SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૮: શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન [૨૦૩ કે તેમને મન હોવા છતાં પ્રભુને પ્રભુ તરીકે બરાબર ઓળખી શકતા નથી. તે હે શુદ્ધ ચેતના ! અત્યારે મને પ્રભુને બરાબર જોઈ લેવા દે. હું કૈક વાર પંચેન્દ્રિય તિર્યંચગતિમાં ગયા. ત્યાં હું જળચર થયું અને મને મગરમચ્છ વગેરે જળચરનું રૂપ મળ્યું ત્યાર પછી ગાય, ભેંસ, બકરે, બકરી વગેરે સ્થળચર થયું. અને પછી અનેક પ્રકારનો હું ખેચર પક્ષી થયા. પછી ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ થયે, પણ મને મન હોવા છતાં મેં ત્યાં પણ એ ગતિમાં પ્રભુને પ્રભુ તરીકે જાણ્યા નહિ. વળી, હું અનેક વાર નારક થઈ આવ્યું, ત્યાં મેં અનેક પ્રકારની પીડા ખમી, ત્યાં ક્ષેત્રવેદના, અન્ય કૃત વેદના અને પરમાધામીકૃત વેદના મેં સહન કરી અને મને મન હતું પણ મેં પ્રભુને પ્રભુ તરીકે દેખ્યા નહિ, જાણ્યા નહિ. અને પરિણામ એ થયું કે એ શુદ્ધ ચેતનાવાળા પ્રભુ મારે હાથ ન ચઢયા અને મેં એમનાં દર્શન ન જ કર્યો. હું તે આ રીતે બધી ગતિમાં રખડ્યો, પણ પ્રભુનું દર્શન પ્રભુ તરીકે કદી કર્યું જ નથી. હે શુદ્ધ ચેતના ! મારી સ્થિતિ આવી થઈ અને હવે તેમાં ફેરફાર કરે છે. પ્રભુને એકાદ વખત ભાળું, તે તેમના જેવા થવાનું મન પણ થાય, તેથી આ વખતે તે હે બહેન! તેમનાં દર્શન ધરાઈ ધરાઈને મને કરી લેવા દે અને મારી અભિલાષા પૂર્ણ થવા દે. (૪) ઇમ અનેક સ્થળ જાણીએ, સખી, દરિસણ વિણુ જિનદેવ; સખી આગમથી મત આણીએ, સખી, કીજે નિરમળ સેવ. સખી. ૫ અર્થ_આવી રીતે જિનેશ્વરદેવનાં દર્શન કર્યા વગર હું અનેક સ્થળે રખડ્યો છું, હવે તે જૈન શાસ્ત્રોથી બુદ્ધિને ભાવિત કરીને એમની સેવા કરીએ એવી મારી ઇચ્છા છે. (૫) –એમ અનેક સ્થાનક રાશી લક્ષ છવાયેનિમાં, હે દેવ ! તુમ્હારા દર્શન વિના સર્વ સ્થાનકો મેં ફરસ્યાં. સંજ્ઞીપણામાં પણ દેખ્યા તેમ કહ્યું. સદાગમથી નિર્મળ મતિ કરી શઠ-હઠાદિક દેવશુદ્ધિવાળી બુદ્ધિ કરી જયો નિર્મળ નિભથી સેવા કરવી. (૫) વિવેચન–આવી રીતે એકેદ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીનાં અનેક સ્થાનમાં મેં જિનેશ્વરદેવનાં દર્શન કર્યા નથી અને હું તે અત્યાર સુધી પ્રભુને જોઈ-ઓળખી શક્યો નથી. કેઈ પણ જાતિ નથી, કઈ પણ ગતિ નથી, કેઈ પણ નિ નથી, જ્યાં આ જીવ અનેક વાર ન ગયો પાઠાંતર–જાણીએ સ્થાને પ્રતમાં “જાણીઈ' પાઠ છે, તે અસલ ગુજરાતી સૂચવે છે. “વિણુ ” સ્થાને એક પ્રતમાં “વિણ” પાઠ છે. “મત ” સ્થાને “મતિ ” પાઠ એક પ્રતમાં છે. “કીજે 'ને સ્થાને એક પ્રતમાં “ કાજે ” પાઠ છે, તે જૂની ગુજરાતીને લઈને છે. એક પ્રતમાં “મત” ને સ્થાને “મન” પાઠ છે. “આણીએ સ્થાને એક પ્રતમાં “યાણીએ” પાઠ છે. (૫) શબ્દાર્થ—ઈમ = એમ,આગળ જણાવ્યા છે. અનેક = એક નહિ તે બહુ, ઘણાં. થળઃસ્થળ, સ્થાન, ઠેકાણાં. જાણીએ = પ્રત્યક્ષ જોઈએ. દરિસણ = દર્શન, જેવું તે, જાણવા તે. વિષ્ણુ = વિનાના છે, એ સ્થાને ભગવદશન થતાં નથી, ભગવાન ત્યાં જણાતા નથી. જિનદેવ = જિનેશ્વર ભગવાન, એએ સ્થાનોએ ભગવાનનાં દર્શન થતાં નથી. આગમથી = શાસ્ત્રથી, સમયથી, આગમથી. મત = મતિ, અભિપ્રાય. આણીએ = કરીએ, કીજે = કરીએ, સેવીએ. ભાઇએ. વિચારીએ. નિરમળ = નિર્મળ, મેલ વગરની, ચાખી, શુદ્ધ, સેવ = સેવા માટે અત્યારે સેવા કરવી. (૫)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy