SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮] શ્રી આનંદઘન-ચોવીશી બેસી રહેવું એ તે લીલા-લહેરના પ્રદેશમાં જાય છે અને અલખના આખા સ્વરૂપને અપમાને છે. ત્યારે ખરી પ્રીતિ કેમ થાય? ક્યારે થાય? કેની સાથે થાય?—એ સવાલને મુદ્દામ રીતે, વિચારણાના સારરૂપે અને શાસ્ત્રના દોહનરૂપે નિર્ણય આવે છે તે ખાસ અવધારવા યોગ્ય છે. પૂજન બે પ્રકારનું છે : દ્રવ્ય અને ભાવ. દ્રવ્ય-પૂજનમાં તે સ્થૂળ દ્રવ્યોથી ઔપચારિક પૂજન થાય. એ તે બાહ્ય જીવનની વાત થાય. ભાવ-પૂજનમાં પૂજક, પૂજ્ય અને પૂજાની એક્તા થાય, પૂજા કરનાર ધ્યાતા, દયેય અને ધ્યાનની એકતા સાધે, અનંત પરમાત્મા સાથે તન્મય થતું જાય. અને તે વખતે એના દિલમાં પ્રસન્નતા થઈ જાય, એમાં મન દ્વારા શરીરમાં રોમાંચ થઈ આવે, એને આત્મસંતોષના ઓડકાર આવે, એને ચારે તરફ નીરવ શાંતિ, સંતોષ અને સુવ્યવસ્થા લાગે એ સાચી પૂજા છે. એમાં પૂજાનું ખરું ફળ બતાવ્યું છે, એમાં સારું પતિસેવન છે અને એવા પતિસેવનમાં જીવનની સફળતા છે. આવા પ્રકારનું પતિસેવન કરવું એ અખંડ પૂજા છે, એમાં વીતરાગ ભગવાન સાથે મેળાપ થાય તે અખંડ રહે છે, અને એવા પ્રકારને પતિમેળાપ એ સાચે નિરંતરને આદર્શ મેળાપ છે. એટલે પતિદેવ સાથે સારો અને સ્થાયી મેળ બેસાડવો હોય તે ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત કરવી જોઈએ. - એવા પ્રકારની પૂજાને અખંડ પૂજા કહેવાય, એમાં સાચા પૂજનની ચાલુ ધારા સતત વહ્યા કરે, એમાં આપણે આત્મા કપટ રહિત થઈ કઈ જાતના દેખાવ, ધમાલ કે તમાશાનો ખ્યાલ છેડી દઈ આનંદઘનપદની રેખાએ પહોંચી જાય, એની મર્યાદા આનંદસ્વરૂપ સુધી પહોંચી જાય. ઘણી વખત પૂજનમાં બાહ્ય ભાવ થઈ જવાનો સંભવ રહે છે. લોકે પિતાને ધમી કે આરિતક કહે તેટલા માટે પ્રાણી પૈસા ખરચે છે, મોટા મેળાવડા કરે છે અને તેની પ્રશંસા સાંભળી રાજી થાય છે. એમાં દુન્યવી આબરૂ મળે ખરી, પણ આપણે આત્મા આનંદઘનની રેખાને ન ભજે, એ રેખા તે આખી જુદી વસ્તુ છે. એમાં અંદરના કલોલ થાય છે, એમાં અનિર્વચનીય આંતર સુખ અનુભવાય છે. આવું સુખ તે આનંદઘનપદની રેખા છે, એ પ્રભુ પ્રત્યેની સાચી પ્રીતિ છે, એ નિરતિશય આનંદ છે, એ ભવ્ય ભાવ ભાવિત આત્મિક દશા છે. આવા પ્રકારની પ્રીતિ કરવી એ ખરા પ્રેમના નામને યેગ્ય છે. કપટ રહિત” શબ્દ મૂકવામાં ભારે વિચારણા દાખવી છે. એ શબ્દના ઉપયોગથી આખી માનસિક કલ્પના અને ચાલુ વ્યવહારનું સ્વરૂપ એક સપાટે બાદ કરી નાખ્યું છે અને એમાં વ્યવહારને જરા પણ લેપ કે વિરોધ કર્યા વગર આંતર વિશિષ્ટ દશાને પ્રાધાન્ય આપ્યું છે. અને આનંદઘન પદની વાત કેવી છે? એની રેખા-જડ ક્યાં આવે ? કેમ આવે? ક્યારે આવે?—તેની આખી ચાવી આ સ્તવનમાં બતાવી છે. આનંદ એટલે અંતરને આનંદ, વિકલ્પ વગરનો આનંદ, વિકાર વગરને આનંદ. એમાં પૌગલિક ભાવને સંબંધ નહિ, માન-આબરૂને સંબંધ નહિ. એ આત્મિક દશા બતાવનાર ગરૂઢ શબ્દ પર અનેક સ્થાને વિવેચન કર્યું છે. આનંદઘનનાં ઘણાં પદોને છેડે એ શબ્દ પર વિવરણ થઈ ગયું છે. એમાં કોઈ વ્યક્તિનું નામ
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy