SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ : શ્રી ઋષભદેવ સ્તવન [૧૦ નથી, કેઈ ગચ્છ, ગણ કે ઉપાસકનું નામ નથી, એમાં કઈ મત, ફિરકા કે દર્શનનું નામ નથી. આનંદ એટલે આત્માની નિર્વિકારી દશા અને તેની વિપુલતા તેની નક્કરતા તે આનંદઘન લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, એ ત્રણેના સમૂહને ઘન (Cubic) કહેવામાં આવે છે. અથવા છ સરખી બાજુની આકૃતિને ઘન કહેવામાં આવે છે. એટલે આનંદના ઘનને અડી નજર સન્મુખ રાખ્યા છે, એમાં યોગ ભાષામાં સમજાવેલ આનંદને નિર્વિકારી મૂળભાવ ઠાંસી ઠાંસીને ભરેલ હોય છે. આનંદઘન એ આત્મદશા છે, ચૈતન્યભાવ છે, વચનાતીત વિશિષ્ટ યોગદશા છે. એ આનંદઘનપદ પ્રાપ્ત કરવા આપણે સર્વના કેડ છે. ત્રષભદેવની-વીતરાગદશાની પ્રીતિને અને વ્યવહારુ સાંસારિક સ્નેહને કેવો સંબંધ છે તે બતાવી છેવટે એ પ્રીતિને જમાવવાની ભલામણ કરતાં ગીરાજ કહે છે કે મન જેમાં અંદરથી પ્રસન્ન થાય, અને નિષ્કપટ ભાવમાં આપણો આત્મા વડે ત્યારે આનંદઘનપદની રેખા એ અનુભવે છે, અથવા એવા પ્રકારની પૂજામાં આનંદઘનપદની જડ છે. “સેતુ” શબ્દ ખાસ વિચારવા જેવો લાગે છે. સામાન્ય ભાવ ઉપર રજૂ કર્યો છે, પણ એ શબ્દમાં ઘણું રહસ્ય હોય એમ ભાસે છે. “રેડને અર્થ હિંદી કોષ પ્રમાણે “ઊખર (ખારાપાટવાળી જમીન, જેમાં કાંઈ પાકે નહિ તેવી) જમીન, મેદાનમાં ખાર મળેલી માટી” એ થાય છે. એ પ્રમાણે આત્મા કપટ રહિત અખંડ પૂજા કરે ત્યારે તેની સાથેની ભૂમિકા ઊખર જમીન થઈ જાય છે; એમાં પછી કર્મને પાક જ આખો અટકી જાય છે અને મેદાન સફાચટ થઈ જાય છે. “હ” શબ્દનો અર્થ ઘણાખરા અર્થકારેએ “રેખા” કર્યો છે. એ રેખા શબ્દ પણ ભારે ચમત્કારી છે. લંકાથી મેરુ સુધી, દક્ષિણથી ઉત્તર સુધી જે સીધી લીટી દોરવામાં આવે, જેમાં બરાબર સમાશે ઉજજયિની નગરી વચ્ચે આવે છે. તેને (longitude ની પંક્તિને) રેખાંશ કહેવામાં આવે છે. આ પવિત્ર રેખાંશમાં સર્વદા પવિત્રતા, પ્રકાશ અને વિશુદ્ધ નિર્મળતા રહે છે. ભયંકર અંધકારમાં પણ તે રૂપેરી દોરારૂપે સર્વદા પ્રકાશ અને માર્ગદર્શક રહે છે. ચેતનના આઠ રુચકપ્રદેશનું એ રૂપક છે અને યોગીરાજ કહે છે કે અખંડ પૂજામાં ચિત્તની પ્રસન્નતા થાય અને એ વખતે કપટ રહિત દશામાં આપણો આત્મા વતે તે જ આનંદઘનપદની રેખા છે. એ અનંત કલેશમય સંસારમાં રૂપેરી દોરી છે અને એને ઓળખવાથી સંસારની આધિ વ્યાધિ-ઉપાધિ દૂર થાય છે. રેડને રેખા અર્થ કરી જ્ઞાનવિમળસૂરિ એની અર્થમર્યાદા કરે છે, અને પછી “ભજે—પામે એ શબ્દ અધ્યાહાર ગણું રેખાને મર્યાદાના અર્થમાં મૂકે છે તે વિચારણીય છે. જ્ઞાનસાર રેખાને અર્થ મેળાપ કરે છે, તે વાત બેસતી નથી. એકંદરે આ પ્રથમ સ્તવન ઘણું રહસ્યમય છે અને છેલલી ગાથા ગપ્રવેશમાં ખૂબ ઉપયોગી છે અને દીર્ઘ વિચારણા માગે છે એમ મને વારંવાર લાગ્યું છે. આ છેલી ગાથામાં આધુનિક પ્રતમાં “કપટ રહિત થઈ રે આતમ અરપણા રે એવો પાઠ જોવામાં આવે છે અને ખાસ કરીને છાપેલ સ્તવમાં અને જ્ઞાનસાર દ્વારા તે પાઠ સ્વીકારાયેલ છે. એ પાઠને સ્વીકારવામાં આવે તો તેનો અર્થ નીચે પ્રમાણે બેસે છેઃ
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy