SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪] શ્રી આનંદઘન–વીશી આપને વિનતિ કે મારે હાથે આપ જેવા સમર્થ પુરુષ પકડે અને મને હમેશા આપના ચરણકમળની સેવા મળ્યા કરે, તે અંતે જે અત્યારે મારી એકપક્ષીય સેવા છે તેને પણ મને જરૂર લાભ મળે અને મારાં સર્વ કાર્ય સિદ્ધ થઈ જાય. એકપક્ષીય પ્રેમ હોવા છતાં તે નિશ્ચયનયની નજરે શુદ્ધાત્માને શુદ્ધ આત્મા સાથે પ્રેમ છે અને તે યોગ્ય હોઈ અંતે તે મારું કામ સિદ્ધ કરી આપે તેમ છે. આપ કેવા છે તે હું જાણું છું અને તે આપને આવતી ગાથામાં કહી બતાવું છું. આપ મારી ઉપર કૃપા કરજે અને કૃપા કરી મારી આટલી વિનતિ ધ્યાનમાં લેશો. (૮) ચક્રી ધરમતીરથતણો, તીરથફળ તતસાર રે; તીરથ સેવે તે લહે, “આનંદઘન” નિરધાર રે. ધરમ૦ ૯ અથ_આપ તે ધર્મતીર્થના મોટા ચક્રવર્તી છે અને તીર્થનું પરિણામ તે તત્વની પ્રાપ્તિ છે. આવા સાચા તીર્થની જે ભક્તિભાવે સેવન કરે તે આનંદના સમૂહને જરૂર પ્રાપ્ત કરે. (૯) ટબો—તમે ચકી છે, ધર્મતીર્થનાથ છે, તે સર્વ જિન છે. વળી તમે સાતમા ચકી પણ છે, અનાથનાથ છે, તીરથ–પ્રવચનફલ એ તત્ત્વસાર-પ્રધાન છે. તે જે તમારું તીર્થ સેવે તે નિશ્ચયે આનંદઘન આત્મા પરમાત્મા સ્વરૂપ પામે. એવા ધર્મચકી મહમલ્લને જિતે. એટલે શ્રી અરનાથ અઢારમા તીર્થંકરનું સ્તવન થયું સંપૂર્ણ. (૯) - વિવેચન—શ્રી અરનાથ ભગવાન એ જ ભવમાં ચક્રવર્તી હતા. શાંતિનાથ, કુંથુનાથ તથા અરનાથ એ અનુકમે બાર પૈકી ત્રણ ચકવતી હતા. અને એ ચકવતી હતા એ ઉપરાંત ધર્મ ચકના પ્રવર્તાવનાર હતા. “અર’ એટલે આરે, કાંઠે. પૈડાને છેડો-આરે હોય છે. સંસાર સમુદ્રની પાર પામવાને લઈને તેમનું “અર’ નામ પડ્યું છે. “અને અર્થ “પહોળું” એમ પણ થાય છે. અથવા “અરે” એટલે “વૃદ્ધિ.” પ્રભુ ગર્ભમાં આવ્યા પછી માતાએ રત્નમય આર તથા શુભ પાઠાંતર–“ચક્રી ” સ્થાને ભીમશી માણેક ચક્ર ' છાપે છે; પ્રતમાં “ચક્રી ” પાઠ છે.” “તત’ સ્થાને અને પ્રતમાં “તન” લખેલ છે. “તીરથ ને બદલે પ્રતમાં બન્ને સ્થાને “તીરધ્ધ” પાઠ છે તેને બદલે સેવે પ્રતમાં લખેલ છે, તે પ્રાચીન ગુજરાતી છે. “લખે ' લખવાની રીત પ્રત લખનારની “લહૈ' છે. (આઠ ગાથાએ સ્તવન એક પ્રતવાળે પૂરું કરે છે, બીજી પ્રતમાં નવ ગાથા છે. (૯) શબ્દાર્થ_ચક્રી = ઉપરી, મોટા ચક્રવતી, પણ શેના? ધરમ-તીરથ = ધમતીથ, પ્રવર્તાવેલ ધર્મરૂપ તીર્થના અધિપતિ. તણો = ને (છઠ્ઠી વિભક્તિને પ્રત્યય). તીરથ = તીર્થનું (છઠ્ઠી વિભક્તિ અધ્યાહાર ). ફળ = લાભ, પરિણામ, તતસાર = તત્ત્વસાર, તતબ માલ મળે તે, સારા તત્ત્વની પ્રાપ્તિ. તીરથ = તીર્થ, જેનાથી તરીએ તે તીર્થ. સેવે = પૂજા કરે, અનુસરે. તે = તે મનુષ્ય પ્રાણી. લહે – લે મેળવે, પ્રાપ્ત કરે. આનંદઘન = આનંદના સમૂહને, આનંદની ઘટનાને. નિરધાર = નક્કી, ચોક્કસ, (૯)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy