SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨] શ્રી આનંદઘનચોવીશી ઉપર ચઢયા પછી પાછો જીવ પડી પણ જાય છે, એ રીતે આગળ વધતાં અનેક વખત હું પાછો પણ ગમે, પણ પ્રભુનું અત્યાર સુધીમાં ક્યારેય દર્શન થયું નથી. થીયરી એફ ઈલ્યુશન (Theory of Evolution)–ઉત્ક્રાંતિવાદમાં અને જૈનધર્મની સિદ્ધ વ્યવસ્થામાં ફેરફાર એ છે કે ઇવેલ્યુશનવાળા જીવની આગળ પ્રગતિ માને છે, પણ એમાં જીવ પાછું પડતું નથી, પણ જૈન સિદ્ધાંત પ્રમાણે જીવ પડી પણ જાય છે; એ આગળ જ વધ્યા કરે એમ સમજવાનું નથી. એ, વિષયકષાયમાં લુબ્ધ થયે હોય તે, પાછે નિગદમાં પણ જાય. આ રીતે પડતાં-આખડતાં અને આગળ વધતાં એ અસંજ્ઞી પંચેન્દ્રિય સુધી પહોંચે છે, પણ અત્યાર સુધી એને પ્રભુનાં દર્શન થયાં નથી; મન ન હોવાથી એણે પ્રભુને કદી પણ પ્રભુ તરીકે પિઝાન્યા નથી અને હજુ સુધી તેને તેવી તક પણ મળી નથી. એને રખડપાટે તે ચાલુ જ રહ્યો છે અને તે મોટાં નાનાં આયુષ્ય ભેગવે, છતાં તેણે હજુ સુધી પ્રભુને ભગવાન તરીકે જાણ્યા-દેખ્યા નથી. શુદ્ધ ચેતનાને અશુદ્ધ ચેતના કહે છે કે તું હવે મને પ્રભુને દેખવા દે. (૩) સુર તિરી નિરય નિવાસમાં, સખી મનુજ અનારજ સાથ; સખી. અપજત્ત પ્રતિભાસમાં, સખી ચતુર ન ચઢીઓ હાથ. સખી. ૪ અથ_એ ઉપરાંત, દેવે, તિર્યંચ અને નારકેનાં ઉત્પત્તિસ્થાનમાં પણ એના દર્શનથી વંચિત રહ્યો છું. અને અનાર્ય માણસોના સંગાથમાં પણ હું તેના દર્શનથી વંચિત રહ્યો છું. વળી, આગળ ચાલતાં, અપર્યાપ્તાના પ્રતિભાસને વખતે પણ એ ચતુર ભગવાન મારે હાથ ચડ્યા નથી, હું એમનું મુખકમળ જોયા વગર રહી ગયું છું. (૪) ટબો–સુર-દેવતા, તિર્યંચ, નારકી રૂ તેહના નિવાસમાં મનુષ્ય છે તેમાહિ, વલી અનાર્ય ઇત્યાદિક સમુદાયમાં સન્નિયા મધ્યે પણ યદ્યપિ સન્નિયા પર્યાપ્તા છે તે પણ અપર્યાપ્તાભાસ ધર્મસંજ્ઞા વિના ત્યાં પણ ચતુર સર્વ કળાકલનકુશળ, દીનાનાથ, હાથ ન આવ્યા, માટે તું મને જોવા દે એમ તુજને કહું છું. (૪) વિવેચન–ત્યાર પછી હું દેવગતિમાં પંચેન્દ્રિય તરીકે ગમે, પણ ત્યાં મેં પ્રભુને પ્રભુ તરીકે જાણ્યા નહિ. દેવગતિમાં દેવતાઓ આનંદ-મેજ-મજામાં અને વિષય-કષાયમાં એવા પડી જાય છે પાઠાંતર–એક પ્રતમાં “નિવાસ સ્થાને નીવાસ” શબ્દ મૂક્વામાં આવ્યો છે. બે પ્રતમાં “અનારજ' સ્થાને અનારિજ” પાઠ મૂક્યો છે. “અપજતા ” બદલે એક પ્રતમાં “અપજતા” પાઠ છે. ચતુર ન’ સ્થાને એક પ્રતમાં “ચતુર નર’ પાઠ છે. “હાથ’ સ્થાને એક પ્રતમાં “હાથી ” પાઠ છે. (૪) શબ્દાર્થ—-સુર = દેવતા, દે અને અસુર, ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક તિરી = તિય"ચ, જળચર અને સ્થળચર અને ખેચર, નિરય = સાત નારકી, નારની ગતિ. નિવાસમાં = તેમને રહેવાનાં સ્થાનમાં, ઠેકાણામાં. મનુજ = મનુષ્ય, પણ તે કેવા ?–અનારજ = અનાયર, આય નહિ તેવા, હિંસક અને પાપી લો. સાથ = અનાય” મનુષ્ય સાથે, સેબતમાં. અપજત્તા = અપર્યાપ્તા, એટલે જેણે પિતાને ગ્ય પર્યાપ્તિઓ પૂરી કરી ન હોય તેવા. પ્રતિભાસ = દેખાવમાં, દેખીતા. એવા સર્વ પંચેન્દ્રિમાં, ચતુર = ડાહ્યો માણસ, શુદ્ધ ચેતન, પ્રભુ, ભગવાન, ન ચઢીઓ = ન ચડ્યો. હાથ = મારા હાથમાં ન આવ્યો. (૪)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy