SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૫૩ ૧૮: શ્રી અરનાથ જિન સ્તવન અથ–મારી પ્રીતિ તે એકતરફી પ્રેમ છે અને તે હે જગતના નાથ ! આપની સાથે છે આપની તરફ છે તે મારા ઉપર મહેરબાની કરીને આપના પદકમળની નીચે આપ મારો હાથ પકડી રાખજે. (૮) ટબો–હે જગનાથ ! તારી સાથે એકપખી પ્રીતિ લાખેગમે નરની છે તથા સરાગીને લાખોગમે શુદ્ધ વ્યવહાર તારી સાથે મિલવાને પ્રીતિ બાંધનાર છે, તે માટે કૃપા કરીને તમારા ચરણતળે હાથે ગ્રહીને રાખજે, જેમ પરમ ચરણધર્મ, તે ધર્મ તમારે જાણીને આદરીએ. (૮) વિવેચન – આપની સાથે મારો પ્રેમ તે એકપખે છે, હું રાગી અને તમે નીરાગી, હું દ્વેષીલે અને તમે દ્વેષ વગરના, હું હાસ્યરતિમાં ફસાયેલે અને તમે તેનાથી રહિત, હું વેદી અને તમે નિર્વેદી; આવી અરસપરસ વિરુદ્ધ મારી એકતરફી પ્રીતિ આપના તરફ છે. હું ગમે તેટલે આપના તરફ પ્રેમ કરું તે એક પક્ષને જ પ્રેમ છે, કારણ કે આપ તે કેઈના તરફ પ્રેમ કરતા નથી, આપ વીતરાગ અને વીતદ્વેષ છો, મારી આપ તરફની પ્રીતિ એકપક્ષીય છે; પણ આપ ગમે તેવા મોટા જગતના નાથ છો પણ નિશ્ચયનયે તે આપના જેવો જ હું શુદ્ધ છું, તો આપ મારી એક વિજ્ઞપ્તિ સ્વીકારજે. મોટાની સાથે પ્રેમ કરવા પહેલાં વિચાર કરવો જોઈએ. કહેવત છે કે સરખા માણસની પ્રીતિ શોભે, અને તે પ્રીતિ ટકે પણ ખરી. આપના જે જ હું શુદ્ધ આત્મા છું. તેથી હું આપની પાસે વિજ્ઞાપન કરીને જણાવ્યું છે કે તમે મારો હાથ પકડીને આપ મારી સેવા સ્વીકારે અને આપ મને આપશ્રીના પગ નીચે રાખજે. આને મળતી સ્તુતિ એ “જય વીયરાય” અને “કલયાણુમંદિરમાં પણ કરે છે અને અનેક સ્તવનમાં સીધે કે આડકતરે એ જ ઘોષ હોય છે. મમ દુન્ન સેવા મ મ તુ IIM –તમારા પદોની સેવા મને ભાભવ મળજે. આટલી જ મારી આપ પ્રત્યેની વિજ્ઞપ્તિ છે. જોકે એ આપને એકપક્ષીય દેખાય તેવી પ્રીતિ છે, પણ મને ખાતરી છે કે આપને આદર્શ, જે હું સેવી રહ્યો છું, તે વારંવાર મને મળ્યા કરે તેમ આપ કરજે. હું આ વિનંતિ મારા હિત ખાતર કરું છું કે આપ મારે હાથ પકડી રાખીને મને આપના ચરણકમળની સેવા જરૂર આપજે. મેં આપને આદર્શ સ્વીકાર્યો છે અને નિશ્ચય કર્યો છે કે એ આદર્શને અનુરૂપ થવું તે છે. રાખજો ' ને બદલે બને પ્રત લખનાર “રાષ” લખે છે. “ગ્રહી ' સ્થાને પ્રતવાળો “પ્રહા” લખે છે. હાથ” સ્થાને એક પ્રતમાં “ હાશ્ય’ પાઠ છે. (૮) | શબ્દાર્થ—એકપણી = એકતરફી. લખ = લક્ષ્ય, પ્રેમ. પ્રીતની = પ્રેમની. તુમ = તમારી. આપની, તારી. સાથે = જડે, સંબંધ. જગનાથ = જગન્નાથ, જગતના નાથ, સર્વ પ્રાણીના ઉપરી. કૃપા = મહેરબાની, દયા, સૌહાદ. કરીને = ભજવીને, અમલમાં મૂકીને. ચરણ = પગ, પાદ. તમે = આપ પિતે. ગ્રહી = પકડી, ઉપાડી. હાથ = હસ્ત. (૮)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy