SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૬૩ ૧૩: શ્રી વિમળ જિન સ્તવન - ટબે-જે ભગવંતના ચરણકમળ વિષે કમળા–લમી, તે સદા વસે છે, તે ચરણકમળ નિરમળ થિર નિશ્ચળ દેખીને લક્ષ્મી અને લક્ષ્મીને વસવાનું કમળ અથિર સમલ-સપંક દેખીને પિતાનું હતું તે પણ છાંડીને પંકજથી ઉત્પન્ન થયું પામર-નીચ દેખીને. (૨) વિવેચન-આપ (પ્રભુ) વિમળનાથ ભગવાનનું મેલ-પંક વગરનું સ્થાન જોઈને કમળા – લક્ષમી આપના પદકમળમાં વાસ કરે છે. આપ સદા લફર્મવંત છે, અને આપના પદકમળમાં આકર્ષણ હોવાથી લક્ષ્મી પણ ત્યાં વાસ કરે છે. આપનું પદકમળ તદ્દન નિર્મળ છે, તેમાં કોઈ જાતને મેલ નથી અને આપના પદકમળમાં તે લક્ષ્મીને વાસ નિર્મળતાને કારણે હોવાથી આપ જનતાને આકર્ષી રહ્યા છે. જ્યાં લક્ષ્મી વાસો કરે ત્યાં સર્વ રદ્ધિ-સિદ્ધિ આવી મળે છે અને આખે વખત આનંદ પ્રસરે છે. ભગવાન તે જ્ઞાન-દર્શન-ચારિત્રની સંપદામાં એવા રાચેલા છે કે ખુદ લકમી પણ તેમના પદકમળમાં નિવાસ કરે છે, અને ત્યાં જ પિતાનું સ્થાન જમાવે છે. લક્ષ્મી જેવા તેવાને ત્યાં જતી નથી, પણ પ્રભુ તે સંપત્તિથી ભરેલા છે, તેમના ચરણકમળમાં વાસ કરે છે. કેટલાક સંપત્તિવાળાને પગે પડ્યા હોય છે. તેઓને પિતાને તે લીલાલહેર હોય છે, એટલું જ નહિ, પણ એ એવા સારા શુકનવંતા હોય છે કે એ જ્યાં જાય ત્યાં પણ ધનદોલત અને વસ્તુની વિપુલતા હોય છે. આ દુનિયામાં પણ આવા પગે પદ્મવાળા માણસોનું અહ સાર બેલાય છે અને તેઓ સારા પગવાળા ગણાય છે. પ્રભુના નિર્મળ અને સ્થિર પગે દેખીને પગે ચાલીને પ્રભુના પગમાં લક્ષ્મીએ રહેવાનું સ્થાનક જમાવ્યું છે. એટલે પ્રભુ એવા સારા શુકનવંત છે કે પોતે જ્યાં વસે ત્યાં બધી રીતે આનંદ આનંદ થાય. લક્ષ્મી પિતાના લંછન કમળને તદ્દન સામાન્ય ગણે છે, કારણ કે કમળનું ઉત્પત્તિસ્થાન કાદવ છે. આવા કાદવમાંથી ઉત્પન્ન થયેલી લક્ષ્મી પ્રભુના નિર્મળ પગ પાસે આવીને વાસ કરે છે; એ જાણે છે કે એ પગ તદ્દન મેલ વગરના અને સ્થિર છે. મતલબ, પ્રભુ લક્ષમીવંત છે અને સારા શુકનિયાળ છે. આ સર્વ પ્રભુ તરફના ભક્તિભાવને અંગે ભક્ત બોલી બતાવે છે અને તે સાચી વાસ્તવિક હકીકત છે. કહેવાને ભાવ એ છે કે લક્ષમી પોતાનું અસ્થિર સ્થાન છોડી દઈને પ્રભુ પાસે આવીને રહેલી છે : એવા પ્રભુ સુંદર છે. જેનાં પદકમળ-પગમાં લક્ષ્મી વાસો કરે, તે ઉત્તમ માણસ હોય છે. અને તેઓ જ્યાં જાય ત્યાં પણ સુંદર કામ થાય છે? એવા મારા પ્રભુ છે, આવા ધીંગા ધણીને મેળવીને હું રાજી થયે છું. (૨) મુજ મન તુજ પદ પંકજે રે, લીનો ગુણમકરંદ રંક ગણે મંદર-ધરા રે, ઈંદ્ર ચંદ્ર નાગૅદ્ર. વિમળ જિન. ૩ પાઠાંતર–મુજ મન’ સ્થાને “મન મધુકર” પાઠ એક પ્રતમાં છે; પછીનો પાઠ તે પ્રતમાં આપે છે તે “તુજ પદ પંકજે રે’ એવો પાઠ લખે છે. “લીને ” સ્થાને “લીષ્ય ” પાઠ એક પ્રતમાં છે. “ ગણે” સ્થાને એક પ્રતમાં “ગિર્ણ” પાઠ છે. “ચંદ્ર' સ્થાને પ્રતકાર “ચંદ” પાઠ લખે છે. “નાગૅદ્ર' સ્થાને “નાગૅદ' પાઠ આપે છે, બીજી પ્રતમાં “નાનિંદ” પાઠ છે. (૩)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy