષા સુધી પ્રેમને લઈ ગયા છે. અનેક કવિઓએ આ પ્રભુપ્રેમના વિષયને ઘણી ઘણી રીતે બહુલાવ્યા છે, અને સના આશય વિશુદ્ધ હાર્દ, ખૂબ વિચારણા માગે તેવી રીતે તે વિષયને ઝળકાવ્યા છે. અને યશેવિજયજી ઉપાધ્યાયે તે એ પ્રેમને અનેક દિશાએ દાખવ્યા છે. ચંદ્રપ્રભુના સ્તવનમાં એને ચાતક અને વરસાદની રાહુ સાથે સરખાવી એક લહેરમાં દુઃખ ડરવાની કોટિ સુધી ખેંચી આણ્યા છે. અને 'ડિત વીરવિજયજીએ પ્રેમને વ્યવહારુ રૂપમાં અનેક પૂજાએ અને સ્તવનામાં મૂકયો છે. એટલા માટે પ્રેમનું સ્વરૂપ બરાબર સમજવાની જરૂર છે. પોતાની ભૂમિકા વિચારી પ્રથમ બાહ્ય રૂપે, આગળ વધતાં આંતર રૂપે, પછી ત્યાગ રૂપે અને છેવટે આત્મપ્રેમની સાથે એકતા સાધવાની, અને યાગમાં પ્રગતિ કરી પ્રભુના આત્માની પોતાના આત્મા સાથે ગુદૃષ્ટિએ એકતા વિચારી પ્રભુમય–વીતરાગમય અને છેવટે નિરંજન-નિરાકાર દશાએ ક્રમસર વધવાની આવશ્યકતા સ્વય' દેખાઇ આવે છે. અને એમાં પ્રગતિ કરતાં આત્મદન થવાની શકયતા હોવાથી પ્રેમ' ને માગે પ્રભુપ્રેમ જમાવવાની અને તેમાં આગળ વધારા કરવાની વાત અત્ર કરી છે. C એમ કરવા જતાં ઘણી વખત સ્થૂળ પ્રેમના આભાસમાં ઘસડાઈ જવાય છે, ઘણી વાર પોતાના સુખચેન માટે પ્રેમના દેખાવેા કરવાનું મન થઈ જાય છે અને કોઇ વાર પ્રાર'ભિક દશાને અંતિમ સાધ્ય દશા માની લેવાની ભૂલ થઇ જાય છે. એટલા માટે અગ્નિમાં બળી મરવાની અને ખાળતપની વાતા કરી ચેતવણી આપવામાં આવી છે અને આત્મિક પ્રેમ પર આધાર રાખવાની અને તેમાં પ્રગતિ કરવાની ભલામણ કરવામાં આવી છે. પ્રેમ કરવા દ્વારા રાગ પર વિજય મેળવવાની, અને જે સાહેબ અનંત કાળ સુધી સંગતિ ન છેડે તેને આશ્રય કરવાની વાત સ્વીકારવા જેવી છે. પ્રભુપ્રેમની મુદ્દામ વાત આ સ્તવનમાં કરી છે. એમાં વીરા સાળવીની કૃષ્ણ તરફની દુન્યવી ભક્તિ ન ચાલે, એમાં લક્ષ્મણા સાધ્વીની ઉપરઉપરની અધૂરી ભક્તિ ન ચાલે, એમાં મેઘકુમાર જેવા પરીષહુસહન તરફ અભાવ ન ચાલે; એમાં તે ગૌતમસ્વામી જેવે વીર ભગવાન તરને પ્રેમ જોઇએ, એમાં મૃગ, ખળદેવ અને રથકારક જેવા પ્રેમ જોઇએ, એમાં મુનિ તરફ નયસાર જેવે સાચા પ્રેમ જોઇએ. એમાં ગૌતમસ્વામી જેવી પ્રશસ્ત રાગતા હોય તે અતે રસ્તા જડી આવે; પણ આહુબળ જેવું કષાયનું સામ્રાજય હાય તા વાત વટકી પણ જાય. મમ્મણશેઠે મુનિરાજને મેદક આપી પછી પોતાની જાતની નિંદા કરી તેવી અથવા અત્યારે ફાળા ભરી ઘેર આવે ત્યારે પશ્ચાત્તાપ કરવાની વાતને સ્થાન ન હેાય. આવી પ્રભુપ્રીતિને સમજવી, કાયમ કરવી અને છેવટે ધ્યાનધારાએ ચઢી સાધક અને સાધ્યની એકતા વિચારી પેાતાની જાતને પરમાત્મભાવમાં એકરસ કરી નાખવી—આ મા પ્રભુપ્રેમના છે. એટલા માટે શ્રી યશેવિજય ઉપાધ્યાયે શ્રી ધર્મીનાથના સ્તવનમાં નીરાગીની સેવાના પ્રશ્ન પણ હાથ ધર્યો છે. અને કોઈને સવાલ થાય કે વીતરાગ જેવા નીરાગી આપણને શું આપી દેવાના હતા ? આને જવાબ આપતાં પ્રભુભક્તિ શું
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy