SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૮: શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન [ ર૦૧ અર્થ_એકેન્દ્રિયમાં અતિ ઘણા દિવસ હું રહ્યો, પણ ત્યાં તે મુખચંદ્રને જોઈ શક્યો નથી. એ ચહેરો મારે તે તદ્દન જોયા વગર રહ્યો છે, અને બેઇન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયમાં હું રહ્યો, ત્યારે જાણે પાણીમાં લીટી કાઢતો હોઉ, તેમ તેમનાં દર્શન વગર હું રહ્યો અને સંજ્ઞા રહિત પંચેન્દ્રિયમાં પણ તેમને જોયા વગરનો છું. (૩) ટબ-વનસ્પતિપણિ અનંત કાલ, માટિ ઘણુ દીહા કહિઈ. રીટિ વાર્તરૂ ત્તિ આગમ, પાકે. તિહા પણિ દીદાર-દર્શન ન પામે. દ્રવ્ય થકી પિણ દેખવું નથી તિહાં. બંદી, તેંદી, ચઉદી એહને પણિ જડની રેખા વિકલૈંદ્રિય માટે અપર્યાપ્ત પર્યાપ્તા સંવે" જાણવા. ગતિ સન્નિયા પાંચ ઠામ ઍ તિહાં પણ ન દીઠે. (૩) વિવેચન–એમ કરતાં ઘર્ષણવૃર્ણન ન્યાયે, નદીગોળ પથ્થરની પેઠે, ફરતે–રખડતે હું ઘણા કાળ સુધી વનસ્પતિકાયમાં રહ્યો. વનસ્પતિ અનેક પ્રકારની છે. કોઈ વખત હું ઝાડને છોડો થઈ આવ્યો અને કંદમૂળાદિમાં હું ઘણી વાર ગયો. ત્યાં એક શરીર અને અનંત જીવો હોય; તેઓ સર્વ એક જ શરીરને ભેગવ્યા કરે. આવી વનસ્પતિમાં હું ઘણા દિવસ રહ્યો. એ રીતે વનસ્પતિકાયમાં હું ઉત્પન્ન થયે, પણ ત્યાં મને માત્ર એક સ્પશેન્દ્રિય મળી હતી તે ચાલુ રહી, તેમાં કોઈ વધારો થયો નહિ. ત્યાંથી આગળ જતાં, ઘણો સમય પસાર કર્યા પછી, હું બેઇંદ્રિય થયું. ત્યાં મને પશેન્દ્રિય સાથે રસેંદ્રિય મળી. હવે હું સ્વાદ લેવા લાગે, પણ આંખને અભાવે મેં પ્રભુને દેખ્યા નહિ. બેઈન્દ્રિય ગતિમાં ઘણા સમય કાઢયા પછી હું તેઈદ્રિય થયે. મને સ્પર્શન અને રસના સાથે નાસિકાની ઇંદ્રિય મળી અને હું જગતમાં તેઈદ્રિય તરીકે ઓળખાયે, પણ આંખ ન હોવાથી અને મન ન હોવાથી, મેં પ્રભુનાં દર્શન જ કર્યા નહિ. મારે જન્મ એ રીતે વૃથા ગયે. ત્યાર પછી આગળ વધતાં હું ચઉરિન્દ્રિય થયે. આંખ મળી, પણ મન ન મળ્યું. પ્રભુને મેં આંખો વડે દેખ્યા હોય તો પણ મન ન હોવાથી પ્રભુ તરીકે જાણ્યા નહિ. મારી દશા તે પાણીમાં કાઢેલ લીટી જેવી થઈ. પાણીમાં લી ટી કાઢે તે જોતજોતામાં ખલાસ થઈ જાય છે, પાણીના વિભાગ પડતા નથી અને લાઈન દોરવાની મહેનત માથે પડે છે, તેના જેવી મારી દશા થઈ. આ રીતે ચઉરિન્દ્રિય ગતિમાં પણ મેં પ્રભુનાં દર્શન કર્યા નથી. અને ત્યાર પછી હું અસંજ્ઞી પંચેન્દ્રિય થયે. પુરુષનાં નવ દ્વારે અને સ્ત્રીઓનાં બાર દ્વારે હું ઉત્પન્ન થયે, મને વધારામાં પાંચમી શ્રોત્રેન્દ્રિય મળી. હું હવે સ્પશન, રસના, ગંધ, ચક્ષુ અને શોત્રયુક્ત થયે, પણ મને મન ન હોવાથી પ્રભુને પ્રભુ તરીકે મેં જાણ્યા નહિ, અને મારી રખડપટ્ટી ચાલુ રહી. ગયેલી છે એવા પંચેન્દ્રિયપણે મેં પ્રભુને ઓળખ્યા નહિ. પણ = પંચેન્દ્રિયપણામાં, પાંચ ઈન્દ્રિય મળી, પણ મને અસંજ્ઞીપણામાં મન ન મળ્યું એટલે પંચેન્દ્રિયપણું પણ મારું નકામું ગયું. ધાર = સમજ, વિચાર, જાણ; એમાં પણ એવી જ સ્થિતિ થઈ એમ તું જાગુ. તિયચી પંચેન્દ્રિયપણામાં જળચર, સ્થળચર (ભૂચર), અને ખેચર થાય છે, અને કઈ ઉર પરિસ અને ભુજ પરિશપ થાય છે, ત્યાં પણ મન ન હોવાથી પ્રભુને દેખ્યાજાયા-પિછાન્યા નહિ. (૩)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy