SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧: શ્રી ઋષભદેવ સ્તવન | [૨૧ જણાય છે. શ્રી દેવચંદ્રજી મમ્હારાજે પણ ચોવીશીની શરૂઆત પ્રીતિના સ્વરૂપદર્શનથી કરી છે. એમણે પ્રીતિ શા માટે કરવી તેને ચતુર માણસને સવાલ પૂછડ્યો છે. અને પછી પ્રીતિનું શાસ્ત્ર ચર્યું છે. એમણે તે ઉઘાડી રીતે જણાવ્યું છે કે દુનિયાદારીની પ્રીતિ તે ઝેરથી ભરેલી છે, નાશવંત છે એને રાગ રહિત ભગવંતમાં એવી પ્રીતિ સંભવે નહિ. અને છેવટે “પર” સાથેની ચાલુ પ્રીતિ તેડે તે પ્રભુ સાથેની પ્રીતે જોડે એ વાત કરી છે અને એવા પ્રકારની પ્રીતિને એકત્વતા જ કહી છે. આ પ્રીતિને આખે વિષય તેમણે પ્રથમ સ્તવનમાં ચીને પ્રીતિના વિષયને લગભગ આનંદઘનજીની રીતે જ ચર્ચો છે; પણ આનંદઘનજીએ યોગીની દષ્ટિએ ચર્યો છે, જ્યારે દેવચંદ્રજીએ બુદ્ધિની નજરે ચર્ચે છે. પ્રભુપ્રેમ કેવો કરવો, એને અંગે દેવચંદ્રજીનું એ પ્રથમ સ્તવન (ષભજિકુંદણું પ્રીતડી) વાંચવા વિચારવા યોગ્ય છે, ત્યારે તત્વશિરોમણિ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પ્રભુપ્રીતિના વિષયને તદ્દન જુદી રીતે હાથ ધર્યો છે. એ બીજા શ્રી અજિતનાથ ભગવાનના સ્તવનમાં પ્રભુપ્રીતિની આદેયતા સ્વીકારીને જ ચાલે છે, અને પછી એવી પ્રીતિમાં જે રસ લેનાર હોય, તે બીજી દુન્યવી પ્રીતિની લપછપમાં પડે જ નહિ, એ ધોરણે ચાલ્યા છે. એમણે “રાગના વિષયને ચર્ચતાં, રાગની દશમી સઝાયમાં કહ્યું છે કે “રાગ ન કરશે કઈ જન કેઈશું રે, નહિ રહેવાય તે કરજો મુનિશું રે.” એનો આશય એમણે તદ્દન જુદી રીતે લીધે છે. એ તે કહે છે કે રાગ કરવો જ નહિ અને કરે તે મુનિ સાથે કરે, દેવ સાથે કરે, કારણ કે રાગ વ્યાધિ છે, અને ભગવાન સાથે સ્નેહ કરવાથી રાગમાં રહેલું ઝેરનું તત્ત્વ નાશ પામી જાય છે. આવી રીતે એમણે રાગના પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે પ્રકાર પાડ્યા છે અને પછી પ્રશસ્ત રાગ તરફ ભળી જવા સૂચન કર્યું છે. અને પછી, એક વાર પ્રભુ પ્રત્યે રાગ થયે એટલે, મનનું આખું વલણ જ એવું થઈ જશે કે સ્થળ પૌગલિક રાગ ગમશે જ નહિ; રાગ તરફ કાં તે વિરાગ થાય અથવા રાગના પ્રવાહને સારે માગે ઉતારી દેવાય. આવી રીતે પ્રભુપ્રેમ જેવા સાદા વિષયને અને વિષય બનાવી શકાય છે. આપણે ચાલુ વ્યવહારુ કવિઓને જઈશું તે તેઓ ભક્તિમાર્ગને એવી રીતે સૂચવશે કે પ્રભુપ્રેમમાં લયલીનતા બતાવી આપશે, પછી પ્રભુને અનેક રૂપકો આપશે, એની સાથે વાતે કરાવશે, એને માશુકનું રૂપક આપશે એની સાથે ઇશ્ક સધાવશે વગેરે. વ્યવહારુ-દુન્યવી પ્રેમને ચાલુ કક્ષામાંથી ઊંચે લઈ જવાને આ એક પ્રકાર છે, કારણ કે પ્રાણી હજુ બાહ્ય દશામાં હોય ત્યાં એની પાસે ઉચ્ચ ભૂમિકાની વાત કરવાથી એ પિતાની ભૂમિકાને ગોટાળે ચઢાવી દે અને એકદમ ઉચ્ચ ભૂમિકાએ ચઢી ન શકે. એટલા માટે શરૂઆતમાં બાહ્ય આકર્ષણને પણ સ્થાન આપવામાં આવ્યું છે અને પ્રેમની ભૂમિકામાં આગળ ધપવાના પાઠો આપવામાં આવ્યા છે. ગમે તે રીતે પ્રભુપ્રેમ કરીને અંતે તેને આત્મિક દશામાં લઈ જવો અને યોગમાર્ગે પ્રગતિ કરી ચેતનને વિકાસ સાધવો એ આ પ્રેમમાર્ગદર્શનનો આશય હોય છે. અને છતાં એમાં સ્વાર્થધતા નથી, એમાં પરમાર્થ દષ્ટિ છે અને એમાં આત્માની મૂળ સ્થિતિ પ્રકટ કરવાના કેડ છે. બાકી તે, પરમાર્થને એક નજરે ઉત્કૃષ્ટ સ્વાર્થ પણ કહી શકાય, પણ એ સ્વાર્થ પણ આદેયની કક્ષામાં આવી જાય છે.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy