SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧: શ્રી ઋષભદેવ સ્તવન [૨૩ કરે તેને વિસ્તાર કરતાં પ્રભુપ્રેમની મહત્તા તેમણે દાખવી છે અને ચિંતામણિને દાખલે આપી નીરોગી તરફનો પ્રેમ સ્વીકાર્ય બતાવ્યું છે. એ જ મહાન દ્રષ્ટાએ અનંતનાથના સ્તવનમાં પ્રભુપ્રેમને ળ મજીઠનો રંગ જમાવવા ખૂબ પ્રેરણા કરી છે. જગગુરુ તરફને સાચો પ્રેમ પ્રાણીને અંતે અક્ષય અને અભંગ બનાવે છે, એ વાત એમણે મુક્તકંઠે સ્વીકારી છે. એમને અભિપ્રાય એવો છે કે ચંદનનો સ્વભાવ શીતળતા નીપજાવવાનું છે, અગ્નિને સ્વભાવ ગરમી આપવાનું છે, તેમ જ પ્રભુગુણપ્રેમને સ્વભાવ સેવકનાં દુઃખ દૂર કરવાનો અને ભભવ ભટકવાની વિડંબના દૂર કરવાનો છે. આવી રીતે પ્રીતિને વ્યવહાર અને આત્મિક એવા બે ભાગમાં વહેંચી, મેહુથી ભરેલી, કષાયમાંથી ઉદ્ભવેલી અને પુલભાવથી પિષાયેલી પ્રીતિને અનાદેય ગણાવી છે. અને સાધનધર્મ તરીકે પ્રભુપ્રીતિને સ્વીકાર્ય ગણાવી છે. આનંદઘનજીએ તે એને શરૂઆતથી જ બહુ ઊંચી કક્ષામાં મૂકી છે અને પ્રેમનું આખું શાસ્ત્ર ગ્રાહ્ય વિભાગમાં લાવવા સાથે એની અતિ વિશિષ્ટ ઉચ્ચ ભાવના જાળવી રાખીને એને યોગની ભૂમિકા પર મૂકી દીધી છે. અને અલખની લીલા અને લખની આશા પૂરવાની ભૂમિકાને સ્પર્શ કરીને એમણે આદર્શ પ્રભુનું દર્શન કરાવ્યું છે. એમની ગદષ્ટિમાં લક્ષ્યાલક્ષ્ય સ્વરૂપ બરાબર સમજાયુ છે અને પિતાના અનુભવને અંતે એમણે સ્થાપના કરી છે કે કહેવાતી લીલા દેષ રહિત પ્રભુમાં ન ઘટે. પ્રથમ સ્તવનને અગત્યને ઝેક પ્રેમનું સ્વરૂપ બતાવવાના પ્રસંગને અંગે આખું “લીલાનું સ્વરૂપ વિશિષ્ટ પ્રેમની કટિમાં ન આવે તે બતાવવાનો છે. એમ કરતાં એમણે આડકતરી રીતે જગતનું અનાદિત્વ, બહારની કઈ શક્તિ આપણને મોક્ષ અપાવી દે (મન આસ પૂરે એ વાતની અનાદેયતા અને અનંત શક્તિના ધણી ચેતનરાજાની પિતાના બળની વિશિષ્ટતા બતાવી આપી છે. પ્રથમ સ્તવનમાં આ બીજે મડુત્વને વિષય છે. અને મેગી લક્ષ્યાલક્ષ્ય સ્વરૂપ તરફ કઈ નજરે જુએ, અથવા તેમણે તે તરફ ક્યા દષ્ટિબિંદુથી જેવું જોઈએ, તેનું નિદર્શન કરાવ્યું છે. અને ખરી કમાલ તે પૂજનને અંગે ચિત્તપ્રસન્નતાના ભાવને આગળ કરવામાં કરી છે. પ્રેમ-પ્રીતિમાં બાહ્ય વિનોદ કે દેખાવ કરવાના ન હોય, ત્યાં તે મન પ્રસન્ન થાય, અંતરાત્મા પોતાની દિશામાં મસ્ત રહે અને પરભાવને બદલે આત્મભાવ અંદરનું સ્થાન લે, ત્યારે આનંદઘનની રેખા અનુભવાય છે, ત્યારે અખંડ પૂજા થાય છે અને વિશુદ્ધ પરિણતિએ ચઢેલ ચેતનરાજ ખરા પ્રેમના પાત્ર થાય છે. વ્યવહારુ પ્રેમ શબ્દને અડી આત્મિક ભૂમિકા પર લઈ જવામાં આવ્યો છે, અને સ્વને સ્વીકાર અને પરને ત્યાગ અહીં આદર્શ પ્રીતિમાં સ્થાન પામેલ છે. પૂજનને ભાવપૂજનની કક્ષામાં કઈ રીતે લઈ જવાય, પૂજનને સારો લાભ કેમ લઈ શકાય, એની ચાવી બતાવી દીધી છે. પ્રેમને અને પ્રેમીના ચિત્તને અભેદ છે એમ બતાવતાં બાહ્ય ભાવને ઠોકર મારી ફેકી ન દેતાં ચિત્તપ્રસન્નતાના આંતર ભાવને ખૂબ મહત્તા આપી છે. આ પ્રાણી વિભાવમાં એટલે ઓતપ્રોત થઈ ગયું છે કે એને આત્મભાવનાં દર્શન થવા દુર્લભ થઈ પડ્યાં છે. ગીરાજ કહે છે કે તમે પૂજન કરી ખરે લાભ લેવા ઇચ્છતા હો તે ચિત્તની પ્રસન્નતા મેળવે, ચેતનના મૂળગુણને જમાવો અને બાહ્ય ભાવને વિસારી મૂકે. આ રીતે
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy