SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘન-ચાવીશી આવી રીતે પ્રભુદર્શનથી દુઃખ અને દુર્ભાગ્ય દૂર હઠે છે, અને સુખ-સંપત્તિ આવી મળે છે, એ પ્રભુદર્શન કરનાર ગણાવી આવે છે અને પછી ઉગારરૂપે બોલે છે મારે માથે તે મેટો બહાદુર મજબૂત ધણું શેઠ છે, તેથી જેને માથે આવે મજબૂત ધણી બેઠો હોય, તે માણસ કેનાથી હારે? કોનાથી ગાયે જાય? મારે હવે તેનાથી બચવાનું રહ્યું? ગમે તેવા “ખેટ” એટલે તેફાની શિકારી માણસથી હઠવાનું પણ પ્રયજન શું? જીવનમાં આ આધાર અને આધેય તત્વની બહુ મહત્તા છે. આધાર આપનાર શેઠ આધેયને ટકાવી રાખે છે અને મને આવા પ્રભુ મળ્યા છે, મને એનાં દર્શન થયાં છે, તે પછી મારે કોઈનાથી બીવાનું કે ગભરાવાનું કારણ રહ્યું નથી. આ આધારતવ દુનિયામાં ઘણું કામ કરે છે. સ્ત્રીને એના પતિને આધાર હોય કે બાળકને એના બાપને કે વડીલને આધાર હોય કે સારા મિત્રથી પિતાનો બચાવ થવાની ખાતરી હોય તે માણસ પિતાના બચાવ માટે તેના ઉપર આધાર રાખે છે. આધેયને કાંઈ આધારને ટેકે વારંવાર લેવો પડતો નથી, પણ એને મનમાં શ્રદ્ધા હોય છે કે એ વખત આવી પડશે, તે પિતાને દિલે કરાર છે મારે માથે તે ભગવાન જેવા ધણી હેવાથી મને આફત વખતે તેને ઘણો મોટો આધાર છે; હવે મને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ સંપદા મળી ગયેલી હોવાથી અને મારા દુઃખ અને દુર્ભાગ્ય દૂર ગયેલાં હોવાથી, અને માથે આવ શક્તિશાળી શેઠ હોવાથી સર્વ ફિકર નાશ પામી ગયેલી છે. તે વિમળનાથ પ્રભુ ! આપ મારા ખરા સમર્થ શેઠ છે અને આપને દેખવાથી મારાં સર્વ કામ સિદ્ધ થયાં છે. હવે એ ભગવાન કેવા છે તે વર્ણવે છે. (૧). ચરણકમળ કમળા વસે રે, નિર્મળ થિર પદ દેખ; સમળ અથિર પદ પરિહરે રે, પંકજ પામર પેખ. વિમળ જિન ૨ અર્થ-આપ (વિમળનાથ)ના પદકમળમાં–પગમાં લક્ષ્મી નિવાસ છે, કારણ કે આપની મેલ વગરનું સ્થિર-સ્થાયી રથાન દેખીને એ ત્યાં આવી રહેલ છે, અને એણે મેલવાઈ, કાલું. ઘેલું, અસ્થાયી પદ છોડી દીધેલ છે—જેમ કાદવમાં ઉત્પન્ન થયેલ કમળ પંકને–કાદવને સાધારણ જાણીને છોડી દે છે તેની પેઠે. (૨) | પાઠાંતર–વસે' સ્થાને એક પ્રતમાં “વશ” પાઠ છે; એક પ્રતિમાં “વશે' એ પાઠ છે. “ નિર્મળ સ્થાને નિરમલ” પાઠ બને પ્રતમાં છે, ભીમશી માણેક પણ એ જ પાઠ છાપે છે. “સમળ’ સ્થાને એક પ્રતમાં “સંમલ” પાઠ છે; બીજી પ્રતમાં “સમલ” પાઠ છે. પરિહરે રે' સ્થાને એક પ્રતમાં “પરિહરે રે ? એ પાઠ છે. “ખ” સ્થાને “પષ” પાઠ બન્ને પ્રતમાં છે, તે જૂની ગુજરાતી છે. “પરિહરે’ સ્થાને ભીમથી માણેક “પરહરિ’ એવો પાઠ છાપે છે. “ખ” સ્થાને એક પ્રત લખનાર “વે' એવો પાઠ મૂકે છે. (૨). શબ્દાર્થ –ચરણ = પગ, ચણ, આપના પગે. કમળા = લક્ષ્મી, દોલત. વસે રે = રહે છે, વાસો કરે છે નિરમળ = મેલ વગરનું, ચોખું. થિર = સ્થિર, નિશ્રળ, ન હાલેચાલે તેવું. પદ = આપનું પદ, આપને રહેવાન ઠેકાણું. દેખ = જોઈને, જાણીને. સમળ = કાદવ સહિત, મેલ સહિત. અથિર = અસ્થિર, હાલેચાલે તેવું પદ = સ્થાન, દેકાણું. પરિહરે = ત્યજી દે, છોડી દે, મૂકી દે. પંકજ = કમળ, કચરામાંથી થયેલ. પામર = નકામ. હળવું, હલકું, પખ = પ્રેક્ષીને, સમજીને. (૨)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy