SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦] શ્રી આનંદઘન-ચાવીશી આવા પ્રકારની અખંડ આસેવનામાં મનનાં મનામણ કરવામાં નહિ કે મુત્સદ્દીપણાની ચાલ ચલાવવાની નહિ. એ પ્રેમની પાછળ તે ગાંડા થઈ જવું ઘટે, એની ખાતર ખુવાર થઈ જવામાં પણ સંકેચ આણ ન ઘટે. નિષ્કપટ ભાવે, શાંત નજરે પિતાની જાતનું સર્વસ્વ પ્રભુચરણે રજૂ થઈ જાય અને પ્રભુમય જીવન બની જાય, એ ખરી પૂજા, એ સાચો પ્રેમ, એ અખંડ પ્રીતિ. આ આત્માર્પણને આખા સિદ્ધાંત ખાસ લક્ષ્યમાં લેવા યોગ્ય છે. એમાં અને વૈષ્ણવીય સમર્પણના સિદ્ધાંતમાં ખૂબ ફેરફાર છે આમાં તે આદર્શ ખાતર પિતાની જાતને વિસરી જવાની વાત છે. આમાં તદ્રુપતા કેળવવાને આદર્શ છે અને આમાં પર ભાવને છોડી આત્મભાવ સાથે એક્તા સાધવાની હકીકત છે. આ આત્માપણના વિષય પર પાંચમાં સુમતિનાથના સ્તવનમાં ખૂબ વિસ્તાર કરવાનું હોઈ અત્ર તે સમર્પણની હકીકતને માત્ર સ્પર્શ કરવામાં આવ્યો છે. હકીકત એમ છે કે આત્માની ત્રણ પ્રકારની દશા વર્તે છેબહિરાત્મભાવ, અંતરાત્મદશા અને પરમાત્મદશા. ઘરબાર, ધનદોલત, સ્ત્રીપુત્રાદિને પિતાનાં માનવી અને તેને માટે તનતોડ મહેનત કરવી, તે બહિરાત્મદશા. મનેવિકારે પર વિજય મેળવી આત્મદશાની વિચારણામાં ઊંડા ઊતરવું અને વ્યવહારનાં કાર્યોમાં અથવા શરીરના સંબંધમાં માત્ર સાક્ષીભાવ રાખવો તે અંતરાત્મદશા, અને બાહ્ય ઉપાધિને ત્યાગ કરી જ્ઞાનાનંદમાં મસ્ત રહેવું અને વિષય-કષાયની ઉપર થઈ જવું તે પરમાત્મદશા. કોઈ પણ પ્રકારના કપટભાવને છોડી દઈ આત્માનું સમર્પણ કરી દેવું, બહિરાત્મદશાને ત્યાગ કરી અંતરાત્મદશામાં વિહરવું એનું નામ આત્માપણ કહેવાય છે. આવા પ્રકારનું શુદ્ધ આત્માર્પણ થાય, બાહ્યાભદશાને ત્યાગ થાય અને ખોટો દેખાવ કે ટૅગ કરવાની વૃત્તિ પણ ન રહે, એવા પ્રકારની આત્મદશા થાય તે આનંદઘનપદની રેખા છે, જડ છે. એ સાચી પ્રીતિ છે, એ અનંત પ્રેમ છે. “આતમ અરપણમાં આત્માના બાહ્ય ભાવનું વિસર્જન, બુદ્ધિના વિલાસ પર અંકુશ, પર ભાવને ત્યાગ અને શુદ્ધ ચેતનાના પતિ વિશુદ્ધ આત્માની સાથે એકલયતા એવી થઈ જાય કે એમાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાન એક થઈ જાય ? આવું આત્માર્પણ થાય તે ખરી પ્રીતિ છે, અને યેગીનું લક્ષ્ય હમેશ એ પ્રીતિને સાક્ષાત્કાર કરવામાં હોય છે. આવા પ્રકારને ભાવ પાઠાંતરમાં આવતા “સમર્પણને અંગે કહી શકાય. જ્ઞાનસારે એ પાઠ સ્વીકાર્યો છે અને ત્યાર પછી જે પુસ્તકમાં આ સ્તવન છપાયું, તેમાં એ પાઠ સ્વીકારા છે. છેવટે એટલું જણાવવાનું કે “કપટ રહિત થઈ આતમ આપણો રે' પાઠ વધારે સુયોગ્ય, રુચિકર સને ચાલતા વિષયને વધારે બંધબેસતે મને લાગતું હોઈ મેં મૂળમાં એ પાઠને સ્વીકાર્યો છે. (૬) ઉપસંહાર પ્રભુપ્રીતિ–આ પ્રથમ સ્તવનને મુખ્ય ઝોક પ્રીતિનું સ્વરૂપ બતાવવાનો અને દુનિયાદારીની પ્રીતિમાં અને આત્મિક પ્રીતિમાં તફાવત કયાં, કેવો અને શા માટે છે તે વાત ધ્વનિરૂપે રજુ કરવાને
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy