SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ : શ્રી અરનાથ જિન સ્તવન [ ૩૫૫ દીઠાં, માટે જન્મ થયા પછી તેમનું “અર’ નામ આપ્યું. તેમનું ગજપુર નગર, સુદર્શન રાજા પિતા, દેવી રાણી માતા, ચોરાશી હજાર વર્ષનું આયુષ્ય. સુવર્ણ જે તેમને દેહ ઃ આવા અરનાથ પ્રભુ ધર્મચકના પ્રવર્તાવનાર હતા. તેઓએ જે ધર્મ પ્રવર્તાવ્યા છે ત્યાર પછી ઘણાં વર્ષ ચાલ્ય. તેમની આગળ ધર્મચક્ર ચાલતું. ચક એ ગોળ વસ્તુ હોય છે અને સૂર્યથી દશગણી તેની ભવ્યતા હોય છે. આવા ધર્મચક્રના પ્રવર્તાવનાર હોવાથી મારા આદર્શમય છે. અને તેઓ મુક્તિ ગયેલા હોવાથી બધી રીતે આદર્શ સ્થાને સ્થાપન કરવા ગ્ય છે. તેઓ દુનિયામાં ચક્રવર્તી થયા તે માટે નહિ, પણ દુનિયામાં પડતા આ જીવને ધારી રાખે અને તેને ઊંચે રાખે તે ધર્મચકી હોવાથી મારા ખરેખરા આદર્શ સ્થાને છે, પૂજ્ય છે અને સંસારને આરે પામેલ હોવાથી અરનાથના નામને યોગ્ય છે. તીર્થ એટલે કે તારે તે તીર્થ. સામે કાંઠે જવાને રસ્તો બતાવે, પૂરો પાડે તે તીર્થ. આપણે ગંગા, નર્મદા કે તાપી નદીમાં જે આરા હોય છે, સામા કાંઠા પર જવાના માર્ગો હોય છે, તે આર અથવા તીર્થ કહેવાય છે. ભગવાન જે તીર્થની સ્થાપના કરે તેનું ફળ તત્વબુદ્ધિ છે. સાત અથવા નવ તત્વે, જેનું સુંદર સંક્ષિપ્ત વર્ણન પ્રશમરતિ ગ્રંથમાં કર્યું છે, એ તત્વજ્ઞાન એ તીર્થનું ફળ છે. સાત કે નવ ત જાણવાં, સડવાં, એ તીર્થ પામ્યાનું ફળ છે. આવું તીર્થ ભગવાન અરનાથે સ્થાપન કર્યું. એ સમજવું, નવ તત્વ કે સાત તને સમજીને સ્વીકારવાં, એ તીર્થ પામ્યાનું ફળ છે. દરેક ભગવાન “નમો તિસ્થર’ કહી સમવસરવણમાં બેસે છે. એ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુવિધ સંધ, તેને આપ જેવા મોટા માણસે નમસ્કાર કરે છે તેને હું નમું છું. આખા તીર્થને સાર તત્ત્વજ્ઞાનમાં સહણારૂપ છે. એવા તીર્થને હું પામ્ય અને સંસારને આરે બેઠો છું. એ સાત અથવા નવ તત્ત્વને જાણું એ આપના પ્રરૂપેલા તીર્થને સાર છે, આવું જે પ્રાણી જાણે તેને આનંદનો સમૂડ એના પુષ્ટ આકારમાં પ્રાપ્ત થાય છે અને એની જિંદગી સફળ થાય છે. આવા તીર્થને પ્રાપ્ત કરીને મારા આદર્શ તરીકે આપશ્રી નાથને હું સ્વીકાર કરું છું અને તેને અનુસરું છું. આપના તત્ત્વ આનંદસમૂહને હું પ્રાપ્ત કરું તેવી મારી જિજ્ઞાસા છે અને તેથી મને જરૂર આનંદને ઘન મળશે એવી મારી ખાતરી છે. અહી આ સ્તવનના કર્તા “આનંદઘન નામથી લખનાર એક મહાપુરુષ છે એ વાતને પણ અર્થથી જણાવી. જૈન સંપ્રદાય પ્રમાણે લેખકનું નામ ગ્રંથને છેડે આવવું જોઈએ, તે સંપ્રદાય લાભાનંદજીએ અનંદઘન શબ્દ દ્વિઅર્થમાં મૂકી જણાવી દીધું છે, તે આ ગાથાપરથી માલૂમ પડે છે. તીર્થની સેવન કરે તે આનંદના ઘન(સમૂહ)ને જરૂર પામે એ એને બીજો અર્થ છે. આ સ્તવનમાં ઘણી અગત્યની વાત કરીને લેખકશ્રીએ મોટો ઉપકાર કર્યો છે. ૯)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy