SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૪] શ્રી આનંદઘન-વીશી અર્થ–મારું મન તમારા પદકમળમાં લાગી ગયું છે, વિલીન થઈ ગયું છે, તમારામાં તન્મય થઈ ગયું છે. જેમ ફૂલની રજ ઉપર ભમરો લીન થઈ જાય તેમ તમારા ગુણરૂપ રજમાં મારું ચિત્ત ચોંટી ગયું છે તે મેરુ પર્વતની ભૂમિને ગરીબ-રાંક જેવી ઓછી કિંમતની ગણે છે અને દેવના પતિ ઇંદ્રના લેકને, ચંદ્રલોકને અને પાતાળવાસી નાગેન્દ્રની ભૂમિને પણ ગરીબનકામી ગણે છે, તેની પેઠે આપના પદકમળને જ એ ચાહી રહેલ છે. (૩) - ટબો–મારે જે મનરૂપ મધુકર તમારા પહેકમલને વિષે ગુણરૂપ જે મકરંદ-પરાગમાં લીન પામે છે, એવો લીન છે, જે મંદર–મેરુ, ધરા–પૃથ્વી, જે મકરંદ મેરુ ધરા, પૃથ્વી, ઈંદ્ર, ચંદ્ર અને નાગેન્દ્ર ઇત્યાદિક સર્વને રંકમાત્ર ગણે છે. અથવા રંક જે મલ્લ તે એ પદાર્થપ્રાપ્તિએ જેમ ગર્વિત થાય તેથી અધિક લીનપણું છે. (૩) વિવેચન–ભમરે ફૂલના પરાગ ઉપર જાય છે એ એને બહુ આકર્ષક દેખાય છે, એવી રીતે મારું મન આપના ગુણરૂપ પુષ્પપરાગ તરફ લીન થઈ જાય છે. ભમર જોશે તે તે ફૂલના પરાગ ઉપર વારી જઈ ફૂલ ફરતે ફેરફૂદડી ખાધા જ કરે છે, એમ હું આપના અનંત ગુણે તરફ આકર્ષાયે છું. પંકજ-કમળ કાદવમાંથી ઉત્પન્ન થાય છે, પણ તે અલગ થઈ જઈ ભ્રમરને ખૂબ આકર્ષણ કરે છે, તેમ આપણું ગુણરૂપ મકરંદ તરફ હું ખેંચાવું છું. સ્વાભાવિક રીતે જ પ્રાણ પ્રભુના ગુણ તરફ લીન થઈ જાય છે. આપનામાં અનંત ગુણો છે તે મને ખેંચે છે અને હું આપને ભક્ત, આપને આધીન થઉં છું, આપના ગુણનું બહુમાન કરું છું. એવા ગુણના આકર્ષણને પરિણામે મારું મન મેરુ પર્વતની ધરાને તદ્દન નકામી ગણે છે. મેરુ પર્વત તે સેનાને છે, પણ પ્રભુના ગુણો પાસે તે કાંઈ હિસાબમાં નથી. એક બાજુ આપના ગુણ જોઉં છું અને બીજી બાજુ મંદરાચળ પર્વતની સેનાની ભૂમિ જોઉં છું તે આપના ગુણ આગળ એ ભૂમિ તદન રાંકડી લાગે છે. ઈલેકની સૌધર્મેદ્રની ભૂમિ મને નાની, સાંકડી કે રાંકડી લાગે છે. એ ભૂમિ ગમે તેવી હોય, પણ આપના ગુણ પાસે એ નિર્માલ્ય લાગે છે. ક્યાં આપના ગુણ અને ક્યાં ઈલેકની જમીન ! મને એ તુચ્છ લાગે છે. એ જ પ્રમાણે ચંદ્રલેકની જમીન આપના ગુણ આગળ તદ્દન ગરીબ લાગે છે. આપના ગુણો પાસે નાગકની પાતાળભૂમિ પણ રાંકડી લાગે છે. ભક્તજન પ્રભુગુણ સ્તવે, ત્યારે તેના મનની આવી દશા વતે છે. ગુણ માનસિક છે અને ભૂમિ સ્થળ છે. એ પૌગલિક ભૂમિ ભક્તના હૃદયમાં જરા પણ સ્થાન લેતી નથી; એની નજરમાં તર્ક નિર્માલ્ય લાગે છે. આ સાચા ભક્તની રીત છે અને તે અનુકરણ ગ્ય છે. અહીં મનને ભ્રમર સાથે સરખાવ્યું છે. પ્રભુગુણ તે સમજી શકાય તેવી ચીજ છે. તેમાં આપણું મન લીન થવું જરૂરી છે તે સાચા ભક્તની પાકી નિશાની છે. (૩) શબ્દાર્થ –મુજ = મારું. મન = માનસ. તુજ = તમારા, આપના. પદ = પગરૂપ, પાદરૂપ. પંકજે રે= મળ પર. લીને = લાગી ગયું છે, વશ થઈ ગયું છે, ચાંટી ગયું છે. ગુણ = આપના ગુણમાં. મકરંદ = ફૂલની રજ, ધૂળ, રંક = રાંક, નકામા, તુચ્છ. ગણે = સમજે, જાણે. મંદર = મેરુ પર્વત. ધરા = પૃથ્વીને. ઈંદ્ર = ઇંદ્રની જગ્યા. દેવકની જગ્યા. ચંદ્ર = ચંદ્રલોકનું સ્થાન, અંતરીક્ષ. નાગૅદ્ર = પાતાળની જગા = નીચેની જગ્યા. (૩)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy